ETV Bharat / city

ગુજરાત યુનિવર્સિટીએ નીતિ આયોગ સાથે કર્યા MOU, હવે ખેતીને લગતા કોર્સ પણ ભણાવાશે યુનિવર્સિટીમાં

author img

By

Published : Sep 7, 2021, 9:31 PM IST

ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે નવા-નવા કોર્સ ભણાવવામાં આવી રહ્યા છે, ત્યારે આ વર્ષે 90 જેટલા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત આજે યુનિવર્સિટી અને નીતિ આયોગ વચ્ચે MOU થયો હતો. જેથી હવે ગુજરાત યુનિવર્સિટીમાં કૃષિને લગતા કોર્સ શરૂ થશે, જેમાં વિદ્યાર્થીઓ MBA અને ડિપ્લોમાં કરી શકશે.

ગુજરાત યુનિવર્સિટીએ નીતિ આયોગ સાથે કર્યા MOU
ગુજરાત યુનિવર્સિટીએ નીતિ આયોગ સાથે કર્યા MOU

  • ગુજરાત યુનિવર્સિટી નીતિ આયોગ સાથે MOU કર્યા
  • એડમિશન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન રહેશે અને 30 બેઠક માટે જ પ્રવેશ આપવામાં આવશે
  • 30,000 રૂપિયા એક સેમિસ્ટરની ફી રહેશે

અમદાવાદ- ગુજરાત યુનિવર્સિટીમાં આજે નીતિ આયોગ અને યુનિવર્સિટી વચ્ચે MOU થયો હતો. જેમાં નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ ગુપ્તા, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કુલપતિ, ઉપકુલતી સહિત અને લોકો હાજર રહ્યા હતાં. ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા અને તેમની વચ્ચે આજે MOU થયો હતો.

આ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં કૃષિ સંલગ્ન કોર્સ શરૂ થશે

આ MOU થવાના કારણે આ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં કૃષિ સંલગ્ન કોર્સ શરૂ થશે. આ કોર્સ માટે એડમિશન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન રહેશે અને 30 બેઠક માટે જ પ્રવેશ આપવામાં આવશે. જેમાં 30,000 રૂપિયા એક સેમિસ્ટરની ફી રહેશે.

ગુજરાત યુનિવર્સિટીએ નીતિ આયોગ સાથે કર્યા MOU

આ કોર્સ ગ્રેજ્યુએટ થયેલો કોઈ પણ વિદ્યાર્થી કરી શકશે

આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીને વધુ એક સિદ્ધિ મળી છે. નીતિ આયોગ સાથે MOU થતાં હવે યુનિવર્સિટીમાં અલગ જ પ્રકારનો કોર્સ ભણાવવામાં આવશે. આ કોર્સ ગ્રેજ્યુએટ થયેલો કોઈ પણ વિદ્યાર્થી કરી શકશે. ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા જ રહેશે, જેમાં મેરીટ આધારે જ પ્રવેશ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.