ETV Bharat / city

ગટર લાઈનમાં પડતા 7 વર્ષની બાળકીનું મૃત્યું, ભૂલ તંત્રની ને ભોગ બાળકીનો

author img

By

Published : Aug 5, 2022, 7:49 PM IST

Updated : Aug 5, 2022, 9:18 PM IST

ગટર લાઈનમાં પડતા 7 વર્ષની બાળકીનું મૃત્યું, તંત્રની ભૂલથી બાળકીનો ભોગ
ગટર લાઈનમાં પડતા 7 વર્ષની બાળકીનું મૃત્યું, તંત્રની ભૂલથી બાળકીનો ભોગ

મહેસાણાના વિસનગરમાં બાળકી (Mehsana Visnagar Nagar palika) ગટરની લાઈનમાં ફસાઈ જતા દોડધામ થઈ ગઈ હતી. જોકે, આ બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં (Visnagar Fire Team) આવી હતી. દોઢથી બે કલાક સુધી બાળકી અટવાઈ રહેતા તંત્ર ઊંધા માથે થઈ ગયું હતું.

મહેસાણા: મહેસાણાના વિસનગરમાં (Mehsana Visnagar Nagar palika) વરસાદી પાણી વિધ્નરૂપી સાબિત થઈ રહ્યા છે. જેમાં એક બાળકી પડી જતા દોડઘામ મચી ગઈ હતી. વિસનગરમાં શુકન હોટેલ પાસે 7 વર્ષની બાળકી ગટર લાઈનમાં ખાબકતા (Visnagar Fire Team) તંત્ર યુદ્ધના ધોરણે દોડતું થઈ ગયું હતું. જેને બહાર કાઢવા માટે આકાશ પાતાળ એક કરવા પડ્યા હતા. જોકે, બે કલાકની ભારે જહેમત બાદ બાળકીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. પણ બાળકીનું મૃત્યું થઈ ગયું છે. બાળકીને સારવાર હેતું હોસ્પિટલમાં (Refer to Hospital for Treatment) ખસેડવામાં આવી હતી. પણ બાળકી બચી શકી નહીં.

આ પણ વાંચો: ખાખી Vs ખેપિયા: અંકલેશ્વરમાં બેંક લૂંટ, સામસામું ફાયરિંગ

ટીમ કામે લાગી: આ બાળકીને શોધવા માટે નગરપાલિકાની ટીમ કામે લાગે હતી. ત્રણ જેસીબીની મદદથી ફાયર વિભાગે બાળકીને શોધવા માટે પગલાં લીધા હતા. સૌથી મોટો પડકાર એ હતો કે, વરસાદ ચાલું હોવાને કારણે ગટરલાઈનમાં પાણી ભરાવા લાગ્યું હતું. બે કલાકના અંતે બાળકી મળી આવી હતી. આ ઘટનાને લઈ રસ્તો તોડવાની કામગીરી પણ તાત્કાલિક કરવામાં આવી હતી. પણ આવી ઘટના બનતા તંત્રની લોલમલોલ સામે આવી છે. આ ઘટના સામે આવતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. રેસક્યૂ ટીમે કામગીરી કરી હતી. પણ બાળકી વરસાદી પાણીમાં અટવાઈ ગઈ હતી. જેને પછીથી બહાર કાઢવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં બાળકીઓના જીવ પર જોખમ! કુવામાંથી મળી આવેલ બાળકીનું સારવાર દરમિયાન થયું મૃત્યું

સ્થિતિ ગંભીર: જ્યારે આ બાળકીને બહાર કાઢવામાં આવી ત્યારે એની સ્થિતિ ગંભીર હતી. જેને 108 મારફતે સારવાર હેતું હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દર વર્ષે તંત્ર પ્રી-મોનસુન કામગીરીને લઈને પૈસા અને સમયનો વેડફાટ કરે છે એવું આ ઘટના પરથી કહી શકાય છે. જ્યારે પણ ધોધમાર વરસાદ પડે છે ત્યારે તંત્રની પ્રી-મોનસુન કામગીરી પાણીમાં બેસી જાય છે.

Last Updated :Aug 5, 2022, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.