ETV Bharat / city

વેધર વોચ ગ્રૃપ બેઠક, રાજ્યમાં અત્યાર સુધી 311 82 મીમી વરસાદ, 2 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના

author img

By

Published : Aug 18, 2021, 2:05 PM IST

gujarat
વેધર વોચ ગ્રૃપ બેઠક રાજ્યમાં અત્યારસુધીમાં 311 82 મીમી વરસાદ 2 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના

લાંબા વિરામ બાદ રાજ્યમાં ફરી એકવાર વરસાદે દસ્તક આપી છે. આજે (18 ઓગસ્ટ) વેધર વોચની બેઠર બોલાવવામાં આવી હતી. જેમા રાજ્યમા વરસાદ, બચાવ કામગીરી, પાણી સંગ્રહ જેવા મૃદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

  • વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ
  • આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના : હવામાન વિભાગ
  • ચાલુ વર્ષે તા. 17 ઓગસ્ટ સુધીમાં અંદાજીત 78.83 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર


ગાંધીનગર : સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક આજે( 18 ઓગસ્ટ) વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. જેમાં આજે સવારે 6 થી બપોરના 2 સુધી રાજયમાં ૦4 જિલ્લાના ૦8 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં 21મી.મી. વરસાદ પડ્યો છે. રાજયમાં અત્યાર સુધી 311.82 મીમી વરસાદ થયો છે. જે પાછલા 30 વર્ષની રાજયની એવરેજ 840મી.મીની સરખામણીએ 37.12 ટકા છે.

હવામાન વિભાગની આગાહી 2 દિવસમાં વરસાદ શરૂ

રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદે ફરી એકવાર દસ્તર આપી છે. IMDના અઘિકારીએ બેઠકમાં જણાવ્યુ હતું કે, 5 દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે જો કે આગામી 2 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો : વિદેશ પ્રધાન એસ.જયશંકર આજે UNSC ની અધ્યક્ષતા કરશે

78.02 લાખ હેકટરમાં વાવેતર નોંધાયું

કૃષિ વિભાગના તરફ થી મળતી માહિતી પ્રમાણે જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે તા. તા.17 ઓગસ્ટ 2021 સુધીમાં અંદાજીત 78.83 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 78.02 લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 92.15 ટકા વાવેતર થયું છે.

આ પણ વાંચો : CM રૂપાણીની અધ્યક્ષસ્થાને યોજાશે કેબિનેટ બેઠક, શું થશે ચર્ચા જાણો વિગતવાર ?

રાજ્યમાં પાણીનો સંગ્રહ

સિંચાઇ વિભાગના તરફથી મળતી માહિતી પ્રમાણે સરદાર સરોવર જળાશયમાં 1,51,939 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના45.48℅ છે. રાજયના 206 જળાશયોમાં 2,65,477 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 47.63% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-08 જળાશય, એલર્ટ ૫ર કુલ-07 જળાશય પર છે

NDRF ની ટીમ સ્ટેડન બાઈ

NDRFની કુલ 15 ટીમમાંથી 8 ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને મોરબી ખાતે 1-1 ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. અને 6-ટીમ વડોદરા અને 1 ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે. એસ.ડી.આર.એફ.ની કુલ 11 ટીમ હવામાન વિભાગની આગાહી ધ્યાને લઇ એલર્ટ રાખવામાં આવેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.