ETV Bharat / city

Sokhada Haridham Controversy: સમાધાન માટે હવે આવતા મહિના સુધી જોવી પડશે રાહ

author img

By

Published : May 26, 2022, 9:31 AM IST

Sokhada Haridham Controversy: સમાધાન માટે હવે આવતા મહિના સુધી જોવી પડશે રાહ
Sokhada Haridham Controversy: સમાધાન માટે હવે આવતા મહિના સુધી જોવી પડશે રાહ

સોખડા હરિધામ મંદિરના વિવાદને (Sokhada Haridham Controversy) લઈને બેઠકોનો દોર શરૂ થયો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં સમાધાનની ત્રીજી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અનેક પાસાંઓ (HC saints Compromise meeting) પર વિસ્તૃત ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.

અમદાવાદ : સોખડા હરિધામ મંદિરમાં સત્તા અને ગાદીનો વિવાદનો સમાધાનના (Sokhada Haridham Controversy) બેઠકો ચાલુ થઈ છે. સોખડા હરિધામ સ્વામિનારાયણ મંદિરમાં વિવાદના સમાધાનને લઈને ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં સમાધાનની ત્રીજી બેઠક યોજાઈ હતી. બોમ્બે હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એમ. શાહની અધ્યક્ષતામાં આ બેઠકનો દોર શરૂ થયો હતો.

આ પણ વાંચોઃ Sokhda Haridham Swami Death: સોખડા હરિધામના સ્વામી ગુણાતીતના મૃત્યુ મામલે પીએમ રિપોર્ટમાં મોટો ખુલાસો

સમાધાનને લઈને વિસ્તૃત વિચારણા - આ બેઠકમાં પ્રેમ સ્વરૂપ સ્વામી તરફથી સમાધાન (HC saints Compromise meeting) અંગેના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સમાજની બેઠકમાં પ્રબોધ સ્વામી ગેરહાજર રહ્યા હતા. જ્યારે પ્રબોધ સ્વામીના સંતો અને વકીલો હાજર રહ્યા હતા. બીજી તરફ પ્રેમસ્વરૂપ સ્વામી અને અન્ય સંતો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સમાધાન થઈ શકે છે કે, કેમ તે તમામ પાસાઓને મુદ્દાઓ અંગે વિસ્તૃત વિચારણા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Sokhda Haridham Temple: સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીનું રહસ્યમય સંજોગોમાં નિધન

સમાધાનની આખરી ફોર્મ્યુલા - ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં સમાધાનની ચાલેલી બેઠકમાં પણ (Vadodara Sokhda Controversy) સમાધાનની આખરી ફોર્મ્યુલા હજી સુધી સિદ્ધ થઇ શકી નથી. તેના કારણે હવે 13 જૂને સમાધાન માટેની આખરી બેઠક મળશે અને 13 જૂને હાઇકોર્ટમાં મીડિએશનની કાર્યવાહીનો રિપોર્ટ પણ રજૂ કરાશે. સોખડા હરિધામ સ્વામિનારાયણ મંદિરના હવે સમગ્ર મામલે 13 જૂનના રોજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.