ETV Bharat / city

2 જુન સુધીમાં કેરળમાં થઈ શકે છે ચોમાસાનો પ્રારંભ

author img

By

Published : May 22, 2021, 2:28 PM IST

ગુજરાત રાજ્યમાં એ રીતે ચોમાસાના આગમન ક્યારે થશે તેની રાહ રાજ્યના તમામ લોકો જોડાશે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી 27મી મેથી બે જણની વચ્ચે કેરળમાં ચોમાસાની વિધિવત શરૂઆત થશે

2 જુન સુધીમાં કેરળમાં થઈ શકે છે ચોમાસાનો પ્રારંભ
2 જુન સુધીમાં કેરળમાં થઈ શકે છે ચોમાસાનો પ્રારંભ

  • નેઋત્ય ચોમાસાના આગમનની રાહ
  • ગુજરાતમાં 15થી 20 જૂની વચન ચોમાસાનો પ્રારંભ થાય તેવી હવામાન વિભાગની આગાહી
  • 27 મેથી 2 જૂનની વચ્ચે કેરળમાં થશે ચોમાસાનો પ્રારંભ

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં એ રીતે ચોમાસાના આગમન ક્યારે થશે તેની રાહ રાજ્યના તમામ લોકો જોડાશે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી 27મી મેથી બે જણની વચ્ચે કેરળમાં ચોમાસાની વિધિવત શરૂઆત થશે અને ત્યાર બાદ ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ધરતીપુત્રોમાં આનંદની લાગણી

27મીથી 2 જુનની વચ્ચે ચોમાસાનો પ્રારંભ થશે

મળેલી માહિતી પ્રમાણે, દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની સંલગ્ન દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નેઋત્ય ચોમાસાએ પ્રવેશ કરી દીધો છે. ત્યારે આગામી 27મીથી 2 જુનની વચ્ચે ચોમાસાનો પ્રારંભ થશે. અને ત્યારબાદ સાયક્લોનિક સરક્યુલેશનમાં પરિવર્તિત થઈ શકે છે. એટલે આગામી 26મી મે સવાર સુધીમાં અને પશ્ચિમ બંગાળમાં સાયક્લોનિક સરક્યુલેશનની અસરોથી વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરુપે 23-24 મેના રોજ હળવાથી મધ્યમ વરસાદ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે, આનંદ પંચમહાલ ધાંગધ્રાથી ખેડા ભાવનગર અમરેલી જેવા વિસ્તારોમાં તેના ભાગરૂપે વરસાદ વરસી શકે છે. તો રાજ્યમાં આગામી 4-5 દિવસ તાપમાનમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે.

આ પણ વાંચો: આખરે આવ્યો પ્રતિક્ષાનો અંત...ગુજરાતમાં 24 જૂનથી ચોમાસાનો થશે વિધિવત પ્રારંભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.