ETV Bharat / city

1 જુલાઈથી શરુ થશે પવિત્ર ચાતુર્માસ, અધિક માસના પુણ્યનો લાભ પણ મળશે

author img

By

Published : Jun 29, 2020, 6:07 PM IST

પ્રથમ જુલાઈથી હિંદુઓમાં પવિત્ર એવા ચાતુર્માસનો પ્રારંભ થાય છે.આ દિવસને દેવશયની એકાદશી પણ કહે છે. પહેલી જુલાઈથી ગૌરી વ્રતનો પણ પ્રારંભ થાય છે. જ્યારે બીજે જુલાઈથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થાય છે.

1 જુલાઈથી શરુ થશે પવિત્ર ચાતુર્માસ, અધિક માસના પુણ્યનો લાભ પણ મળશે
1 જુલાઈથી શરુ થશે પવિત્ર ચાતુર્માસ, અધિક માસના પુણ્યનો લાભ પણ મળશે

અમદાવાદ: ચાતુર્માસ શરૂ થતાં આ ચોમાસાની ઋતુમાં વ્રત અને તહેવારોનો આરંભ થઇ જાય છે. ચાતુર્માસમાં જન્માષ્ટમી,નવરાત્રિ, દશેરા,દીવાળી અને ગણેશચોથ જેવા મહત્ત્વના તહેવારો અને વ્રતો આવે છે.ખાસ કરીને ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ શયન કરતાં હોવાથી કોઇપણ માંગલિક કાર્યોનો નિષેધ કરવામાં આવ્યો છે.

ચોમાસાને લઈને ખાવાપીવા ઉપર ધ્યાન રાખવામાં આવે તે માટે લોકજીવનમાં વ્રતોને જોડીને, તે થકી લોકો ઉપવાસ રાખે તે વાત પર જોર આપવામાં આવ્યું છે. જ્યારે આ વખતે ચાતુર્માસમાં એક અધિક માસ આસો પણ આવે છે. એટલે જ્યારે દીવાળી બાદ દેવઉઠી અગિયારસ આવે છે, ત્યારે ચાતુર્માસ પૂર્ણ થાય છે ત્યારે સૌ ભક્તો પોતાના આરાધ્યની ચાતુર્માસ દરમિયાન સેવા કરે અને પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે.

1 જુલાઈથી શરુ થશે પવિત્ર ચાતુર્માસ, અધિક માસના પુણ્યનો લાભ પણ મળશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.