રાજ્યમાં 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

author img

By

Published : Aug 19, 2021, 9:24 AM IST

રાજ્યમાં 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પાછો ખેંચાતા ધરતીપુત્રોમાં ભારે ચિંતાનો વધારો જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ ફરી ચોમાસું સક્રિય થઈ શકે છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આ વરસાદ વરસશે અને તે પણ મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. જોકે, 18-20 ઓગસ્ટ કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ વરસી શકે છે.

  • રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની (Meteorological Department) આગાહી
  • આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શકયતા
  • સૌરાષ્ટ્રમાં ભાવનગર, કચ્છ, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની સંભાવના

અમદાવાદઃ રાજ્યમાંથી મેઘરાજાએ છેલ્લા બે સપ્તાહથી વિરામ લઈ લીધો છે. રાજ્યમાં હજી સુધી 12.26 ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર 37.09 ટકા વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં વરસાદની 48 ટકા ઘટ છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાવવા લાગ્યા છે. તો રાહતની વાત એ છે કે, રાજ્યમાં હવે ફરી ચોમાસું જામી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં આગામી ગુરૂવારથી શનિવાર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો- વેધર વોચ ગ્રૃપ બેઠક, રાજ્યમાં અત્યાર સુધી 311 82 મીમી વરસાદ, 2 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના

19-20 ઓગસ્ટ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં તેમ જ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 19 ઓગસ્ટે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તેમ જ દિવમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શકયતા

આ પણ વાંચો- Rainfall forecast: રાજ્યમાં 18-20 ઓગસ્ટ સુધી અનેક જિલ્લામાં સારા વરસાદની શકયતા

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સુકું હવામાન રહેશે

કચ્છ અને ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સુકું રહેશે. જ્યારે 20 ઓગસ્ટે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓ ઉપરાંત દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવઈ છે. તેમ જ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તેમ જ દિવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાઈ છે. કચ્છ જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની યાદીમાં 19 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

20 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ત્રાટકે તેવી સંભાવના

તો આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

આગામી ગુરૂવારથી શનિવાર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી 18 ઓગસ્ટ સુધીમાં લો પ્રેશર સર્જાઈ રહ્યું છે, જે હવે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. આના પગલે ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુનઃઆગમન થઈ શકે છે. હવામાન વિભાગના મતે, ગુરૂવારે નર્મદા-ડાંગ- નવસારી-વલસાડ-તાપી-દમણમાં ભારે, અમદાવાદ, ગાંધીનગર-મહીસાગર-આણંદ-સાબરકાંઠા-અરવલ્લી-દાહોદ-પંચમહાલ-ખેડામાં મધ્યમ, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-તાપી-દમણમાં ભારે, અમદાવાદ-ગાંધીનગર-મહીસાગર-સાબરકાંઠા-અરવલ્લીમાં મધ્યમ જ્યારે શનિવારે ભરૂચ-સુરત-વલસાડ-તાપીમાં ભારે, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે. કેટલાંક જિલ્લામાં આગામી ગુરુવારથી શનિવાર 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન પણ ફૂંકાઇ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.