ETV Bharat / city

ભાજપ યુવા મોરચા દ્વારા માય ફર્સ્ટ વોટ ફોર મોદી અભિયાન લોન્ચ કરવામાં આવ્યું

author img

By

Published : Oct 8, 2022, 8:25 PM IST

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ( BJP Yuva Morcha ) દ્વારા માય ફર્સ્ટ વોટ ફોર મોદી અભિયાનનું આજે લોન્ચ ( My First Vote for Modi campaign launched ) કરવામાં આવ્યું હતું. જેમાં 18 થી 25 વર્ષના યુવાનોને ભાજપને અને મોદીને વોટ આપે એ માટે આ ખાસ અભિયાન ચાલુ કરવામાં આવશે. આ કેમ્પેઇન કુલ ત્રણ તબક્કામાં યોજાશે જેની સમગ્ર માહિતી ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે આપી હતી.

ભાજપ યુવા મોરચા દ્વારા માય ફર્સ્ટ વોટ ફોર મોદી અભિયાન લોન્ચ કરવામાં આવ્યું
ભાજપ યુવા મોરચા દ્વારા માય ફર્સ્ટ વોટ ફોર મોદી અભિયાન લોન્ચ કરવામાં આવ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આ વર્ષે દરેક પાર્ટી દ્વારા પોતાના પક્ષે વોટ ભેગા કરવા માટે થઈને ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા ( BJP Yuva Morcha ) દ્વારા માય ફર્સ્ટ વોટ ફોર મોદી અભિયાન આજે લોન્ચ ( My First Vote for Modi campaign launched )કરવામાં આવ્યું હતું. જેમાં 18 થી 25 વર્ષના યુવાનોને ભાજપને અને મોદીને વોટ આપે એ માટે આ ખાસ અભિયાન ચાલુ કરવામાં આવશે. આ કેમ્પેઇન કુલ ત્રણ તબક્કામાં યોજાશે જેની સમગ્ર માહિતી યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે ( BJP Youth Front President Prashant Korat) આપી હતી.

માય ફર્સ્ટ વોટ ફોર મોદી અભિયાન શું છે યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે ( BJP Youth Front President Prashant Korat) જણાવ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં થોડાક જ દિવસો બાકી છે. સી આર પાટીલના નેતૃત્વમાં કેમ્પેઇન શરૂ કરી રહ્યા છીએ. આ અભિયાન 3 તબક્કામાં યોજાશે. આમાં નવા મતદારોને જોડવામાં આવશે. આ અભિયાન સંપૂર્ણપણે ડિજિટલ રહેશે અને તેમાં ડબલ એન્જિન સરકારના વિકાસના કામો બતાવીશું. નવા મતદારોને પીએમ મોદીના કાર્યોને બતાવી ભાજપને મતદાન કરે એવું કાર્ય કરીશું.

ત્રણ તબક્કામાં શું હશે યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે ( BJP Youth Front President Prashant Korat) જણાવ્યું હતું કે કેમ્પેઇન કુલ ત્રણ તબક્કામાં યોજાશે એમાં સૌથી પહેલા તબક્કામાં કોલેજ, શાળા, ટ્યુશન ક્લાસીસમાં જ્યાં વિદ્યાર્થીઓ વધુમાં વધુમાં મળી રહે ત્યાં જઈને સંપર્ક કરીશું. આ કેમ્પેઇનમાં કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા થશે. જ્યારે બીજો તબક્કો દિવાળી પછી શરૂઆત થશે અને 5 નવેમ્બરથી ત્રીજો તબક્કાની શરૂઆત થશે.

દરેક ચાર રસ્તે પેમ્ફલેટ આપશે યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે ( BJP Youth Front President Prashant Korat) જણાવ્યું હતું કે આ અભિયાન માટે યુવા મોરચાના કાર્યકર શહેરના દરેક ચાર રસ્તે પેમ્ફલેટ આપશે. બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન ખાતે જઈને પેમ્ફલેટ આપશે. નવા મતદારોનો સંપર્ક કરી વોટ ફોર મોદી અભિયાનમાં જોડાશે. આ સાથે જ ગામડાંમાં બાઈક રેલી પણ કરવામાં આવશે. ગુજરાતમાં દરેક યુવાનોને અભિયાનમાં જોડવામાં આવશે. યુવા સંમેલન કાર્યક્રમ કરવામાં આવશે અને ભાજપમાં વોટ કરે એવી રીતે યુવા વર્ગને વાળવામાં આવશે.

ત્રિપાંખિયો જંગ જોવા મળશે મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડો સમય બાકી છે. ત્યારે આ વર્ષે પહેલીવાર ગુજરાતમાં ચૂંટણીને લઈને ત્રિપાંખિયો જંગ જોવા મળશે. જેમાં તમામ પાર્ટીઓ દ્વારા ગુજરાતમાં પોતાની સત્તા લાવવા માટે એડીચોટીનું જોર લગાવીને ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.