ETV Bharat / city

સોલા સિવિલની ગંભીર બેદરકારી આવી સામે, એક જ દિવસની બાળકીનું અપહરણ, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

author img

By

Published : Sep 2, 2021, 2:22 PM IST

Updated : Sep 2, 2021, 10:23 PM IST

sola
સોલા સિવિલની ગંભીર બેદરકારી આવી સામે, એક જ દિવસની બાળકીનું અપહરણ

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાથી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના કામગીરીને લઇને અનેક સવાલો ઉભા થયા છે. અમદાવાદની નામાંકિત સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક જ દિવસની નવજાત બાળકીનું અપહરણ થતાં પોલીસ પણ દોડતી થઇ છે, ત્યારે બાળકીના અપહરણના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે.

  • સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની બાળકીનું અપહરણ
  • PNB વોર્ડમાંથી બાળકીનું થયું અપહરણ
  • વોર્ડ બહાર લાગેલા CCTV પણ બંધ


અમદાવાદ: સોલા સિવિલના ત્રીજા માળે આવેલા વોર્ડમાં થી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બાળકીનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે. આ વાતની જાણ થતાં જ હોસ્પિટલ તંત્ર સહિત પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તાબડતોબ હોસ્પિટલમાં પહોંચેલી પોલીસે બાળકીને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. હાલ પોલીસે સોલા સિવિલ હોસ્પિટલના અલગ અલગ જગ્યાના CCTV ચેક કરવાની કામગીરી પણ આદરી છે. પરંતુ સોલા સિવિલ હોસ્પિટલમાંથી જ્યાંથી બાળકીનું અપહરણ થયું છે તેના સીસીટીવી સામે આવ્યા છે.

cctv
એક જ દિવસની બાળકી ગુમ થતા દોડધામ

સરસ્વતી રાજેન્દ્ર પાછી મૂળ અમેઠીના વતની અને પોલીસને જાણ કરી હતી કે," તેમણે 31 ઓગસ્ટે તે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે પહેલી સપ્ટેમ્બરના રોજ તેમણે બાળકીને જન્મ આપ્યો હતો તેમણે સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે રીત pnb વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી સપ્ટેમ્બર મધ્યરાત્રે અઢીથી ત્રણ વાગ્યાના સુમારે એક દિવસની બાળકીનું ગાયબ હોવાની માહિતી મળતા જ હોસ્પિટલમાં પરિવારે દોડધામ શરૂ કરી હતી". અંતે બાળકીની ભાળ ન મળતા પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ પોલીસ પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : શિલ્પા અને રાજ કુંદ્રા સામેના છેતરપિંડીના આરોપો અંગે રોહિણી કોર્ટે દિલ્હી પોલિસને સમન્સ જારી કર્યું

પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ તપાસ શરૂ કરી

હોસ્પિટલના વોર્ડમાંથી બાળકીનું અપહરણ થતાં હોસ્પિટલના સિક્યુરિટી અને બાળકોની સલામતી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલમાં આ વાતની જાણ થતાં પોલીસે બાળકીના ફોટા વહેતા કરીને તેને શોધવા માટે ખાસ ટીમ બનાવી છે. એ ઉપરાંત હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા CCTV કેમેરાઓ તપાસ કરવામાં આવી રહ્યા છે. બાળકીને લઈ જનાર ને શોધવા માટે વિગતો માંગવામાં આવી છે. પોલીસે આ ઘટનાની ગંભીરતાને થી લઈને બાળકોની શોધખોળ હાથ ધરી છે.

હોસ્પિટલ તંત્ર અને માતા- પિતાની કરવામાં આવી રહી છે પૂછપરછ

સોલા પોલીસ દ્વારા હાલ બાળકીના અપહરણ મામલે અલગ-અલગ વિશિષ્ટ ટીમો બનાવવામાં આવી છે જે ટીમો હોસ્પિટલ તંત્રના તમામ સિક્યુરીટી સ્ટાફ હોસ્પિટલ તંત્રના સ્ટાફ સહિત અલગ અલગ ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે પોલીસે બાળકીનું અપહરણ મામલે થઈને મહિલા ટીમો પણ બનાવી છે જે મહિલા તબીબોનું પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

સોલા સિવિલની ગંભીર બેદરકારી આવી સામે, એક જ દિવસની બાળકીનું અપહરણ

આ પણ વાંચો : 2022 ચૂંટણની રણનીતિ ઘડવા દિલ્હીથી કાફલો આવ્યો નર્મદા

હોસ્પિટલ તંત્રની સૌથી મોટી બેદરકારી

હાલ સમગ્ર મામલે સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારી ખૂબ જ મોટી સામે આવી રહી છે કારણ કે હોસ્પિટલના ત્રીજા માળે જ્યાં બાળકોનો રૂમ આવેલું છે તેની બહારના CCTV બંધ હાલતમાં છે. રાત્રી દરમિયાન બનેલી આ ઘટનામાં સિક્યુરીટી સ્ટાફ પણ બેદરકાર અવસ્થામાં જોવા મળી રહી છે. હાલ હોસ્પિટલ તંત્ર દોષનો ટોપલો પોતાના સીરીયલ લેવાની જગ્યાએ આનાકાની કરી રહ્યું છે. હોસ્પિટલ તંત્રના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો પીનાબેન સોનીને જ્યારે બાળકીના અપહરણ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમને સવાલોના જવાબ આપવાની જગ્યાએ માત્ર પોલીસ તપાસ કરી રહી છે એવું જણાવીને છટકબારી કરી હતી..

Last Updated :Sep 2, 2021, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.