ETV Bharat / city

IND vs WI : કે.એલ.રાહુલ અને અક્ષર પટેલ વેસ્ટઇન્ડિઝ સામે રમાનાર ટી-20 શ્રેણીમાંથી બહાર

author img

By

Published : Feb 11, 2022, 9:25 PM IST

વાઈસ-કેપ્ટન કે.એલ.રાહુલ અને ઓલરાઉન્ડર અક્ષર પટેલ (India West Indies Match) 16મી ફેબ્રુઆરી, 2022થી કોલકાતામાં રમાનારી વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી 3 મેચની ટી-20 શ્રેણીમાંથી (KL Rahul and Akshar Patel out of T20 series) બહાર થઈ ગયા છે.

IND vs WI : કે.એલ.રાહુલ અને અક્ષર પટેલ વેસ્ટઇન્ડિઝ સામે રમાનાર ટી-20 શ્રેણીમાંથી બહાર
IND vs WI : કે.એલ.રાહુલ અને અક્ષર પટેલ વેસ્ટઇન્ડિઝ સામે રમાનાર ટી-20 શ્રેણીમાંથી બહાર

અમદાવાદ : ભારત અને વેસ્ટઇન્ડિઝની આગામી (India West Indies Match) 3 ટી-20 મેચ કોલકાતા ખાતે અનુક્રમે 16, 18 અને 20 ફેબ્રુઆરીએ યોજાશે, જેમાં વાઈસ-કેપ્ટન કે.એલ.રાહુલ અને ઓલરાઉન્ડર અક્ષર પટેલ આ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.

આ પણ વાંચો: India West Indies Match : BCCI ના સેક્રેટરી જય શાહે અંડર 19 ક્રિકેટ વિશ્વકપ વિજેતા સાથે બેસીને મેચ નિહાળી

ફિલ્ડિંગ દરમિયાન કે.એલ.રાહુલને ઇજા થઇ હતી

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે યોજાયેલ બીજી વન-ડે મેચમાં ફિલ્ડિંગ દરમિયાન કે.એલ.રાહુલને ડાબા હાથના (injured KL Rahul)ઉપરના ભાગે ઇજા થઇ હતી, જ્યારે અક્ષર પટેલ તાજેતરમાં કોરોના સંક્રમણમાંથી સાજો થયેલ છે. તેઓ હવે નેશનલ ક્રિકેટ એકેડમી બેંગલુરુ (National Cricket Academy Bengaluru) ખાતે જશે. ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ રુતુરાજ ગાયકવાડ અને દીપક હુડાને રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કર્યા છે.

આ પણ વાંચો: Tata IPL 2022: અમદાવાદની ટીમનું સત્તાવાર નામ જાહેર, ટીમ આ નામ સાથે મેદાનમાં ઉતરશે

ભારતની વેસ્ટઇન્ડિઝ સમક્ષ ટી-20 ટીમ

ભારતની T20 ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્ય કુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ-કીપર), વેંકટેશ અય્યર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યજુવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, રૂતુરાજ ગાયકવાડ, દીપક હુડા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.