ETV Bharat / city

AMTS હજું પણ ખાડામાં, રોજની 20 લાખ કમાણી કરતી બસની આવક માત્ર 4 લાખ રૂપિયા

author img

By

Published : Aug 26, 2020, 5:13 PM IST

કોરોના મહામારીના પગલે શહેરની મોટાભાગની AMTS બસ બંધ કરી દેવામાં આવી છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારોમાં બસની અવર-જવર પર પ્રતિબંધ છે. જોકે હવે અમદાવાદમાં ધીરે ધીરે કોરોના કાબૂમાં આવતા સપ્ટેમ્બરથી AMTS જે હાલ 355, 360 બસો ચાલી રહી છે. તેની જગ્યાએ થોડી વધારે બસ દોડાવવાનો નિર્ણય કરી રહ્યું છે. મહત્વનું છે કે, હાલ AMTS બસ લાખોનું નુકસાન કરી રહી છે.

AMTS
અમદાવાદ

  • કોરોના મહામારીના પગલે શહેરની મોટાભાગની AMTS બસ બંધ
  • પહેલા AMTSની રોજની આવક ૨૦થી ૩૦ લાખ હતી, હાલ ઘટીને માત્ર 4 લાખ થઈ
  • બસમાં માત્ર ૩૦ ટકા જ પ્રવાસીને બેસવાની મંજૂરી
  • AMTS બસને લાખો રૂપિયાનું નુકસાન

અમદાવાદ : માર્ચ મહિનાથી શહેરમાં સતત લૉકડાઉનની સ્થિતિ છે. જૂન મહિનાથી છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે હાલમાં શહેરના લગભગ તમામ વેપાર-ધંધા શરૂ કરી દેવામાં આવ્યા છે. લોકલ સંક્રમણને અટકાવવા માટે AMTS બસો પણ બંધ રાખવામાં આવી હતી.

AMTS બસ લાખોનું નુકસાન

ગત્ત મહિનાથી કેટલાક વિસ્તારોમાં AMTS શરૂ થઈ હતી. હજી પણ જે વિસ્તારમાં કેસો વધારે છે તે વિસ્તારમાં બસ સેવા બંધ રાખવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિમાં હાલ સુધારો થયો છે. જેના કારણે આગામી મહિનામાં થોડી વધારે બસો શરૂ થઈ શકે તેવી સ્થિતિ છે.

લોકડાઉન પહેલા AMTSની રોજની આવક ૨૦થી ૩૦ લાખ રૂપિયા હતી. જે હાલ ઘટીને માત્ર 4 લાખ થઈ છે. તેમજ બસમાં બેસવા વાળા લોકોની સંખ્યા પણ સંક્રમણને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે પ્રમાણે ૧૬ જેટલી જ રાખવામાં આવી છે. એટલે કે બસમાં માત્ર ૩૦ ટકા જ પ્રવાસીને બેસવાની મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે દિવસ દરમિયાન અંદાજે માત્ર 5૦ હજારની આસપાસ પ્રવાસીઓ જ AMTS બસની સેવાનો લાભ લઇ રહ્યા છે. AMTS ને દર કલાકે 83 હજાર જેટલી આવકનો ફટકો પડી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.