Falguni Pathak Birthday: ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના આ સંઘર્ષ વિશે જાણો

author img

By

Published : Mar 12, 2022, 10:58 AM IST

Falguni Pathak Birthday: ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના આ સંઘર્ષ વિશે જાણો

ફાલ્ગુની પાઠકના ગીતો એક જમાનામાં પાર્ટીઓ અને લગ્નમાં ગુંજતા હતા. સિંગરે 90ના દાયકામાં ઘણા સુંદર ગીતો પ્રદાન કર્યા છે. આજે 12મી માર્ચ, ફાલ્ગુની પાઠકનો જન્મદિવસ (Falguni Pathak Birthday) છે. તે આજે શનિવારે તેનો 53મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ દિવસ નિમિતે તેના જીવનની આ ખાસ વાતતો જાણવી જ પડે...

ન્યૂઝ ડેસ્ક: ફાલ્ગુની પાઠકનો જન્મ (Falguni Pathak Birthday) મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં થયો છે. તેણે નાનપણથી જ ગાવાનું શરૂ કર્યું હતું. તે તેના માતાપિતાની પાંચમી પુત્રી છે. ફાલ્ગુનીના માતા-પિતા 4 પુત્રીઓના જન્મ બાદ એક પુત્રની અપેક્ષા રાખતા હતા, પરંતુ તેમનું પાંચમું સંતાન પણ એક છોકરી હતું. આ બાદ તેના માતા-પિતાએ કર્યુ કઇક આવું..

Falguni Pathak Birthday: ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના આ સંઘર્ષ વિશે જાણો
Falguni Pathak Birthday: ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના આ સંઘર્ષ વિશે જાણો

જાણો શું કામ ફાલ્ગુની છોકરાની જેમ રહે છે

પાંચમાં સંતાનના રૂપમાં, જ્યારે એક દીકરીનો જન્મ થયો તો તેના માતા-પિતાના સપના પર પાણી ફરી વળ્યું હતું. આ બાદ ફાલ્ગુની એક છોકરાની જેમ રહેવાની જીવનશૈલીને તેને અપનાવી લીધી હતી. આ ઉપરાંત, એક બીજી ખાસ વાત એ છે કે, ફાલ્ગુનીના પિતા તેને ક્યારેય સિંગર બનાવવા ન માંગતા હતા. આ કારણે, જ્યારે ફાલ્ગુનીએ 9 વર્ષની ઉંમરે સ્ટેજ પર પોતાનું પહેલું પરફોર્મન્સ આપ્યું હતું. આ બાદ ફાલ્ગુનીના પિતાએ તેને માર માર્યો હતો.

v
Falguni Pathak Birthday: ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના આ સંઘર્ષ વિશે જાણો

આ પણ વાંચો: Film Pushpa Part 2 Shooting: લોકો હવે થશે ડબલ પાગલ, પુષ્પા પાર્ટ 2ને લઇને થયો ખુલાસો

ફાલ્ગુની પાઠકે બોલિવૂડની સાથે ગુજરાતી ગરબા પણ રમઝટ બોલાવી

ફાલ્ગુની હંમેશા છોકરાની જેમ જ રહે છે. તે છોકરીઓના કપડાં પહેરવાનું ટાળતી હતી. તે 'તા થૈયા' નામના બેન્ડ સાથે પણ જોડાયેલી હતી. ફાલ્ગુની પાઠક માત્ર સિંગર જ નહીં, પરંતુ પરફોર્મર પણ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. દર્શકોએ તેને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', 'સ્ટાર દાંડિયા ધૂમ', 'બા બહુ ઔર બેટી' જેવા શોમાં પણ જોઇ છે.

ફાલ્ગુનીએ પહેલું ગીત આ ઉંમરમાં આ હસ્તી સાથે રેકોર્ડ કર્યું હતુ

આ ઉપરાંત, ફાલ્ગુની 'કૌન બનેગા કરોડપતિ', 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ'નો પણ ભાગ રહી ચૂકી છે. તે મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં મોટી થઈ હતી. ફાલ્ગુની પાઠકે પોતાનું પહેલું ગીત (Falguni Pathak First Song) 10 વર્ષની ઉંમરે અલકા યાજ્ઞિક સાથે રેકોર્ડ કર્યું હતું.

ફાલ્ગુની પાઠકે ઘણા યાદગાર અને સુપહિટ ગુજરાતી ગીતો આપ્યાં છે

ફાલ્ગુની પાઠકે એક આગવુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને ગરબા ક્વીન પણ કહેવામાં આવે છે. ફાલ્ગુની પાઠકે એવા યાદગાર અને સુપહિટ ગુજરાતી (Falguni Pathak Gujrati Garba) ગીતો આપ્યાં છે કે, સાંભળીને લોકો ઝુમતા થઇ જશે. જે લોકોને ગરબા ન આવડતા તેને પણ નાચવાનુ મન થઇ જાય..ફાલ્ગુની

પાઠકનું પ્રથમ સુપરહિટ ગરબા ગીત છે....ઇનધણા વીણવા...

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ફાલ્ગુની પાઠકનું 2જુ સુપરહિટ ગરબા ગીત..મેને પાયલ હૈ છનકાઇ

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ બાદ ત્રીજો ધમાલ મચાવનાર ગરબો છે, કેસરીયો રંગ તને લાગ્યો

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

યોથુ સુપર હિટ ગીત છે...આ

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: The Kashmir Files Release Ban: અનુપમ ખેરની આ ફિલ્મ પર લાદવામાં આવ્યો પ્રતિબંધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.