કૉંગ્રેસ માત્ર પોસ્ટર યુદ્ધ રમતી હોવાનો ભાજપનો આક્ષેપ

author img

By

Published : Aug 22, 2022, 10:16 AM IST

કૉંગ્રેસ માત્ર પોસ્ટર યુદ્ધ રમતી હોવાનો ભાજપનો આક્ષેપ
કૉંગ્રેસ માત્ર પોસ્ટર યુદ્ધ રમતી હોવાનો ભાજપનો આક્ષેપ ()

વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ નેતા યમલ વ્યાસે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસે માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી અને પોસ્ટરોના માધ્યમથી 2022ની ચૂંટણી લડવા માગે છે. BJP attacks Congress Gujarat assembly election 2022 Assembly Elections 2022

અમદાવાદ : વિધાનસભાની ચૂંટણી હવે નજીક (Gujarat assembly election 2022) આવી રહી છે ત્યારે દરેક પાર્ટીઓ દ્વારા એકબીજાની પાર્ટીઓ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે દરેક પાર્ટીઓ મતદારોને ખુશ કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને હાલ પોલિટિકલ પાર્ટીઓ વચ્ચે પોસ્ટર યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ભાજપના નેતા યમલ વ્યાસે કોંગ્રેસના પોસ્ટર અંગે કહ્યું કે, કોંગ્રેસ માત્ર પોસ્ટર યુદ્ધ રમે છે તેમજ ભાજપ 27 વર્ષથી સેવા કરે છે.

ભાજપના નેતા આકરા પ્રહાર કોંગ્રેસ માત્ર પોસ્ટર યુદ્ધ રમે છે

આ પણ વાંચો પાટણમાં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે બંધ બારણે લોકસભા કોર કમિટીની યોજી બેઠક

પોસ્ટરોના માધ્યમથી ચૂંટણી લડવા માંગે છે ભાજપના નેતા યમલ વ્યાસે વધુમાં જણાવ્યું કે, જ્યારે કોંગ્રેસ નેતા સી.જે.ચાવડા નિવેદન અંગે કહ્યું કે, કોંગ્રેસનો ઘાટ નાચ ન જાણે આંગણ ટેઢા જેવો છે. કોંગ્રેસ માત્ર વાતો કરે છે. કોંગ્રેસ છેલ્લા પાંચ વર્ષમાં પ્રજાની સમક્ષ (BJP attacks Congress) ક્યાંય ગઈ નથી. કોંગ્રેસનું કોઈ કાર્યકર્તા આજે પણ કોઈ પ્રજા પાસે જતો નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી, પોસ્ટરોના માધ્યમથી તે 2022ની ચૂંટણી લડવા માંગે છે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 27 વર્ષથી ગુજરાતના લોકોની સેવા કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીનું તમામ કાર્યકર્તાઓ લોકોની વચ્ચે હોય છે. સારા સમયે, ખરાબ સમયે લોકોની વચ્ચે હોય છે સાથે ઉભા હોય છે. ત્યારે સ્વાભાવિક રીતે જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે કોંગ્રેસ હવે બોખલાઈ ગઈ છે.

આ પણ વાંચો ભાજપ સરકારના બે નેતાઓના ખાતા પરત લેવાતા કોંગ્રેસે કર્યા આકરા પ્રહારો

ગુજરાતના લોકોએ નક્કી કરવાનું યમલ વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર પોસ્ટર યુદ્ધથી ચૂંટણીમાં સફળતા મેળવવા માંગે છે પરંતુ ગુજરાતના લોકોએ નક્કી કરવાનું છે. ભાજપ કામ કરીને બતાવે છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ચૂંટણી અંતર્ગત બેઠકો કરી રહ્યા છે અને તે માટે જ તેઓ ગુજરાત પ્રવાસે આવ્યા છે. હાલમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે એટલે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જ્યારે આવનાર સમયમાં ખબર પડશે કે રાજકીય કોનું પલ્લું ભારે છે. BJP attacks Congress Gujarat assembly election 2022 Congress regarding Assembly elections Assembly Elections 2022 Gujarat Election 2022

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.