ETV Bharat / city

પ્રદેશ ભાજપ દ્વારા 'નમો એપ' કાર્યશાળાનું આયોજન

author img

By

Published : Aug 25, 2021, 10:59 PM IST

ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે આજે બુધવારે ભાજપના IT અને મીડિયા સેલની બેઠક યોજાઇ હતી. જેમાં 'નમો' એપના પ્રચાર પ્રસાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઓનલાઈન જોડાયા હતા. ઉપરાંત ભાજપ પ્રદેશ મહામંત્રી અને ભાજપનાં જુદા-જુદા સાત મોરચા અને જિલ્લા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

Corona update
Corona update

  • પ્રદેશ ભાજપ દ્વારા 'નમો એપ' ના વિસ્તારણનું આયોજન
  • 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિન
  • ભાજપના કાર્યકરો નમો એપથી કાર્યક્રમમાં જોડાશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે 71 મો જન્મદિન આવી રહ્યો છે. જેની ઉજવણીને લઈને ભાજપ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. પ્રદેશ ભાજપ દ્વારા આ દિવસે કાર્યકરો મોટા પાયે ' નમો' એપથી જોડાય તેવું આયોજન કરાઈ રહ્યું છે. જેને લઈને પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે 'નમો' એપ અંગે કાર્યશાળાનું આયોજન કરાયું હતું. નમો એપની જિલ્લા અને તાલુકા સ્તરની કાર્યશાળાનું આયોજન જન્માષ્ટમી બાદ કરાશે. કાર્યકરોનો ઉદ્દેશ 'નમો' એપના માધ્યમથી લોકો સુધી સરકારી યોજનાની માહિતી પહોંચાડવાનો રહેશે.

પ્રદેશ ભાજપ દ્વારા 'નમો એપ' કાર્યશાળાનું આયોજન
પ્રદેશ ભાજપ દ્વારા 'નમો એપ' કાર્યશાળાનું આયોજન

વડાપ્રધાન પોતાના જન્મદિને ગુજરાત આવે તેવી શક્યતા

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 71 મા જન્મદિવસે ગુજરાતમાં આવે તેવી શક્યતાઓ છે. તેઓ કેવડીયાની ખાતે હરિદ્વારમાં થતી ગંગા આરતીની જેમ નર્મદા આરતી કરે તેવી શક્યતાઓ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.