ETV Bharat / city

ગૃહપ્રધાન અમિત શાહ 21 અને 22 જૂને અમદાવાદના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં આપશે હાજરી

author img

By

Published : Jun 19, 2021, 10:45 PM IST

અમદાવાદ શહેરમાં ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના પ્રવાસે આવશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે. ગૃહપ્રધાન અમીત શાહનો બે દિવસનો કાર્યક્રમ કોવીડ ગાઈડલાઈન અનુસાર રહેશે. જેમાં 21 જૂન અને 22 જૂન સુધી આ પ્રવાસનો કાર્યક્રમ ગોઠવાશે.

અમીત શાહ
અમીત શાહ

  • 21 જૂને અમદાવાદના પાંચ કાર્યક્રમોમાં આપશે હાજરી
  • 22 જૂને 25 હજારથી વધુ વૃક્ષોનું કરાશે વૃક્ષારોપણ
  • 25 હજારથી પણ વધુ વૃક્ષો વાવીને વૃક્ષારોપણ કરાશે

અમદાવાદ: કોરોના સમયમાં કે જ્યાં સૌથી મહત્વપૂર્ણ ત્યારે 18થી 44 વર્ષના વ્યક્તિઓને ઓનટાઇમ રજીસ્ટ્રેશન કરાવીને વેક્સિનેશન મળી રહે તે માટેની એક શરૂઆત 21 જૂને બોડકદેવ વિસ્તારના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ કાર્યક્રમ સવારે 09:15 વાગે સુધીમાં શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:અમિત શાહની રેલીમાં કોવિડ ધારાધોરણના ભંગ અંગે FIR 5 મહિના પછી દાખલ; કોર્ટ સ્તબ્ધ

અમિત શાહના કાર્યક્રમની શું રહેશે રૂપરેખા?

21 જૂને પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતેથી લોકો સ્થળ ઉપર કોરોના વ્યક્તિનું રજીસ્ટ્રેશન કરાવી વેક્સિન લઇ શકે તે માટેની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત વૈષ્ણોદેવી ફ્લાયઓવરનું લોકાર્પણ, ખોડીયાર કન્ટેનર ડેપોનું લોકાર્પણ, પાનસર છત્રાલ રોડ પર નવનિર્મિત રેલવે ફ્લાયઓવરબ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મકાનનું પણ લોકાર્પણ કરાશે

આ કાર્યક્રમ સહિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કરના નવિનીકરણ પામેલા નવા મકાનનું પણ લોકાર્પણ કરવામાં આવશે. વધુમાં પે.સેન્ટર સ્કૂલ કોલવડા ખાતે ચાલી રહેલી રસીકરણ કેન્દ્રની મુલાકાત તેમજ રૂપાલ પ્રાથમિક હેલ્થ સેન્ટર ખાતે ચાલી રહેલ એક રસીકરણ કેન્દ્રની પણ મુલાકાત કરવામાં આવશે.

મિયાવાકી પદ્ધતિથી કરાશે વૃક્ષારોપણ

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે મીડિયાને જણાવ્યું હતું કે, 22મી જૂને ગૃહપ્રધાન અમિત શાહ સિંધુભવન ખાતે 25 હજારથી પણ વધુ વૃક્ષો વાવીને વૃક્ષારોપણ કરશે. આ વૃક્ષારોપણ ક્રેસેન્ટ પાર્ટી પ્લોટ પાસે, સિંધુભવન ખાતે કરવામાં આવશે. વધુમાં વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી વાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.