ETV Bharat / city

ગુજરાતમાં દારૂબંધી નાટક : બે વર્ષમાં 221 કરોડનો દારૂ પકડાયો છે બોલો

author img

By

Published : Jul 26, 2022, 9:56 PM IST

ગુજરાતમાં દારૂબંધી નાટક : બે વર્ષમાં 221 કરોડનો દારૂ પકડાયો છે બોલો
ગુજરાતમાં દારૂબંધી નાટક : બે વર્ષમાં 221 કરોડનો દારૂ પકડાયો છે બોલો

ગુજરાતમાં દારૂબંધી (Liquor ban in Gujarat ) હોવા છતાં અન્ય રાજ્ય કરતાં વધુ દારૂની રેલમછેલ જોવા મળે છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજિદ ચોકડીનો ઝેરી દારૂ પીતા 36ના (Death in Rojid Lattakanda ) મોત થયા છે, અને 47 લોકો સારવાર હેઠળ છે. ગુજરાતની આ ઘટનાના પડઘા ગાંધીનગરથી દિલ્હી સુધી પહોંચ્યા છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેટલો દારૂ પકડાયો ( Liquor caught in Gujarat )તે અંગે ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ.

અમદાવાદ- ગુજરાતમાં દારુબંધીના (Liquor ban in Gujarat ) અમલ વચ્ચે છેલ્લા બે વર્ષમાં વિદેશી દારૂ, દેશી દારૂ અને બિયરની બોટલ મળીને કુલ રૂપિયા 221 કરોડનો દારૂ (Liquor worth 221 crores has been seized in two years) પકડાયો છે. તેમજ ચરસ, ગાંજો, હેરોઈન, પોશના ડોડા, વિદેશી દારૂ, દેશી દારૂ, બિયરની બાટલ મળીને કુલ 606 કરોડનો નશાનો કાળો કારોબાર ઝડપાયો છે.

રોજિદની ઘટના પછી પોલીસતંત્ર જાગ્યું -ગુજરાત માર્ચમાં જ સત્તાવાર આંકડા ( Liquor caught in Gujarat )જાહેર કર્યા હતા. તે પછી પણ પોલીસ દ્વારા આ અંગે કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. બરવાળાના રોજિદ ગામની ઘટના (Rojid Hooch Tragedy) બનતાં પોલીસતંત્ર અને સરકાર સફાળી જાગી ગઈ છે. દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડવાના શરૂ કરી દીધા છે. અને રોજિદ ગામની ઘટનાની તપાસ કરવા માટે એક તપાસ કમિટીની રચના કરી છે, તે ઝડપથી તપાસ કરીને સરકારને રીપોર્ટ સોંપશે.

4046 આરોપીઓ પકડાવાના બાકી છે -ગુજરાત સરકારે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે, કે છેલ્લા બે વર્ષમાં દારૂ અને ડ્રગ્સનો કાળો કારોબાર કરતાં 4046 આરોપીઓને (Accused of the Prohibition Act) પકડવાના બાકી છે, જેમાં સૌથી વધુ 773 આરોપીઓ વલસાડના છે, કે જેઓ ફરાર થઈ ગયા છે. સુરતના 386 આરોપી, સુરેન્દ્રનગરના 206 આરોપી અને અમદાવાદના 158 આરોપીઓ પોલીસ સંકજામાંથી બહાર છે, જે પકડી શકાયા નથી. પણ હવે પોલીસતંત્ર જાગ્યું છે, અને આવા દારૂના વેપારીઓને ઝડપથી પકડશે ખરા? સરકાર પાસે આંકડા છે, તો આરોપીની વિગતો પણ હશે.

આ પણ વાંચોઃ 13 લોકો સામે ફરિયાદ, કેમિકલ સપ્લાય કરનારની કરાઈ ધરપકડ : DGP આશિષ ભાટીયા

દારૂની રેલમછેલ -ગુજરાતમાં માર્ચ, 2022 સુધીના છેલ્લા બે વર્ષમાં 215 કરોડનો વિદેશી દારૂ પકડાયો છે. 4.33 કરોડનો દેશી દારૂ અને 1.62 કરોડની બિયરની બોટલ ઝડપાઈ હતી. આમ કુલ મળીને 221.58 કરોડનો દારૂ (Liquor worth 221 crores has been seized in two years) ઝડપાયો છે, જે સ્પષ્ટપણે નિર્દેશ કરે છે કે ગુજરાતમાં દારૂની રેલમછેલ છે. આ તો પકડાયાની વિગત છે, કેટલો પીવાઈ ગયો હશે? તે આંકડા જાહેર થાય તો અન્ય રાજ્ય કરતાં આંકડો વધી શકે છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 300થી વધુ દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે જેમાં 200 જેટલી ભઠ્ઠીઓ મહિલાઓ ચલાવે છે

બોટાદમાં 83 લાખનો દારૂ અને ડ્રગ્સ ઝડપાયા -અતિમહત્વનું એ છે કે બોટાદ જિલ્લામાં ઝેરી દારૂની ઘટના ( Rojid Hooch Tragedy )બની છે, તે જિલ્લો બોટાદની જ વાત કરીએ તો ત્રણ આરોપી (Accused of the Prohibition Act) પકડાયા નથી. બોટાદ જિલ્લામાંથી 70.23 લાખનો વિદેશી દારૂ, 8.55 લાખનો દેશી દારૂ અને 3.65 લાખની બિયરની બોટલ ઝડપાઈ હતી. આમ ડ્રગ્સ અને દારૂ સાથે મળીને કુલ 83.25 લાખનો મુદ્દામાલ ( Liquor caught in Gujarat ) ઝડપાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.