ETV Bharat / city

પરિણીતા પર 3 શખ્સોએ ગેંગરેપ ગુજાર્યો અને બાદમાં કરી હત્યા

author img

By

Published : Apr 20, 2021, 9:22 PM IST

ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી સૌ કોઈને હંફાવી રહી છે ત્યારે અમદાવાદમાં શરમજનક ઘટના ઘટી છે. જેમાં અમદાવાદમાં પરિણીતા પર દુષ્કર્મ કરી હત્યા કરવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત નરાધમોએ ગેંગરેપનો વીડિયો પણ બનાવ્યો હતો ત્યારે પોલીસે ત્રણેય નરાધમોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પરિણીતાને પાણીમાં ડ્રગ્સ આપી ગેંગરેપ ગુજારી હત્યા કરી
પરિણીતાને પાણીમાં ડ્રગ્સ આપી ગેંગરેપ ગુજારી હત્યા કરી

  • અમદાવાદમાં દુષ્કર્મ કરી હત્યાની ઘટના સામે આવી
  • પરિણીતાને પાણીમાં ડ્રગ્સ આપી ગેંગરેપ ગુજારી હત્યા કરી
  • પોલીસે ત્રણેય નરાધમોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
  • આરોપીઓએ ગેંગરેપનો વીડિયો પણ બનાવ્યો

અમદાવાદ: કોરોનાકાળમાં શરમજનક ઘટના સામે આવી છે. જ્યારે આરોપીઓએ રિક્ષામાં પ્રવાસ કરી રહેલી પરણિતાને ડ્રગ્સ આપ્યું હતું ત્યારબાદ આ હવસખોરોએ વારાફરતી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, પરંતુ ગેંગરેપનો વીડિયો પણ બનાવ્યો હતો ત્યારે પરણીતાને ડ્રગ્સ આપતી વખતે નરાધમોએ માત્રાનું ધ્યાન ન રાખતા ઓવરડોઝને કારણે પરિણીતાનું મોત થયું હતું. દાણીલીમડા પોલીસે આ મામલે 3 શખ્સો સામે ગેંગરેપ વીથ મર્ડરનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં દુષ્કર્મ કરી હત્યાની ઘટના સામે આવી

આ પણ વાંચો: અજમેરમાં ગુજરાતની યુવતી પર સામુહિક દુષ્કર્મ

ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

જ્યારે પોલીસે ત્રણેય નરાધમોને ધરપકડ કરી છે. જેમાં આરોપી રાજુ સોલંકી પોલીસનો બાતમીદાર હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી લીધી હતી. આ ઘટનામાં રાજુ સોલંકી, ઇમરાન અને શકીલ નામના શખ્સોનો હાથ હોવાનું મનાઈ રહ્યું છે. તેમની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ પણ વાંચો: અમદાવાદમાં પરિણીતા સાથે પ્રેમી અને તેના 2 મિત્રોએ આચર્યું દુષ્કર્મ

ક્યાં સુધી મહિલાઓ આવા અત્યાચારો સહન કરશે...?

સરકાર ધારા મહિલાઓની સુરક્ષાના મુદ્દે મોટી-મોટી વાતો કરવામાં આવે છે. આ ઉપરાંત પોલીસ મહિલા સુરક્ષાને લઇને સક્રિય હોવાની વાતો કર્યા કરે છે, પરંતુ મહિલા ઉપરના અત્યાચારો અટકાવી શકાયા નથી ત્યારે ક્યાં સુધી મહિલાઓ પર આવા અત્યાચારો થતા રહેશે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.