ETV Bharat / city

Gujarat High Court Suo Moto: હાઇકોર્ટની રાજ્યના શિક્ષણ પ્રધાનને ફટકાર, કહ્યું- નિવેદન આપતા પહેલા વાણી ઉપર સંયમ રાખવો જોઈએ

author img

By

Published : Dec 17, 2021, 4:07 PM IST

છોટા ઉદેપુરની એક શાળા ગત ચોમાસામાં ધરાશાયી (chhota udepur school collapsed) થઈ જતાં વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં પણ શાળાના ખુલ્લા મેદાનમાં ભણવા મજબૂર છે. આ મામલે રાજ્યના શિક્ષણ પ્રધાને (education minister gujarat) કહ્યું હતું કે, બાળકો ખુલ્લા મેદાનમાં ભણે તેમાં કંઇ જ અસામાન્ય નથી, તેઓ પણ આ જ રીતે ભણ્યા છે. ગુજરાત હાઇકોર્ટે આ નિવેદનને વખોડી કાઢ્યું છે અને સુઓમોટો (Gujarat High Court Suo Moto) લીધી છે.

Gujarat High Court Suo Moto: હાઇકોર્ટની રાજ્યના શિક્ષણ પ્રધાનને ફટકાર, કહ્યું- નિવેદન આપતા પહેલા વાણી ઉપર સંયમ રાખવો જોઈએ
Gujarat High Court Suo Moto: હાઇકોર્ટની રાજ્યના શિક્ષણ પ્રધાનને ફટકાર, કહ્યું- નિવેદન આપતા પહેલા વાણી ઉપર સંયમ રાખવો જોઈએ

અમદાવાદ: છોટા ઉદેપુરની એક પ્રાથમિક શાળા ગત ચોમાસામાં ધરાશાયી (chhota udepur school collapsed) થઈ જતા બાળકો ખુલ્લા મેદાનમાં બેસી ભણવા મજબૂર છે. આ પાછળ હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ નિરલ આર. મહેતાની ખંડપીઠે સુઓમોટો (Gujarat High Court Suo Moto) લીધી છે. શાળા અંગેનો રિપોર્ટ એક સામાયિક પત્રમાં છપાયો હતો. કોર્ટે રિપોર્ટમાં છપાયેલા રાજ્યના શિક્ષણ પ્રધાન (education minister gujarat)ના નિવેદનને પણ વખોડી કાઢ્યું હતું. શિક્ષણ પ્રધાનનું નિવેદન હતું કે, બાળકો ખુલ્લા મેદાનમાં ભણે તેમાં કંઈ જ અસામાન્ય નથી, તેઓ પણ ભૂતકાળમાં આજ રીતે ભણ્યા છે.

શાળાની સ્થિતિ અંગે રિપોર્ટ છપાતા હાઇકોર્ટે તેના ઉપર સુઓમોટો લીધી

છોટા ઉદેપુરમાં આવેલી એક પ્રાથમિક શાળા (primary school chhota udepur)ની ઇમારત 2020માં ચોમાસામાં ધરાશાઈ થઈ જતા બાળકો જમીન ઉપર ભણવા મજબૂર છે. શાળા ઉપર કોઈએ ધ્યાન ન આપતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. એક સામાયિક પત્રમાં શાળાની સ્થિતિ અંગે રિપોર્ટ છપાતા હાઇકોર્ટે તેના ઉપર સુઓમોટો લીધી હતી.

બાળકો મેદાનમાં નીચે બેસી ભણવા મજબૂર

રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાને કારણે 2 વાંસના લાકડા ઉપર બ્લેક બોર્ડ મુકવામા આવ્યું છે અને બાળકો પણ મધ્યાહન ભોજનના લાભ (madhyahan bhojan yojana gujarat)ને કારણે શાળામાં આવે છે. આ બાળકો લઘુમતી વિસ્તારમાંથી આવતા હોવાને કારણે તેમની પાસે શિયાળામાં ગરમ કપડાં પહેરી શકે તેની પણ સુવિધા નથી. તેમ છતાં બાળકો મેદાનમાં નીચે બેસી ભણવા મજબૂર છે.

શિક્ષણ પ્રધાનનું ઘૃણાસ્પદ નિવેદન

કોર્ટે રિપોર્ટમાં છપાયેલા સમાચાર વિશે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, શાળાની સ્થિતિ કરતા પણ વધુ ઘૃણાસ્પદ છે રાજ્યના શિક્ષણ પ્રધાનનું નિવેદન. કોર્ટે અહીં શિક્ષણ પ્રધાનના એ નિવેદન વિશે ઉલ્લેખ કર્યો હતો જે તેમણે સામાયિક પત્રના રિપોર્ટરને આપ્યો હતો. સમાચારમાં રાજ્યના શિક્ષણ પ્રધાનનું નિવેદન હતું કે, આમાં કંઈ જ અસામાન્ય નથી. પ્રાથમિક શાળાના બાળકો શિયાળામાં આવી રીતે જ ભણવા ટેવાયેલા છે. કોર્ટે રાજ્ય કેબિનેટ કક્ષાના શિક્ષણ પ્રધાને આપેલા નિવેદનને શરમજનક ગણાવ્યું હતું.

શિક્ષણ વિભાગના એડિશનલ સેક્રેટરીને રિપોર્ટ સાથે કોર્ટમાં હાજર રહેવા આદેશ

કોર્ટે નોંધ્યું હતું કે કેબિનેટ કક્ષાના પ્રધાને જાહેરમાં આવા વિષયો ઉપર નિવેદન આપતા પહેલા વાણી ઉપર સંયમ રાખવો જોઈએ તેવી અમે આશા રાખીએ છીએ. કોર્ટે આ ઘટના મામલે શિક્ષણ વિભાગના એડિશનલ સેક્રેટરી (additional secretary department of higher education) કક્ષાના ઉચ્ચ અધિકારીને રિપોર્ટ સાથે કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો હતો. આ રિપોર્ટ ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ મુકવાનો રહેશે. આ સાથે કોર્ટે રોડ એન્ડ બિલ્ડિંગના એડિશનલ સેક્રેટરી (additional secretary of roads and buildings department)ને પણ આગામી સુનાવણીમાં હાજર રહેવા આદેશ કર્યો હતો. કોર્ટે જવાબદાર વિભાગને 6 મહિનામાં નવી શાળા બનાવવા પણ આદેશ કર્યો છે. કોર્ટે અહીં નોંધ્યું હતું કે, આ મામલે અમે ગંભીર નોંધ લઈશું.

આ પણ વાંચો: Gujarat High Court Undertaking : હાઇકોર્ટે દીકરાને કહ્યું 90 વર્ષની માતાની સંભાળ રાખશો તેનું અન્ડરટેકિંગ રજૂ કરો

આ પણ વાંચો: Cyber crime prevention : હવે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાયબર સિક્યુરિટીનું પણ જ્ઞાન આપવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.