ETV Bharat / city

Ind Vs WI 2nd ODI: ભારતની બીજી વન્ડેમાં થઇ ભવ્ય જીત, વેસ્ટ ઈન્ડિઝ 193માં થઇ ઓલ આઉટ

author img

By

Published : Feb 9, 2022, 3:53 PM IST

Updated : Feb 9, 2022, 9:39 PM IST

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (India West Indies match at Narendra Modi Stadium) આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વન વન ડે મેચ રમાઈ (India West Indies One Day Match Series) રહી છે. ત્યારે આજે વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી (West Indies preferred fielding) છે. આ ઉપરાંત આજે આ સ્ટેડિયમમાં ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમનું પણ સન્માન (Indian Under 19 Cricket Team Honors) કરાશે.

Ind Vs WI 2nd ODI
Ind Vs WI 2nd ODI

અમદાવાદઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન ડેની ત્રણ મેચની સિરીઝની આજે બીજી મેચ છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (India West Indies match at Narendra Modi Stadium) રમાઈ રહી છે. જોકે, આ પહેલી મેચમાં ભારત વેસ્ટ ઈન્ડિઝને ધૂળ ચટાડીને 1-0 સ્કોરથી આગળ છે. બીજી તરફ તાજેતરમાં જ અંડર 19 વર્લ્ડ કપમાં વિજેતા બનેલી ભારતીય ટીમને આજે અહીં સન્માનિત (Indian Under 19 Cricket Team Honors) કરવામાં આવશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે બીજી વન ડે મેચ

આ પણ વાંચો- IND Vs WI ODI Match : ભારતીય ટીમનાં ચાહકોને સ્ટેડીયમમાં પ્રવેશ ન અપાતા શું આપી પ્રતિક્રિયા, જાણો તે અંગે...

અંડર 19 ક્રિકેટ ટીમનું સન્માન કરાશે

ભારતની અંડર 19 ક્રિકેટ ટીમે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ ખાતે યોજાયેલા ક્રિકેટ વિશ્વકપમાં ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી જીત (Indian Under 19 Cricket Team Honors) મેળવી હતી. ટીમે ફાઈનલમાં ઈંગ્લેન્ડને જોરદાર હરાવ્યું હતું. તેવામાં આ ટીમ આજે અમદાવાદ પહોંચી ચૂકી (Indian Under 19 Cricket Team in Ahmedabad) છે. ત્યારે આજે BCCIના સેક્રેટરી ભારતીય અંડર 19 ટીમનું સન્માન (Indian Under 19 Cricket Team Honors) કરશે. તો આ પ્રસંગે BCCIના અગ્રણીઓ અને GCAના ઓફિસિયલ્સ ઉપસ્થિત રહેશે.

ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમનું કરાશે સન્માન
ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમનું કરાશે સન્માન

આ પણ વાંચો- India v/s West Indies : અમદાવાદમાં ક્રિકેટ મેચમાં પ્રેક્ષકોને 'નો એન્ટ્રી', મોદી સ્ટેડિયમ તૈયાર

આજના મેચની પરિસ્થિતિ

આજના મેચની વાત કરીએ તો, ભારતીય ટીમની ખૂબ જ ધીમી શરૂઆત (Weak start of Indian team) થઈ છે. ભારતીય ટીમ 25 ઓવર સુધી માત્ર 91 રન જ કરી શકી છે. જ્યારે આટલા ઓછા રનમાં ભારતે 3 વિકેટ પણ ગુમાવી દીધી છે. બીજી તરફ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા (Indian team captain Rohit Sharma) માત્ર 5 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ ઉપરાંત વિરાટ કોહલી અને ઋષભ પંત પણ માત્ર 18 રન બનાવી વિકેટ ગુમાવી હતી. વેસ્ટ ઈન્ડિઝની વાત કરીએ તો, પહેલી મેચમાં કેપ્ટન રહેલા કેરન પોલાર્ડને આ વખતે આરામ આપવામાં આવ્યો છે. જ્યારે આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન તરીકે નિકોલસ પૂરન (West Indies captain Nicholas Pooran) જવાબદારી સંભાળી રહ્યો છે. તો ભારતીય ટીમમાં સારું પ્રદર્શન કરનારા ઈશાન કિશનના સ્થાને આ વખતે કે. એલ. રાહુલનો સમાવેશ કરાયો છે.

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • કે. એલ. રાહુલ (વાઇસ કેપ્ટન)
  • વિરાટ કોહલી
  • ઋષભ પંત (વિકેટ કિપર)
  • સૂર્યા કુમાર યાદવ
  • દિપક હૂડા
  • વોશિંગ્ટન સુંદર
  • શાર્દુલ ઠાકુર
  • મોહમ્મદ સિરાજ
  • યઝુવેન્દ્ર ચહલ
  • પ્રસિદ્ધ ક્રિષ્ના

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના ખેલાડી

  • નિકોલસ પૂરન (કેપ્ટન)
  • શાઈ હોપ (વિકેટ કિપર)
  • બ્રાન્ડન કિંગ
  • ડેરેન બ્રાવો
  • શામરાહ બ્રૂક્સ
  • ઓડન સ્મિથ
  • જેસન હોલ્ડર
  • ફેબીઅન એલન
  • અકેલ હુસેન
  • અલઝારી જોસેફ
  • કેમા રોચ
Last Updated :Feb 9, 2022, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.