ETV Bharat / city

ગુજરાતની સિદ્ધિ: પ્લાસ્ટિકમુક્તિ માટેના સંશોધનની પેટન્ટને ભારત સરકારે આપી મંજૂરી

author img

By

Published : Aug 1, 2022, 3:53 PM IST

ગુજરાતની સિદ્ધિ: પ્લાસ્ટિકમુક્તિ માટેના સંશોધનની પેટન્ટને ભારત સરકારે આપી મંજૂરી
ગુજરાતની સિદ્ધિ: પ્લાસ્ટિકમુક્તિ માટેના સંશોધનની પેટન્ટને ભારત સરકારે આપી મંજૂરી

અમદાવાદમાં આવેલી ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવા માટે અનેક પ્રકારના રિસર્ચ (GTU research on Plastic free ) કરી રહી છે. તેવામાં GTU સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીના પ્રોફેસરે (Research by Professor Graduate School of Pharmacy GTU) પોતાના સંશોધન અંગેની પેટન્ટને ભારત સરકારે મંજૂરી (Patent for plastic free) આપી છે. તો શું છે તેની વિશેષતા જોઈએ.

અમદાવાદઃ કેન્દ્ર સરકારે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ (Ban on single use plastic) મૂક્યો છે. ત્યારે પર્યાવરણની ઈકો સિસ્ટમને (Eco system of environment) જાળવી રાખવા રોજિંદા જીવનમાં પણ પ્લાસ્ટિકનો નહીંવત ઉપયોગ થાય તે દરેકની મૂળભૂત ફરજ છે. આવામાં અમદાવાદની ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીએ પણ વ્યવહારિક જીવનમાં પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવા અનેક પ્રકારના રિસર્ચ અને ઈનોવેશન (GTU research on Plastic free) કર્યા છે.

પ્રોફેસરે કર્યું સંશોધન - ફાર્મા પ્રોડક્ટ્સમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક અંગે GTU સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના (Research by Professor Graduate School of Pharmacy GTU) પ્રોફેસર ડો. કશ્યપ ઠુમ્મરે (GTU Professor Dr Kashyap Thummar) એક સંશોધન કર્યું છે. હવે ભારત સરકારે આ સંશોધનની પેટન્ટને 20 વર્ષ માટે મંજૂર (Patent for plastic free) કરી છે. જોકે, પ્રોફેસર ઠુમ્મરે આ પ્રોડક્ટ GTUના કુલપતિ ડો. નવીન શેઠના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી છે. ફાર્મા પ્રોડક્ટસની પેકેજીંગમાં વપરાતા પ્લાસ્ટિક અને સમયાંતરે પ્રોડક્ટમાં આ પ્લાસ્ટિક ભળી જવા અંગેનું તેમનું સંશોધન છે.

GTUના કુલપતિના માર્ગદર્શન હેઠળ કર્યું સંશોધન
GTUના કુલપતિના માર્ગદર્શન હેઠળ કર્યું સંશોધન

આ પણ વાંચો- પ્લાસ્ટિકના કપની જગ્યાએ અપનાવી પ્રાચીન રીત...

પ્લાસ્ટિક કેટલું નુકસાનકારક સાબિત થાય છે - ડો. કશ્યપ ઠુમ્મરે (GTU Professor Dr Kashyap Thummar) જણાવ્યું હતું કે, ફાર્મા પ્રોડક્ટસના પેકેજિંગમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક કન્ટેનરમાંથી પ્રોડક્ટસમાં ભળતા પ્લાસ્ટિકનું પ્રમાણ હાઈ પરફોર્મન્સ થીન લેયર ક્રોમેટોગ્રાફી ટેકનિક દ્વારા શોધવામાં આવ્યું છે. ગ્લોબલ રિસર્ચ દ્વારા જાણવા મળે છે કે, પ્લાસ્ટિક જો આપણા શરીરમાં લાંબો સમય સુધી સંપર્કમાં રહે તો પ્લાસ્ટિક દ્વારા વિવિધ આડઅસરો જોવા મળે છે. જેમ કે, હોર્મોનનું અસંતુલન નંપુસકતા, પાચનતંત્ર અને કેન્સર જેવા જીવલેણ રોગો પણ થઈ શકે છે.

GTUના પ્રોફેસરે કર્યું સંશોધન
GTUના પ્રોફેસરે કર્યું સંશોધન

પ્લાસ્ટિક અને તેની પ્રોડક્ટ્સ પર સંશોધન - ડો. કશ્યપ ઠુમ્મરે (GTU Professor Dr Kashyap Thummar) વધુમાં ઉંમેર્યું હતું કે, ફાર્મા પ્રોડક્ટસના પેકેજિંગ માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક અને તેની પ્રોડક્ટસ ઉપર સંશોધન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, કોઈ પણ દવાનું પેકેજિંગ બદલાતા વાતાવરણથી પ્રોડક્ટ્સનું રક્ષણ કરે છે, પરંતુ જો પેકેજીંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરેલો હોય તો તે પ્લાસ્ટિક તેમાં રહેલી પ્રોડક્ટ્સમાં સમયાંતરે ભળી જાય છે. આથી આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે તો તે આરોગ્ય માટે નુકસાનકારક છે.

આ પણ વાંચો- આ નવું આવ્યું, ચા પીવો પણ કપ ફેંકવાના બદલે ખાઈ જાવ

ટેકનિકથી જાણી શકાય છે - આ સંશોધન દ્વારા સરળ, ઝડપી અને ઓછા ખર્ચમાં પ્રોડક્ટમાં રહેલું પ્લાસ્ટિક કન્ટેન્ટનું પ્રમાણ HPTLC ટેકનિકથી જાણી શકાય છે, જેને ભારત સરકારના પેટન્ટ વિભાગ દ્વારા મંજૂર કરીને 20 વર્ષ માટે આ પેટન્ટ GTUને મંજૂર કરવામાં (Patent for plastic free) આવી છે. આ રિસર્ચ અર્થે ડો. ઠુમ્મર અને GTUના કુલપતિને જર્મની દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.