ETV Bharat / city

લોકડાઉન વચ્ચે ગુજરાતના તાપમાનમાં વધારો, ગરમીમાં લોકોએ તકેદારી રાખવા હવામાન વિભાગનું સૂચન

author img

By

Published : Apr 5, 2020, 9:53 PM IST

સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોના વાઇરસને કારણે લૉકડાઉનની સ્થિતિ છે. તમામ લોકો પોતાના ઘરોમાં બંધ છે, ત્યારે બીજી બાજુ ગરમીએ પણ ગુજરાતમાં માઝા મૂકી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, આજે અને આવતીકાલે અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ડીસાના ભાગોમાં મહત્તમ ગરમીનું તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે તેમ છે.

Gujarat temperature rise in lockdown,
લોકડાઉન વચ્ચે ગુજરાતના તાપમાનમાં વધારો

અમદાવાદ: સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોના વાઇરસને કારણે લૉકડાઉનની સ્થિતિ છે. તમામ લોકો પોતાના ઘરોમાં બંધ છે, ત્યારે બીજી બાજુ ગરમીએ પણ ગુજરાતમાં માઝા મૂકી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, આજે અને આવતીકાલે અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ડીસાના ભાગોમાં મહત્તમ ગરમીનું તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે તેમ છે.

ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વની દિશાનો પવન છે. આગામી બે દિવસમાં ગુજરાતમાં તાપમાન 3 ડિગ્રી સુધી વધતા હજુ પણ વધારે ગરમી અનુભવાશે. કચ્છ જિલ્લામાં હીટ વેવની શક્યતા છે. આ ગરમીમાં લોકોએ તકેદારી રાખવી ખુબજ જરૂરી છે. અમદાવાદમાં ગઇકાલે 39.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.4 ડિગ્રીનો વધારો, જ્યારે 21.7 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ઘટાડો નોંધાયો હતો.

Gujarat temperature rise in lockdown,
લોકડાઉન વચ્ચે ગુજરાતના તાપમાનમાં વધારો

આગામી બે દિવસ દરમિયાન અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીને પાર જાય તેની પૂરી સંભાવના છે. હાલ ખાસ કરીને અમદાવાદમાં બપોરના 12 બાદ ધોમધખતા તાપનો અનુભવ થઇ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષથી એપ્રિલમાં પડતી સૌથી વધુ ગરમીના આંકડા પર નજર કરવામાં આવે તો ઓછામાં ઓછા એક દિવસ તાપમાન 43 ડિગ્રીને પાર ગયુ છે. જેમાં ગત વર્ષે 5,29 અને 30 એપ્રિલનાં 43.7 ડિગ્રી સાથે ગરમીએ છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તૂટયો હતો.

Gujarat temperature rise in lockdown,
લોકડાઉન વચ્ચે ગુજરાતના તાપમાનમાં વધારો

આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, જૂનાગઢ, સુરત, ભુજના ભાગોમાં પણ ગરમીની શક્યતા સાથે તા.7-8માં હવામાનમાં પલટો આવી શકે છે. વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. 13થી 15માં હવામાનમાં પલટો આવી શકે અને 17 સુધીમાં દેશના ઉત્તરીય પશ્ચિમી ભાગોમાં કમોસમી વરસાદ કે કરા પડી શકે તેમ છે. 20મી એપ્રિલ બાદ સાગરમાં પણ હવાના દબાણો ઉભા થાય તેવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.