ETV Bharat / city

અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પર વાંસળી વગાડી કરે છે કમાણી

author img

By

Published : Jan 9, 2021, 8:19 AM IST

શહેરમાં આપણે જોતા હોઈએ છીએ રે રોડ પર કેટલાક લોકો પોતાની કળાનું પ્રદર્શન કરી આવક મેળવતા હોય છે. આવી જ રીતે અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પાસે એક વ્યક્તિ પોતાની કળા લોકો સમક્ષ રજૂ કરીને પૈસા કમાઈ પોતાનું ગુજરાન ચલાવે છે.

xz
xz

  • કળા બતાવી પૈસા કમાવવાની વૃત્તિ
  • બારેજા થી ઇસ્કોન આવી વગાડે છે વાંસળી
  • રોડ પર કરે છે કળાનું પ્રદર્શન

અમદાવાદઃ શહેરમાં આપણે જોતા હોઈએ છીએ રે રોડ પર કેટલાક લોકો પોતાની કળાનું પ્રદર્શન કરી આવક મેળવતા હોય છે. અમદાવાદના ઈસ્કોન ટ્રાફિક સિગ્નલ પર અલગ નજારો જોવા મળે છે. અહીં 67 વર્ષીય હમીરભાઇ વાંસળી વગાડી પોતાની કલા લોકો સમક્ષ રજૂ કરી પૈસા મેળવે છે.

ઇસ્કોન ચાર રસ્તા નજીક વગાડી રહ્યા છે વાંસળી

હારીજના વતની હમીરભાઇ અને હાલ તેમના પત્ની સાથે બારેજા ગામમાં રહે છે અને દરરોજ બારેજાથી ઇસ્કોન આવીને વાંસળી વગાડે છે. હમીરભાઈને બાળપણથી જ વાંસળી વગાડવાનો શોખ હતો. તે એક વાર તેમના પિતા સાથે એક મેળામાં ગયા હતાં. જયાંથી તેમણે વાંસળી લીધી હતી. પિતાના ના કહેવા છતાં તેમણે વાંસળી લીધી અને ત્યારથી બાદ વાંસળી તેમનો પરિવારનો ભાગ બની ચૂકી છે.

અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પર વાંસળી વગાડી કરે છે કમાણી
50 વર્ષથી વગાડે છે વાંસળી24 કલાક વાંસળીને પોતાની સાથે જ રાખે છે. છેલ્લા દસ વર્ષથી વાંસળી જ પોતાનું જીવનદોરી બની હોય તેવું તેમને લાગી રહ્યું છે. હમીર ભાઈએ 40 વર્ષ સુધી રેલવેમાં કુલીનું કામ કર્યું છે. કુલીના કામ દરમિયાન પણ તે વાંસળી પોતાની સાથે જ રાખતા હતાં. આમ જોઈએ તો સતત છેલ્લા પચાસ વર્ષથી તેઓ વાંસળી વગાડી રહ્યાં છે.જો તેમના પરિવારની આર્થિક સ્થિતિ વાત કરીએ તો તેઓ ખુબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. વાંસળી સાથે તેમનો અનેરો નાત બંધાઈ ગયો છે. તેથી તે વાંસળી વગાડી પૈસા મેળવે છે. પરંતુ મફતમાં કોઈની પાસેથી એક પૈસો પણ લેતા નથી, તેવી તેમની ખુમારી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.