Vadodara Sokhda Controversy: સોખડા ગાદીપતિ વિવાદનો મામલો, આ ગામમાં પ્રબોધ સ્વામી કરી શકે છે રોકાણ

author img

By

Published : Apr 21, 2022, 5:53 PM IST

Vadodara Sokhda Controversy: સોખડા ગાદીપતિ વિવાદનો મામલો, આ ગામમાં પ્રબોધ સ્વામી કરી શકે છે રોકાણ

સોખડા ગાદીના વિવાદ વચ્ચે પ્રબોધ સ્વામી કોળી ભરથાણા ગામ (Vadodara Sokhda Controversy)માં રોકાણ કરશે તેવી વાત સામે આવી છે. ગામલોકો આ વાતથી અજાણ હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમનું કહેવું છે કે હૃદયના ઉમળકાથી તેમનું સ્વાગત કરીશું.

સુરત: સોખડા ગાદીના વિવાદ(Vadodara Sokhda Controversy) મામલે પ્રબોધ સ્વામીએ સોખડા મંદિર (sokhda mandir Vadodara) છોડ્યાની વાત સામે આવી છે. પ્રબોધ સ્વામી સુરતના કામરેજ નજીક આવેલા કોળી ભરથાણા ગામે (kolibharthana village) રોકાણ માટે આવી શકે છે તેવી સંભવિત શક્યતા છે. આ વાતથી ગામના હરિભક્તોએ પોતે અજાણ હોવાનું જણાવ્યું છે. સાથે જ જો રોકાણ માટે આવશે તો અમે તેમનું હૃદયના ઉમળકા સાથે સ્વાગત કરીશું તેવી તૈયારી બતાવી છે.

ગ્રામજનો પ્રબોધ સ્વામીના રોકાણની વાતથી અજાણ હોવાનું જણાવી રહ્યા છે.

ગ્રામજનો પ્રબોધ સ્વામીના રોકાણની વાતથી અજાણ- સોખડા ગાદીપતિનો વિવાદ (Sokhada Gadipati controversy) ચાલી રહ્યો છે. જેમાં કોર્ટ ચુકાદા બાદ પ્રબોધ સ્વામીના સંભવિત રોકાણની વાત સામે આવી રહી છે. પ્રબોધ સ્વામી કામરેજના કોળી ભરથાણા ગામે સંભવિત રોકાણ કરી શકે છે. જો કે ગ્રામજનો પ્રબોધ સ્વામીના રોકાણની વાતથી અજાણ હોવાનું જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: Vadodara Sokhda Controversy: વડોદરા હરિધામ સોખડાનો ગાદી વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ

ઉમળકાથી સ્વાગત કરીશું- હરિભક્તોએ કહ્યું કે, અમને આ અંગે કોઈ જાણ નથી, પરંતુ અલગ-અલગ મધ્યમોથી વાતો સામે આવી રહી છે. જો તેઓ ગામમાં પધારશે તો અમારું સૌભાગ્ય ગણીશું, અને દરેક હરિભક્ત મળીને પોતાની લાગણી અને આર્થિક પરિસ્થિતિ પ્રમાણે અંતરના ઉમળકાથી સ્વાગત કરીશું તેમ હરિભક્તો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: Sokhada Haridham Controversy : આખા ગામને શાંતિનો પાઠ ભણાવનારા સ્વામિનારાયણ સંસ્થાના સંતોને સત્તાનો નશો ચડતા વિવાદ

સ્વામી હરિપ્રસાદ બ્રહ્મલીન થયા બાદ વર્ચસ્વની લડાઈ- ઉલ્લેખનીય છે કે, વડોદરાના સોખડા ગામે (Sokhada Village Vadodara) સ્વામી હરિપ્રસાદ બ્રહ્મલીન થયા બાદ મંદિરની સત્તાને લઈને પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે વર્ચસ્વની (Sokhada Haridham Saints Controversy) લડાઈ શરૂ થઈ છે. હરિધામની (haridham sokhada latest news Haridham) 10,000 કરોડ રૂપિયાની સંપત્તિ અને ગાદી વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. વડોદરા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદીનો વિવાદ (Vadodara Sokhda Controversy), મંદિર સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. આમ, ભક્તો અને દર્શસનાર્થીઓ માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.