ETV Bharat / city

Jagannath Temple Ahmedabad: ભગવાન જગન્નાથને શિયાળામાં પહેરાવાયા આ ખાસ વસ્ત્રો

author img

By

Published : Jan 1, 2022, 4:15 PM IST

અમદાવાદના જગન્નાથ મંદિર (Jagannath Temple Ahmedabad)માં ભગવાનને શિયાળાનો વેશ (winter dress for lord krishna) ધારણ કરાવાયો છે. કૃષ્ણ મંદિરોમાં ભગવાનની સેવા (krishna temple in ahmedabad)નું ખાસ મહત્વ છે. જગન્નાથ મંદિરમાં ભગવાનને રથયાત્રા (jagannath rath yatra ahmedabad) સમયે સોનાવેશ, જન્માષ્ટમીએ બાળવેશ વગેરે ધારણ કરાવવામાં આવતો હોય છે.

Jagannath Temple Ahmedabad: ભગવાન જગન્નાથને ધારણ કરાયા શિયાળાના વસ્ત્રો
Jagannath Temple Ahmedabad: ભગવાન જગન્નાથને ધારણ કરાયા શિયાળાના વસ્ત્રો

અમદાવાદ: ભારત મોસમી આબોહવા ધરાવતો (climate seasons in india) દેશ છે. અહીં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 પ્રકારની ઋતુ અનુભવાય છે. ઋતુ પ્રમાણે લોકો ખોરાક અને પોષાક ધારણ કરે છે. ભારતીય લોકોના જીવનમાં ધર્મ અને ઈશ્વરનું સ્થાન (god and religion in life of Indians) સૌથી ઊંચું છે. તેઓ ઈશ્વરની મૂર્તિને સાક્ષાત ઈશ્વર જ માનીને તેમની પૂજા (idol worship in Hinduism) કરે છે.

મૂર્તિમાં કરાય છે પ્રાણ પ્રતિષ્ઠા

મંદિર ઈશ્વરનું નિવાસસ્થાન છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરતા પહેલા તેમાં પ્રાણપ્રતિષ્ઠા (establishment of idol of god in Hinduism) કરાય છે. એટલે જે તે દેવનું મૂર્તિમાં શાસ્ત્રોક્ત વિધાન દ્વારા આહ્વાન કરાય છે, ત્યારબાદ તેની પૂજા થાય છે. એટલે જ ભારતના લોકો મંદિરમાં સ્થાપિત મૂર્તિને જીવંત દેવ ગણે છે. તેની પૂજા, અર્ચના અને સેવા કરે છે. માણસ તરીકે તેઓ ઈશ્વરને પ્રિય એવા ભોગ ધરાવે છે, જેમાં ભોજન, કપડાં, અત્તર, પાન , ધૂપ વગેરેનો સમાવેશ થાય છે. ભગવાનને સહેજ પણ તકલીફ ન પડે તેનું ધ્યાન રખાય છે. એટલે જ તેઓ સતત ઈશ્વરની નિત્ય સેવામાં રહે છે.

આ પણ વાંચો: 4 મહિના બાદ પુરી જગન્નાથ મંદિર બધા ભક્તો માટે ફરી ખુલ્યું

જગન્નાથને ગરમ કપડા

ભગવાનને ઠંડી ન લાગે તે માટે અમદાવાદમાં પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભગવાનને શિયાળાના વસ્ત્રો પહેરાવાયા.

અત્યારે જ્યારે દેશમાં શિયાળાની ઋતુ (Winter season in India 2021-22) ચાલી રહી છે, ત્યારે ભગવાનને ઠંડી ન લાગે તે માટે અમદાવાદમાં પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભગવાનને શિયાળાનો પહેરવેશ(winter dress for lord krishna) પહેરાવવામાં આવ્યો છે. ખાસ કરીને કૃષ્ણ મંદિરો (krishna temple in ahmedabad)માં ભગવાનની સેવાનું અનેરું મહત્વ છે. ભક્તો તેમને પ્રેમભાવથી જોતા હોય છે. જગન્નાથ મંદિરમાં અનેક ઉત્સવોમાં ભગવાનને રથયાત્રા સમયે સોનાવેશ, જન્માષ્ટમીએ બાળવેશ વગેરે ધારણ કરાવવામાં આવતો હોય છે. ભક્તો આ રૂપના ભાવપૂર્વક દર્શન કરે છે.

આ પણ વાંચો: Happy new year: અમદાવાદમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ મંદિરોમાં ભક્તો ભગવાનના દર્શનાર્થે ઉમટ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.