ETV Bharat / city

Ahmedabad Serial Blast : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008નો આજે કોર્ટમાં ચુકાદો

author img

By

Published : Feb 7, 2022, 10:28 PM IST

Updated : Feb 8, 2022, 6:31 AM IST

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો આવતીકાલે (Judgment of Ahmedabad Serial Blast) ચુકાદો આવશે. આશરે 14 વર્ષ પછી 2008માં અમદાવાદ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad Serial Blast) સિટી સેશન કોર્ટ ચુકાદો સંભળાવી શકે છે.

Ahmedabad Serial Blast : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008નો આવતી કાલે સિટી સેશન કોર્ટમાં ચુકાદો
Ahmedabad Serial Blast : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008નો આવતી કાલે સિટી સેશન કોર્ટમાં ચુકાદો

અમદાવાદ : 26 જુલાઈ 2008માં થયેલા (Ahmedabad Serial Blast) અમદાવાદના સિરિયલ બ્લાસ્ટનો આજે મંગળવારે ચુકાદો આવવાનો (Judgment of Ahmedabad Serial Blast) છે. અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટની સ્પેશિયલ કોર્ટમાં (City Sessions Court) ચુકાદો અપાશે.

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008નો આવતી કાલે સિટી સેશન કોર્ટમાં ચુકાદો

શુ હતો સમગ્ર મામલો ?

સમગ્ર કેસની વિગત જોઈએ તો, 2008ના રોજ સિરિયલ બ્લાસ્ટની આ ઘટનામાં અમદવાદમાં અલગ અલગ 21 સ્થળોએ 20 શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. આ સિરિયલ બ્લાસ્ટમાં 56થી વધુ લોકોના મોત અને 244 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો: Ahmedabad Serial Blast : અમદાવાદ 2008 સિરિયલ કેસનો આજે હતો ચુકાદો, પરંતુ આ કારણોથી રખાયો મુલતવી

આરોપીઓ સામેં 548 ચાર્જશીટ ફાઇલ થયેલી

આ કેસના મુખ્ય વકીલ અમિત પટેલે જણાવ્યું હતું કે, આ કેસમાં પુરાવા મળવાની 2012માં શરૂઆત થઈ હતી. આ બાદ, 2020માં નામદાર કોર્ટે ફર્ધર સ્ટેટમેન્ટ લેવાના શરૂ કર્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં તપાસ દરમિયાન આરોપી સામેં 548 ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. આ ઉપરાંત, બચાવ પક્ષ તરફથી પણ 7 સાક્ષીઓની જુબાની લેવાઈ ચૂકી છે. આખરે આ કેસમાં આજે મંગળવારે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે.

આ પણ વાંચો: અંકલેશ્વરની GIDCમાં ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતા 2 કામદારો મોતને ભેટ્યા

આ બ્લાસ્ટ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની

આ કેસમાં ઇકબાલ, યાસીન અને રિયાઝ માસ્ટરમાઇન્ડ હતા. આ બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધીમાં 1163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચૂકી છે, જ્યારે બીજા 237 સાક્ષીઓને સરકાર દ્વારા પડતા મૂકવામાં આવ્યા છે.

Last Updated : Feb 8, 2022, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.