ETV Bharat / city

Heavy Rain at Ahmedabad: અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડતા લોકોમાં ખુશી

author img

By

Published : Jul 26, 2021, 11:47 AM IST

એક ફિલ્મનું ગીત છે 'જિસકા મુઝે થા ઈન્તેઝાર વો ઘડી આ ગઈ'. બસ આ જ ગીત રવિવારે અમદાવાદમાં સાર્થક થયું છે. કારણ કે, છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા અમદાવાદીઓ રવિવારે ધોધમાર વરસાદ પડતા ખુશ જોવા મળ્યા હતા. રવિવારે મેઘરાજાએ લોકોને ખૂલ્લા મને ભીંજવ્યા હતા, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

Heavy Rain at Ahmedabad: અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડતા લોકોમાં ખુશી
Heavy Rain at Ahmedabad: અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડતા લોકોમાં ખુશી

  • અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ (Rain) પડ્યો
  • ભારે વરસાદના કારણે લોકોએ ઠંડકનો અનુભવ કર્યો
  • સૌથી વધુ 4.50 MM વરસાદ દક્ષિણ વિસ્તારમાં (South Area) નોંધાયો

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. તેમની આ આતુરતાનો અંત રવિવારે આવ્યો હતો. જ્યારે મેઘરાજા મન મુકીને શહેર પર વરસ્યા હતા. શહેરમાં આજે સતત ત્રીજા દિવસે પણ સામાન્ય વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો.

સૌથી વધુ 4.50 MM વરસાદ દક્ષિણ વિસ્તારમાં (South Area) નોંધાયો
સૌથી વધુ 4.50 MM વરસાદ દક્ષિણ વિસ્તારમાં (South Area) નોંધાયો

આ પણ વાંચો- Gujarat rain update: જૂનાગઢમાં ધોધમાર વરસાદ, માણાવદર તાલુકાના પાંજોદમાં પડ્યો આઠ ઈંચ વરસાદ

24 કલાકમાં 0.75 ઈંચ વરસાદ પડ્યો

લાંબા સમયથી અમદાવાદીઓને સહન કરવી પડતી કાળઝાળ ગરમીથી હવે રાહત મળી છે. ગઈ કાલે છેલ્લા 24 કલાકમાં 0.75 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા વાગે સુધીમાં 1.43 mm વરસાદ પડ્યો હતો. આજે અમદાવાદના સાથે જીવનની સૌથી વધુ વરસાદ દક્ષિણ વિસ્તારમાં 4.50 mm વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો- Surat Rain Update : માંડવી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો


અત્યાર સુધી કયા ઝોનમાં કેટલો વરસાદ નોંધાયો?

અમદાવાદ મહાનગરપાલિકાના હદ વિસ્તારની વાત કરીએ તો, અત્યાર સુધી 7 ઝોન પૈકી સૌથી વધુ 18.40 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે પૂર્વ ઝોનમાં 16.23 ઈંચ, પશ્ચિમ ઝોનમાં 14.75 ઈંચ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 15.34 ઈંચ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 14.43 ઈંચ, ઉત્તર ઝોનમાં 16.41 ઈંચ અને દક્ષિણ ઝોનમાં 16.89 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. આમ, ચોમાસામાં અત્યાર સુધી સરેરાશ 16.14 ઈંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 18.95 mm વરસાદ પડ્યો છે. આજે પણ સતત ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. અગાઉ મોસમ વિભાગે અમદાવાદમાં 4 દિવસ વરસાદ પડવાની આગાહી પણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.