ETV Bharat / city

દિલ્હી જવા માટે રવાના થાય તે પહેલા PM મોદીની અઢી કલાક બેઠક

author img

By

Published : Aug 29, 2022, 11:01 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવા માટે રવાના થાય તે પહેલા કમલમ ખાતે કોર કમિટીના સભ્યો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. ત્યારે શા માટે આ બેઠક મળી હતી જૂઓ.. kamalam BJP Core Committee meeting Pm Modi Gujarat visits, Gujarat Assembly Election 2022

દિલ્હી જવા માટે રવાના થાય તે પહેલા PM મોદીની અઢી કલાક બેઠક
દિલ્હી જવા માટે રવાના થાય તે પહેલા PM મોદીની અઢી કલાક બેઠક

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે હતા. જોકે તેઓ દિલ્હી જવા માટે રવાના થાય તે પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોર કમિટીના સભ્યો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક અઢી કલાક ચાલી હતી. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (PM meeting with BJP workers) લઈને કેટલું બફાતું હોય તેવું સૂત્રો અનુસાર માહિતી મળી રહી હતી.

વડાપ્રધાન મોદીએ કમલમ ખાતે કોર કમિટીની બેઠક યોજી, અઢી કલાક ચાલી બેઠક

આ પણ વાંચો 7500 મહિલાઓ દ્વારા એક સાથે ચરખા કાંતણ, અદભૂત દ્રશ્યો સર્જાયા
વડાપ્રધાને યાદ કર્યા જુના દિવસો કમલમ ખાતે કોર કમિટીના સભ્યો સાથે બેઠકમાં લગભગ અઢી કલાક ચાલી હતી. જે અંગે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાત આવે છે, ત્યારે ગુજરાતની જનતાને કંઈકને કંઈક ભેટ આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi visits Kamalam) કચ્છમાં સ્મૃતિ વનનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેઓ ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં આવ્યા હતા. જ્યાં તેમને એક વિનંતી કરવામાં આવી હતી કે તેઓ કમલમ ખાતે આવે અને કોર કમિટીના સભ્ય સાથે થોડો સમય વિતાવે. જેથી વડાપ્રધાન મોદી કમલમ ખાતે આવ્યા હતા.

PMની કમલમ ખાતે બેઠક
PMની કમલમ ખાતે બેઠક

આ પણ વાંચો વડાપ્રધાન મોદીએ અટલ ફૂટઓવર બ્રીજનું લોકાર્પણ કર્યું, આવી છે એની ખાસિયતો

કમલમ વડાપ્રધાનનું ઘર જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પોતાના જીવનની અનેક વાતો કરી હતી. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી માટે અત્યાર સુધીમાં જે પણ કાર્યકર નેતાઓએ તેમનું યોગદાન આપ્યું છે. તેને પણ તેઓએ યાદ કર્યા હતા. જ્યારે સ્મૃતિ વન અંગે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, તમામ લોકો એકવાર સ્મૃતિ વનની મુલાકાત લેવી જોઈએ. તે માટે કાર્યકર્તાઓને પણ માહિતગાર કરવામાં આવશે. વડાપ્રધાનને મળવાનો મોકો મળ્યો એ અમારા માટે સદભાગ્યની વાત છે. વડાપ્રધાન કમલમને પોતાનું ઘર માની રહ્યા છે. Gujarat Assembly Election 2022, kamalam BJP Core Committee meeting Pm Modi Gujarat visits

PM મોદી ગુજરાતના પ્રવાસે
PM મોદી ગુજરાતના પ્રવાસે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.