ETV Bharat / city

સૌરાષ્ટ્રમાં કેરીનો 80ટકા પાક બગડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા

author img

By

Published : May 20, 2021, 2:19 PM IST

સૌરાષ્ટ્રમાં કેરીનો 80ટકા પાક બગડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા
સૌરાષ્ટ્રમાં કેરીનો 80ટકા પાક બગડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા

તૌકતે વાવાઝોડાને કારણે સૌથી વધુ નુક્સાન સૌરાષ્ટ્રમાં થયું છે. અહીં લોકો બેઘર થવાની સાથોસાથ ખેડૂતો પણ પાયમાલીમાં મુકાયા છે. વાવાઝોડાના કારણે ઝાડ પર રહેલી 50ટકા કેરી નીચે પડી જતા ભાવમાં ખૂબ ઘટાડો નોંધાયો છે.

  • વાવાઝોડાને કારણે ઝાડ પર રહેલી 55ટકા કેરી પડી ગઈ
  • વલસાડમાં 20ટકા અને સૌરાષ્ટ્રમાં 80ટકા કેરીને નુક્સાન
  • સાઉથની કેરી આવતી હોવાથી કેરીમાં ઘટ નહીં સર્જાય પણ ખેડૂતોને ભારે નુકશાન થયું છે

અમદાવાદઃ તૌકતે વાવાઝોડાના કારણે સૌથી વધુ નુક્સાન સૌરાષ્ટ્રમાં થયું છે. અહીં લોકો બેઘર થવાની સાથે-સાથે ખેડૂતો પણ પાયમાલીમાં મુકાયા છે. વાવાઝોડાના કારણે ઝાડ પર રહેલી 50ટકા કેરી નીચે પડી જતા ભાવમાં ખૂબ ઘટાડો નોંધાયો છે. જે કેરીના ભાવ 10કિલોના 700થી 800 રૂપિયા હોય છે. તેના જ ભાવ ઘટીને 70થી 100 રૂપિયા થઈ ગયા છે. જ્યારે વલસાડમાં પણ 20ટકા કેરીનો પાક નિષ્ફળ ગયો છે.

સૌરાષ્ટ્રમાં કેરીનો 80 ટકા પાક બગડતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા
સૌરાષ્ટ્રમાં કેરીનો 80 ટકા પાક બગડતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

આ પણ વાંચોઃ સાસણ-તાલાલા ગીર પંથકમાં ભર ઉનાળે કમોસમી વરસાદ, કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન

વાવાઝોડાના કારણે 50ટકા કેરી નીચે પડી ગઈ હતી

હાલ કેરીના બજારને લઇ ETV Bharatએ અમદાવાદના હોલસેલ ફ્રુટ મરચન્ટ એસોસિએશનના ચેરમેન લક્ષ્મણદાસ રોહરાએ જણાવ્યું હતું કે, વાવાઝોડા પહેલા 55ટકા કેરીઓ ઝાડ પર હતી. વાવાઝોડાના કારણે 50ટકા કેરી નીચે પડી ગઈ હતી.

સૌરાષ્ટ્રમાં 80ટકા કેરીઓ વાવાઝોડાના કારણે બગડી ગઇ છે

વાવાઝોડામાં તલાલાની હાફૂસ કેરીને વધુ નુક્સાન થયું છે. સૌરાષ્ટ્રમાં 80ટકા કેરીઓ વાવાઝોડાના કારણે બગડી ગઇ છે. પડેલી કેરીઓના ભાવ ન આવતા હોવાને કારણે ખેડૂતોના માથે સંકટ ઘેરાયું છે. જો કે, હજી સાઉથની કેરી આવતી હોવાથી કેરીમાં ઘટ નહીં સર્જાય પણ ખેડૂતોને ભારે નુક્સાન થયું છે.

સૌરાષ્ટ્રમાં કેરીનો 80 ટકા પાક બગડતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા
સૌરાષ્ટ્રમાં કેરીનો 80 ટકા પાક બગડતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

આ પણ વાંચોઃ તૌકતેએ કેસર કેરી પર વર્તાવ્યો કહેર, મોટાભાગના આંબાવાડીઓમાં જોવા મળ્યો વિનાશ

વાવાઝોડાના કારણે ખેડૂતોની મહેનત પર પાણીમાં ફેરવાઈ ગયું છે

ખેડૂતોએ વર્ષ દરમિયાન કરેલી મહેનત વાવાઝોડાના કારણે પાણીમાં ફેરવાઈ ગઈ છે. કેરીનો પાક નીચે પડી જવાના કારણે ખેડૂતોને મળતા ભાવમાં ખૂબ મોટું અંતર આવી ગયું છે. 700થી 800 રૂપિયા બોક્સ દીઠ મળતા ભાવમાં ઘટાડો થયો છે. કેરીનો ભાવ ઘટીને 70થી 100 રૂપિયાએ પહોંચી ગયો છે. આમ, કેરીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો પાયમલીએ પહોંચી ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.