ETV Bharat / city

આ દેશમાં દર 6 મહિને કોરોના ફેઝ આવશે તો એ રીતે તૈયારી કરો- ગુજરાત હાઇકોર્ટ

author img

By

Published : May 26, 2021, 2:20 PM IST

Updated : May 26, 2021, 7:01 PM IST

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટમાં આજે કોરોનાને લઈને સુઓમોટો સુનવણી થઈ હતી. જેમાં જસ્ટિસ બેલા ત્રિવેદી અને ભાર્ગવ કારીયાની ખંડપીઠે સુનવણી કરી હતી.

  • ગુજરાત હાઇકોર્ટમાં આજે કોરોનાને લઈને સુઓમોટો સુનવણી થઈ
  • જસ્ટિસ બેલા ત્રિવેદી અને ભાર્ગવ કારીયાની ખંડપીઠે સુનવણી કરી
  • માત્ર 18 પ્લસના પહેલા ડોઝ માટે જ પ્લાનિંગ કરવું એ યોગ્ય નથી

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ(gujarat high court) માં આજે કોરોનાને લઈને સુઓમોટો સુનવણી થઈ હતી. આ સુનવણીમાં જસ્ટિસ બેલા ત્રિવેદી અને ભાર્ગવ કારીયાની ખંડપીઠે સુનવણી કરી હતી. જ્યારે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, એડિશનલ સોલિસીટર જનરલ દેવાંગ વ્યાસ હાજર રહ્યા હતા. જ્યારે અન્ય પણ સિનિયર એડવોકેટ્સ હાજર રહી હાલની પરિસ્થિતિ અંગે રજૂઆત કરી હતી.

આ દેશમાં દર 6 મહિને કોરોના ફેઝ આવશે તો એ રીતે તૈયારી કરો

અમને કયા ઉંમરના લોકોને વેક્સિન અપાઈ એમાં રસ નથી

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીએ એડવોકેટ જનરલને જણાવ્યું હતું કે, અમને કયા ઉંમરના લોકોને વેક્સિન અપાઈ એમાં રસ નથી આઉટકમ શું આવ્યું એ જણાવો. તેના જવાબમાં એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, અમે 2 કરોડ 50 લાખના ડોઝીસ માટે ઓર્ડર કર્યો છે અને બીજા 50 લાખ એમ કુલ 3 લાખ ડોઝ માટેનો ઓર્ડર અપાયો છે. સામેથી વેક્સિન આપનારી એજન્સીનો રિસ્પોન્સ એ આવ્યો કે અન્ય રાજ્યોને પણ વેક્સિન સપ્લાય કરવાની હોવાથી તેઓ પ્રયત્ન કરશે કે જેમ બને તેમ જલ્દી ડોસીઝ સપ્લાય કરે. એવામાં કોર્ટે ટકોર કરી હતી કે જો તમે જેટલો ડોઝ માંગ્યો એટલો ન મળે તો ઓર્ડરનો મતલબ શું?

6 કરોડ 5 લાખ ડોઝીસની જરૂરિયાત- રાજ્ય સરકાર

એડવોકેટ જનરલે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમને 6.5 કરોડ ડોઝીસની જરૂર છે. અમે તેમને તમામ ઓર્ડર પૂરો પાડવા જણાવ્યો પણ તેમણે એ શક્ય ન હોવાનું જણાવ્યું. આગામી સમયમાં સ્પુટનિક વેક્સિન પણ આવશે એટલે જથ્થો વધશે.

બે મેન્યુફેકચરિંગ પાસેથી તમે કેટલી વેક્સિન મેળવી તે કહી શકો?

જસ્ટિસ ભાર્ગવ કારીયાએ સરકારને પ્રશ્ન કર્યો હતો કે બે મેન્યુફેકચરિંગ પાસેથી તમને કેટલી વેક્સિન મળી તે કહી શકો? તેના જવાબમાં એડવોકેટ જનરલે જણાવ્યું કે મે સુધીમાં 13 લાખ 68 હજાર 650 વાયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીરમ ઇન્ડિયા પાસેથી કોવિશિલ્ડની રસી લીધી. જ્યારે ભારત બાયોટેક પાસેથી 2 લાખ 49 હજાર 240 જેટલી કોવેકશીન લીધી છે. આગામી સમયમાં બીજી વેક્સિન મળશે.

તમારે વેક્સિન મેળવવા અન્ય એજન્સીઓનો પણ સમ્પર્ક કરવો જોઈએ- કોર્ટ

વેક્સિન ઉપલબ્ધ કરાવવા મુદ્દે ચાલી રહેલી રજૂઆત સમયે કોર્ટે રાજ્ય સરકારને કહ્યું હતું કે તમારે વેક્સિન મેળવવા અન્ય એજન્સીઓનો પણ સમ્પર્ક કરવો જોઈએ. જેના જવાબમાં એડવોકેટ જનરલે કોર્ટમાં જણાવ્યું હતું કે વિશ્વભરમાં માત્ર 6 જ એજન્સી પાસે વેક્સિન છે. સ્પુટનિક થોડા સમયમાં આવવાની છે. એવામાં કોર્ટે રાજ્ય સરકારને કહ્યું હતું કે તમે કેમ ગ્લોબલ ટેન્ડર માટે એપ્લાય નથી કરતા? આ પ્રશ્નનો જવાબ આપતા એડવોકેટ મનીષા લવકુમારે જણાવ્યું હતું કે, નિયમ મુજબ માત્ર કેન્દ્ર સરકાર આ એપ્રોચ કરી શકે છે. રાજ્યને આ માટેની મંજૂરી નથી. ઘણા રાજ્યોએ આ માટેના પ્રયાસો કર્યા છે પણ તેમને મનાઈ ફરમાવવામાં આવી છે.

જેમને રજિસ્ટ્રેશન ન ફાવે એવો શું કરે?

નામદાર હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશનની વ્યવસ્થા શું છે? 100 માંથી 20નું સ્પોટ રજીસ્ટ્રેશન કરો. જે લોકો મોબાઈલ વાપરતા ન હોય અથવા જેમને રજિસ્ટ્રેશન ન ફાવે એવો શું કરે? તમે 120 સ્લોટ રાખો એક સેન્ટર એ 100 ઓનલાઇન રજીસ્ટ્રેશન અને 20 સ્પોટ રજીસ્ટ્રેશન કરે જેથી ગામડાના લોકોને સરળતા રહે. આ ઉપરાંત કોર્ટે જણાવ્યું હતું કે વેક્સિનના બીજા ડોઝ અંગે પણ ધ્યાન આપો. તેમને વેક્સિનનો બીજો સમયસર મળે તો સારું છે કારણ કે તેઓ એ પહેલો ડોઝ જ લીધો છે. માત્ર 18 પ્લસના પહેલા ડોઝ માટે જ પ્લાનિંગ કરવું એ યોગ્ય નથી બધું વિચારીને પ્લાનિંગ કરો.

લોકોને બંને ડોઝ ઝડપથી મળે તેવા પ્રયાસો કરો

કોર્ટે જણાવ્યું હતું કે જે લોકોએ પહેલો ડોઝ લીધો છે તેઓ ને બીજો ડોઝ પણ ઝડપથી મળે તે પણ જુઓ. હવે તમને ખબર છે કે કેટલા લોકોને બીજો ડોઝ આપવાનો છે. તમે દર વખતે બીજા ડોઝ માટેના સમયમાં વધારો કરી રહ્યા છે. એ પાછળ કોઈ સાઇન્ટિફિક તથ્ય હોવું જોઈએ. તમે અગાવું 45 દિવસ બાદ બીજો ડોઝ લેવો તેવો નિર્દેશ કર્યો. એ બાદ દિવસ લંબાવવામાં આવ્યા, પછી ફરીવાર દિવસમાં વધારો કર્યો.

મેડિકલ સ્ટાફની લાંબા સમય માટે નિમણુંક કરવા શું આયોજન છે?

કોર્ટે સરકારને જણાવવા કહ્યું હતું કે મેડિકલ સ્ટાફની લાંબા સમય માટે નિમણુંક કરવા શું આયોજન છે? માત્ર કોરોનાનાં પ્રથમ તબક્કા અને બીજા તબક્કા માટે જ નિમણુંક નહીં પણ ત્રીજા અને ચોથા તબક્કા સુધી સ્ટાફ રહે તે માટે શું પોલિસી છે. જો કે સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે એક ટેમ્પરરી અને પરમનન્ટ બેઝ ઉપર નિમણુંક કરી રહ્યા છે.

આ દેશમાં દર 6 મહિને કોરોના ફેઝ આવશે તો એ રીતે તૈયારી કરો

કોર્ટે નોંધ્યું હતું કે આ દેશમાં કોઈ પણ હાથ સેનેટાઈઝ કરવામાં કે માસ્ક યોગ્ય રીતે પહેરવામાં માનતું નથી. તેથી સરકારે દર 6 મહીનાએ કોરોના ફેઝ આવશે તેવું માનીને તૈયારી કરો. જેમ તમે નાગરિકોને ટ્રાફિકના નિયમનું પાલન કરાવો છો. જેમ લોકો ક્રોસિંગ ઉપર સ્ટોપ લાઈન ક્રોસ ન કરવા બંધાયેલા છે તેવી જ રીતે માસ્ક અને સેનેટાઇઝ કરાવો.

આગામી સમયમાં વધુ વેક્સિન લેવા કેન્દ્ર સરકારનું શું આયોજન છે?

કોર્ટે આગામી સમયમાં વધુ વેક્સિન લેવા કેન્દ્ર સરકારનું શું આયોજન છે? તે અંગે સવાલ કરતા એડિશનલ સોલિસીટર જનરલ દેવાંગ વ્યાસે જણાવ્યું હતું કે જેમ વેક્સિનમાં વધારો થશે તેમ રાજ્યોને ઓર્ડર મુજબ એલોકેશન કરવામાં આવશે. વેક્સિનના બીજા ડોઝ ના સમયમાં વધારો કરવામાં આવ્યો છે કારણકે આ માટે નિમાયેલી 7 સભ્યોની કમિટીએ ભારત, અમેરિકામાં સાઈન્ટીફ સ્ટડી કરી આ સમય લંબાવ્યો છે. બે વેક્સિન વચ્ચે 8 અઠવાડિયાનો સમય રાખતા વધુ સારા પરિણામો મળશે.

જે લોકો નિયમો બહાર પાડી રહ્યા છે એટલીસ્ટ તે લોકો નિયમોનો ભંગ ન કરે- સિનિયર એડવોકેટ પર્શિ કાવીના

આશા વર્કર્સ અને જુવાન MBBS ડૉક્ટર્સને વેક્સિનેશન આપવી જોઈએ. જ્યારે તેઓ વેક્સિન લેવા જાય તો તેમને લાઈનમાં ઉભા રહેવાનું કહેવામાં આવે છે. જે સારવાર આપી રહ્યા છે તેમને જ વેક્સિન મેળવવામાં સમય લાગી રહ્યો છે. આ ઉપરાંત તેમણે રજુવાત કરી હતી કે ટૂંકા ગાળા માટે સ્ટાફની નિમણુંક કરવામાં આવી રહી છે. બે મહિના માટેની અપોઇન્ટમેન્ટમાં તો વ્યક્તિ યુઝડ ટુ પણ ન થઈ શકે. આ ઉપરાંત પર્શિ કાવીનાએ આગામી ત્રીજા લહેરની તૈયારી લઈને પણ રાજુવાત કરી હતી. મોટા પ્રમાણમાં લોકો ભેગા થઈ મોટું ઉદ્ઘાટન કરી રહ્યા છે. તેમણે વિનંતી કરતા જણાવ્યું હતું કે હું માત્ર એટલું કહું છું કે જે લોકો નિયમો બહાર પાડી રહ્યા છે એટલીસ્ટ તે લોકો નિયમોનો ભંગ ન કરે.

છેલ્લા અઠવાડિયામાં કેટલી વેક્સિન મળી અને કેટલાની આવતા અઠવાડિયામાં જરૂર પડશે?

હોસ્પિટલને આધારકાર્ડ ફરજીયાત નથી તેની સૂચના આપવમાં આવે તેવી એડવોકેટ મિહિર ઠાકોરે રાજુવાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હજી પણ હોસ્પિટલને આધારકાર્ડ ફરજીયાત નથી તેની સૂચના આપવમાં આવે. આ ઉપરાંત તેમણે રાજુવાત કરી હતી કે હજી પણ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીના આંકડા નોંધવાને બદલે માત્ર માત્ર કેટલા લોકોના ટેસ્ટથયા તેના આંકડા નોંધવામાં આવે છે. આ ઉપરાંત બીજો મહત્વનો મુદ્દો રેમડેસીવીર ઇન્જેક્શનની વહેંચણી છે. જ્યારે પણ રેમડેસીવીર ઇન્જેક્શન નોન ઓક્સિજન દર્દીને આપવામાં આવે ત્યારે તેનો નિર્ણય કલેકટર નહીં પણ મેડિકલ ઓફિસર દ્વારા થવો જોઈએ.

Last Updated :May 26, 2021, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.