ETV Bharat / city

નારી શક્તિને સલામઃ બહાદુરીનો રાષ્ટ્રપતિ એવોર્ડ જીતનાર આનંદીબહેન પટેલનું રાજકીયક્ષેત્રે મોટુ યોગદાન

author img

By

Published : Aug 10, 2022, 6:17 AM IST

ભારત દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી (azadi ka amrit mahotsav) કરી રહ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે (Har ghar tiranga champion) 15 ઓગસ્ટે રાજકીય ક્ષેત્રે જે મહિલાઓએ (Nari Shkati) યોગદાન આપ્યું છે, તેમને યાદ કરવા પડે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલના ઉત્તરપ્રદેશના ગર્વનર આનંદીબહેન પટેલનું નામ મોખરે આવે છે. આવો જાણીએ આનંદીબહેન પટેલની રાજકીય સફર... (first woman CM of Gujarat Anandiben Patel)

નારી શક્તિને સલામ
નારી શક્તિને સલામ

અમદાવાદ : આઝાદીના અમૃત મહોત્સવ (azadi ka amrit mahotsav) દરમિયાન હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ (Nari Shkati) વિશે જાણવું એ ખુબ જ જરૂરી બની જાય છે. ત્યારે તેમની કારકિર્દી કેવી શરૂ થઈ...તેમનો જન્મ 1941માં ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોદ ગામે થયો હતો. તેમના પરિવારમાં ભણતરને વધુ મહત્વ અપાતું હતું. 1967થી 1970 સુધી અમદાવાદના મોહિનિબા કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું, તેમણે ઉચ્ચ માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત ભણાવ્યું હતું (first woman CM of Gujarat Anandiben Patel) અને ત્યારબાદ તેઓ આ શાળાના આચાર્ય બન્યા હતા. 1987માં આનંદીબહેન પટેલ ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા હતા.(Har ghar tiranga champion)

સરદાર સરોવરમાં બે છોકરીઓને ડૂબતી બચાવી : વધુ એક રસપ્રદ વાત એ છે કે, 1987માં આનંદીબહેન શાળાની પિકનિક પર સરદાર સરોવર ગયા હતા. ત્યાં શાળાની પિકનિક દરમિયાન ડૂબતી બે છોકરીઓને બચાવવા માટે સરદાર સરોવરમાં કૂદી પડ્યા હતા. આમ, તેમણે બે છોકરીઓને બચાવી હતી. જેમાં તેમને રાષ્ટ્રપતિનો બહાદુરીનો એવોર્ડ મળ્યો હતો. આનંદીબહેન પટેલની વીરતાને (first woman CM of Gujarat Anandiben Patel) જોઈને ભાજપના ટોચના કેડરે પાર્ટીમાં જોડાવાનું સૂચન કર્યું હતું. તે વખતે કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીની સમજાવટથી તેઓ ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ તરીકે ભાજપમાં જોડાયા હતા. ( Indian Independence Day )

આ પણ વાંચો : Har Ghar Tiranga : વડોદરાનો સૌથી ઊંચો તિરંગો 15 ઓગસ્ટે ફરકાવાશે ખરો?

2002થી 2007 સુધી શિક્ષણપ્રધાન : 2007માં આનંદીબહેન પટેલ પાટણ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડ્યા હતા. આ બાદ, તેઓ કોંગ્રેસના ઉમેદવારને હરાવીને જીત્યા હતા. તે અગાઉ 2002થી 2007 સુધી તેઓ શિક્ષણ વિભાગમાં કેબિનટ પ્રધાન રહ્યા હતા. તેઓ ત્રીજા કાર્યકાળમાં રોડ અને મકાન તેમજ રાજસ્વ વિભાગનું કાર્ય સોંપવામાં આવ્યું હતું.

ઘાટલોડિયા બેઠક પર સૌથી વધુ મતથી જીત્યા : 2012માં આનંદીબહેન ઘાટલોડિયા વિધાનસભા (Ghatlodia assembly seat) વિસ્તારમાંથી ચૂંટણી લડીને 1,75,000થી વધુ મતના અંતરથી જીત્યા હતા. આ માર્જિન સૌથી વધુ હતો. તેમને રોડ અને મકાન, મહેસૂલ, શહેરી વિકાસ અને શહેરી આવાસ પ્રધાન બન્યા હતા.

આ પણ વાંચો : આઝાદી કા અમૃત મહોત્સવ: સી.વી.રામન, જેમણે પ્રોફેસર બનવા માટે સરકારી નોકરી છોડી

2014માં ગુજરાતના 15માં મુખ્યપ્રધાનના શપથ લીધા : 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત પછી નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા હતા, જે બાદ આનંદીબહેન પટેલ ગુજરાતના 15માં મુખ્યપ્રધાન બન્યા હતા. તેઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન હતા. તેમણે 7 ઓગસ્ટ, 2016 સુધી પોતાનો પદભાર સંભાળ્યો હતો.

ઘાટલોડિયા બેઠક ભૂપેન્દ્ર પટેલને આપી : 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આનંદીબહેન પટેલ ચૂંટણી લડયા ન હતા. તેમની ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડ્યા અને ખૂબ સારી બહુમતીથી ચૂંટણી જીત્યા હતા. આજે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન છે.

આ પણ વાંચો : ઓળખો છો આ ગુજરાતી મહિલા સ્વતંત્રતા સેનાનીને, નાનપણથી જ દેશસેવામાં જોડાયા

મધ્યપ્રદેશ અને છત્તીસગઢના રાજ્યપાલ : 2018માં આનંદીબહેન પટેલને મધ્યપ્રદેશ અને છત્તીસગઢના રાજ્યપાલ બનાવાયા હતા. તેઓ સપ્ટેમ્બર 2016 સુધી વધારોના કાર્યભાર સંભાળ્યો હતો. આ બાદ, ઓગસ્ટ 2019માં છત્તીસગઢના ગવર્નર બન્યા હતા.

હાલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ : 2019માં આનંદીબહેન પટેલ ઉત્તરપ્રદેશના ગવર્નર બન્યા અને આજે પણ તેઓ યુપીના રાજ્યપાલનો કાર્યભાર સંભાળી રહ્યા છે. તેમની દીકરી અનાર પટેલ પણ આનંદીબહેન સાથે રહીને રાજકારણના પાઠ ભણી રહી છે. આનંદીબહેન જેવી જ તેમની દીકરી અનાર પટેલ છે. તેમના પતિનું નામ મફતભાઈ પટેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.