ETV Bharat / city

Jagdish Thakor Minority Controversy : VHPના 'હજ હાઉસ' વિરોધ બાદ ઠાકોરના બચાવ માટે કોંગ્રેસ મેદાને પડી

author img

By

Published : Jul 22, 2022, 8:14 PM IST

Updated : Jul 22, 2022, 8:49 PM IST

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Gujarat Congress President Jagdish Thakor ) એક સંમેલનમાં માઇનોરિટીના હક વિશે વિવાદી નિવેદન આપી દીધું હતું. આ સંદર્ભે ગુજરાતનું રાજકીય વાતાવરણ (Jagdish Thakor Minority Controversy) ગરમાઇ ગયું છે. તેમના નિવેદન સામે ઉગ્ર પ્રતિક્રિયા પણ સામે આવી હતી, જ્યારે રાજીવ ગાંધી ભવન ખાતે હજ હાઉસ લખવામાં આવ્યું અને નેતાઓના પોસ્ટરો પર કાળો સ્પ્રે ફેરવી દેવામાં આવ્યો.

Jagdish Thakor Minority Controversy : વીએચપીના વિરોધ બાદ ઠાકોરના બચાવ માટે કોંગ્રેસ મેદાનમાં ઉતરી
Jagdish Thakor Minority Controversy : વીએચપીના વિરોધ બાદ ઠાકોરના બચાવ માટે કોંગ્રેસ મેદાનમાં ઉતરી

અમદાવાદ- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો માહોલ સમય પહેલાં જ જામી ચૂક્યો છે. રાજકીય પક્ષો અને નેતાઓની ચહેલપહેલ એવી તેજ બની છે કે ચોમાસાના સુસ્ત વાતાવરણમાં પણ નિવેદનબાજીઓની ગરમાહટ વ્યાપી ગઇ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ પ્રમુખ જગદીશ ઠાકોરે (Gujarat Congress President Jagdish Thakor )બે દિવસ પહેલાં અમદાવાદના લો ગાર્ડનમાં એક ખાનગી હોલમાં લઘુમતી કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાં હાજરી આપી હતી. જ્યાં ઠાકોરે લઘુમતીઓનો દેશ પર વિશેષ હક હોવાનું કહેવા (Jagdish Thakor Minority Controversy) સાથે કહ્યું હતું કે કોંગ્રેસે હંમેશા લઘુમતીઓને ટેકો આપ્યો છે અને તેની વિચારધારા ક્યારેય બદલી નથી, પછી ભલે તે સત્તા પર હોય કે ન હોય.

જગદીશ ઠાકોરે છંછેડ્યો વિવાદનો મધપૂડો

વીએચપીની ઉગ્ર પ્રતિક્રિયા -જગદીશ ઠાકોરના નિવેદનેે વિશ્વ હિન્દુ પરિષદની બજરંગ દળની ઉગ્ર પ્રતિક્રિયા (VHP Protest at GPCC ) જન્માવી હતી વીએચપી-વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વહેલી સવારે અમદાવાદમાં પાલડી સ્થિતિ જીપીસીસી -રાજીવ ગાંઘી ભવન મુખ્યાલયની બહારની દીવાલો પર તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો જ્યાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સહિતના ઉચ્ચ નેતાઓના પોસ્ટરો લગાવેલાં છે તેના પર કાળો સ્પ્રે ફેરવી દીધો હતો. આટલેથી ન અટકતાં પાર્ટી કાર્યાલયનું નામ બદલીને 'હજ હાઉસ' લખી નાંખ્યું હતું. બજરંગ દળના કાર્યકરોએ દિવંગત પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર હજ હાઉસના સ્ટીકરો પણ ચોંટાડ્યા હતાં. વહેલી સવારે કોગ્રેસના સોનિયા ગાંધી ,જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા,રઘુ શર્મા ફોટો પર કાળો સ્પ્રે લગાવીને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં ગુજરાત કૉંગ્રેસ સમિતિ ઓફિસ બહાર દીવાલ પર ગુજરાત કૉંગ્રેસ સમિતિ નહીં પણ હજ હાઉસ લખવામાં આવ્યું હતું.

વિરોધનું કારણ દર્શાવતી વીએચપી- પોતાના આવા કાર્ય વિશે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે "ગુજરાત કોંગ્રેસના પ્રમુખે કહ્યું હતું કે દેશના સંસાધનો પર લઘુમતીઓનો પહેલો દાવો છે. આ પક્ષ એક તરફ બિનસાંપ્રદાયિકતા અને સમાનતાની વાત કરે છે અને પછી મત માટે તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. અમે આ ધર્મ કેન્દ્રિત રાજકારણની વિરુદ્ધ છીએ કારણ કે તેનાથી વિભાજન થાય છે સમાજમાં. આ દેશ તમામ 135 કરોડ નાગરિકોનો છે," કોંગ્રેસ કેટલાક સમુદાયનું તુષ્ટિકરણ કરે છે તેની સામે અમારી લાગણી દુભાઇ છે. તેથી કોંગ્રેસના અધ્યક્ષની ટિપ્પણીનો વિરોધ (VHP Protest at GPCC ) દર્શાવ્યો છે. વિડીયોમાં જોઇ શકાય છે કે તેઓ કોંગ્રેસ કાર્યાલયની દીવાલો પર સ્પ્રે કરીને "હજ હાઉસ" લખે છે અને નેતાઓના બેનરો પરના ફોટાનો તિરસ્કાર કરી રહ્યાં છે.બજરંગ દળના કાર્યકર્તાઓના જૂથે આજે વહેલી સવારે જીપીસીસીની અંદર અને બહાર પોસ્ટરો ચોંટાડીને મુખ્યાલયનું નામ બદલીને 'હજ હાઉસ' પણ લખ્યું હતું. મુખ્ય દરવાજો બંધ હોવાથી તેઓએ દરવાજા પર પણ પોસ્ટર ચોંટાડ્યા હતાં..

જગદીશ ઠાકોરે શું કહ્યું હતું- જગદીશ ઠાકોરે (Gujarat Congress President Jagdish Thakor ) ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના મંતવ્યોને યાદ કરી સમર્થન આપતાં જણાવ્યું (Jagdish Thakor Minority Controversy) હતું કે દેશના સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર હોવો જોઈએ. તેમણે લઘુમતી સમુદાયો માટે ચૂંટણી ઢંઢેરાની પણ હાકલ કરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસે હંમેશા લઘુમતીઓને ટેકો આપ્યો છે અને તેની વિચારધારાને ક્યારેય બદલી નથી, પછી ભલે તે સત્તા પર કબજો કરે કે ન કરે.

શહેઝાદ પૂનાવાલાએ શેર કર્યો વિડીયો- વાત ત્યારે રાજકીય રંગ પકડી ગઇ જ્યારે જગદીશ ઠાકોરના (Jagdish Thakor Minority Controversy) આ ભાષણને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કોંગ્રેસના નેતાના ભાષણનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો અને કહ્યું: “આ વિચારો અને કાર્યોમાં તફાવત છે. ભાજપ અને પીએમ મોદી માટે - દેશના સંસાધન પર ગરીબોનો પ્રથમ અધિકાર છે કોંગ્રેસ માટે - તિજોરી/સંસાધન પર પ્રથમ અધિકાર એક સમુદાયનો છે! કોંગ્રેસના ગુજરાત પ્રમુખ ડૉ.મનમોહન સિંઘના નિવેદનને સમજાવે છે અને વિસ્તૃત કરે છે.”

કોંગ્રેસના પ્રવક્તા અને નેતાની આ મામલે પ્રતિક્રિયા -કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પક્ષના રાજ્ય એકમ મુખ્યાલય - રાજીવ ગાંધી ભવન - પર વીએચપીના હુમલાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેઓ અતિક્રમણની ફરિયાદ નોંધાવવાનું વિચારી રહ્યા છે. તો પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જગદીશ ઠાકોરના (Jagdish Thakor Minority Controversy) નિવેદનને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું હતું.

ઈટીવી ભારત દ્વારા ગુજરાત ભાજપ અને અમદાવાદ શહેર ભાજપના નેતાઓનો આ મુદ્દે પ્રતિક્રિયા બાબતે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે કંઇપણ બોલવાથી ભાજપના નેતાઓએ બચવાનું વલણ (Jagdish Thakor Minority Controversy) અપનાવ્યું હતું.

Last Updated : Jul 22, 2022, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.