ETV Bharat / city

ગુજરાતમાં રમતગમત માટે માળખાગત સુવિધાનો અભાવ

author img

By

Published : Jul 29, 2021, 3:23 PM IST

Updated : Jul 29, 2021, 4:35 PM IST

ગુજરાતમાં ખેલ મહાકુંભ અને ખેલેગા ઈન્ડિયા જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. પરંતુ રમતવીરોને રમવા અને પ્રશિક્ષણ મેળવવા માટે જરુરી માળખાગત તાલીમ પ્રાપ્ત થવી જરુરી છે. જો કે, તે હાલ ઉપલ્બધ નથી. જેના લીધે ગુજરાતના રમતવીરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં આગળ વધી શકતા નથી.

ગુજરાતમાં રમતગમત માટે માળખાગત સુવિધાનો અભાવ
ગુજરાતમાં રમતગમત માટે માળખાગત સુવિધાનો અભાવ

  • ગુજરાતમાં રમતગમત માટે માળખાગત સુવિધાનો અભાવ
  • વિવિધ રમતોમાં રમતને અનુરુપ માળખાગત તાલીમ નથી મળતી
  • માતા-પિતા પણ શિક્ષણ પર વધારે દબાણ કરે-કોચ

અમદાવાદ: ગુજરાતમાં ખેલ મહાકુંભ દ્વારા રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. પરંતુ ગુજરાતમાં રમતવીરો અમુક પ્રકારની અસ્પષ્ટતા જોવા મળી રહી છે. જેનું કારણ એ ચે કે, જ્યારે તેઓ ખેલ મહાકુંભ અથવા રાજ્ય સ્તર, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લેતા હોય છે. ત્યારે રમતવીરો પાસે જરુરી તાલીમ માટે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ગુજરાત સરકાર કરોડો રુપિયાના વિકાસની વાત કરી રહી છે. પરંતુ જેવી રીતે રમતવીરોને તૈયાર કરવા જોઈએ, તેમના માટે તેમને માળખાગત તાલીમ નથી મલી શકતી. રમતવીરો અને તેમના કોચનું કહેવું છે કે, જો માળખાગત તાલીમ વ્યવસ્થિત આપવામાં આવે તો ગુજરાત રાજ્ય પણ દેશમાં પોતાનું નામ બનાવી શકે છે.

ગુજરાતમાં રમતગમત માટે માળખાગત સુવિધાનો અભાવ

શું કહે છે અલગ-અલગ રમતોના કોચ?

સ્વિમિંગના સીનિયર કોચ કમલેશ નાણાવટી કહે છે કે, ટોક્યો ઓલંમ્પિક તરણ સ્પર્ધામાં માના પટેલનું નામ ભારત અને ગુજરાત માટે ગર્વની વાત છે. ગુજરાતમાંથી અનેક અલગ-અલગ રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં રમતવીરોએ ભાગ લીધો છે. ગુજરાતમાં અનેક પ્રતિભાશાળી રમતવીરો છે. પરંતુ ગુજરાતમાં મળતી માળખાગત તાલીમ મ મળવાને કારણે તેમને યોગ્ય તાલીમ નથી મળી શકતી. ગુજરાતના ગામડાઓમાં રમતગમતને લઈને યોગ્ય માળખાગત તાલીમ નથી. શહેરમાં એક ક્લબ અને યોગ્ય જગ્યા છે, પરંતુ કોચની અછત નથી. ક્યાંક બાળકોના માતા-પિતા શિક્ષણ પર વધારે ભાર આપી રહ્યા છે. જેના કારણે રમતની પ્રેકટીસ નથી કરી શકતા, ગુજરાત સરકારને આ બધી બાબતો પર વિચાર કરવો જોઈએ અને એક ઉચિત માળખાગત તાલીમનું નિર્માણ કરવું જોઈએ અને રમતવીરોને પ્રોત્સાહન પુરુ પાડવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. જેનાથી ગુજરાતના રમતવીરો પણ પોતાની પ્રતિભાથી ગુજરાતનું નામ રોશન કરી શકશે.

આ પણ વાંચો: ઓલિમ્પિકમાં ભારતનું પહેલુ સિલ્વર મેડલ લાવી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ

માતા-પિતાન દ્વારા શિક્ષણ માટે વધારે દબાણ

ફૂટબોલ, ટેબલ ટેનિસ અને લોંગ ટેનિસના કોચે જણાવ્યું છે કે, ગુજરાતમાં માતા-પિતાની માનસિકતા શિક્ષણની રહી છે. જેને બદલવાની જરૂર છે. બાળકોમાં યોગ્ય પ્રતિભા છે. તેઓ રમતમાં પણ આગળ વધવા માંગે છે તેઓને રમતની જરૂર પડે તે માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મળે છે. યોગ્ય તાલીમ માટે યોગ્ય કોચની જરુર છે, જે યોગ્ય તાલીમ આપી શકે તેવા કોચ મળવા મુશ્કેલ છે, બીજી તરફ માતા-પિતા રમતવીરોને શિક્ષણ માટે વધારે ભાર આપે છે. ફૂટબોલ જેવી રમતોમાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધીરે ધીરે પ્રગતિ કરી રહ્યું છે પરંતુ ખેલાડીઓએ પણ આગળ આવવું જોઈએ જેથી ગુજરાતના ખેલાડીઓ દેશ-વિદેશમાં પોતાનું નામ રોશન કરી શકે.

Last Updated : Jul 29, 2021, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.