ETV Bharat / city

ગુજરાત હાઈકોર્ટે સુમૂલ ડેરીમાં રાજ્ય સરકારે કરેલી બે પ્રતિનિધિઓની નિમણૂકને રદ કરી

author img

By

Published : Nov 6, 2020, 8:41 PM IST

ગુજરાત હાઈકોર્ટે દક્ષિણ ગુજરાતના સુરતમાં આવેલી સુમુલ ડેરીમાં રાજ્ય સરકારે બે પ્રતિનિધિઓની કરેલી નિમણૂકને રદ કરી છે. સુમલ ડેરીના બોર્ડની ચૂંટણીનું પરિણામ તારીખ 9 ઓગસ્ટ, 2020ના રોજ જાહેર થયું હતું. ત્યાર બાદ સરકારના બે પ્રતિનિધિ નિમવાના મામલે કેસ હાઈકોર્ટમાં ગયો હતો.

ગુજરાત હાઈકોર્ટે સુમૂલ ડેરીમાં રાજ્ય સરકારે બે પ્રતિનિધિઓની કરેલી નિમણુકને રદ કરી
ગુજરાત હાઈકોર્ટે સુમૂલ ડેરીમાં રાજ્ય સરકારે બે પ્રતિનિધિઓની કરેલી નિમણુકને રદ કરી

  • જિલ્લા રજીસ્ટ્રાર સુરત દ્વારા સુમૂલ ડેરીને પત્ર લખવામાં આવ્યો હતો
  • સરકારના બે પ્રતિનિધિ નીમવા પ્રધાનની ભલામણ છે
  • ગુજરાત હાઈકોર્ટે સરકારી બે પ્રતિનિધિની નિમણુક રદ કરી


    અમદાવાદ- સુમૂલ ડેરીમાં બોર્ડની ચૂંટણી પછી તારીખ 18 ઓગસ્ટ, 2020ના રોજ જિલ્લા રજીસ્ટ્રાર, સુરત દ્વારા રજીસ્ટ્રાર, સહકાર વિભાગને પત્ર લખવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું કે સુમૂલ ડેરીમાં બે પ્રતિનિધિ નીમવા જરૂરી છે તેમાં રાકેશ સોલંકી અને યોગેશ રાજપુતને પ્રતિનિધિ નીમવા માટે પ્રધાન તથા એમએલએની ભલામણ છે. આ બાબતે રજીસ્ટ્રાર, સહકાર વિભાગ દ્વારા તારીખ 21.8.2020ના રોજ કારણદર્શક નોટિસ સુમૂલ ડેરીને ઇસ્યુ કરવામાં આવી હતી. તેમાં સુમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટરે જવાબ આપે કે મંડળીના પેટા નિયમો અન્વયે તેઓને આ બાબતે અભિપ્રાય આપવાનો થતો નથી તથા ડેરીનું બોર્ડ હજી નીમાયું નથી.

  • ચૂંટાયેલા બે સભાસદો દ્વારા જ વાંધા અરજી અપાઈ

    આ કારણદર્શક નોટિસમાં ચૂંટાયેલા બે સભાસદો ભરત પટેલ અને સુનીલ ગામીત દ્વારા વાંધા અરજી આપવામાં આવી હતી, જે રજિસ્ટર દ્વારા નામંજૂર કરવામાં આવી અને રજિસ્ટ્રાર, સહકાર વિભાગ દ્વારા તારીખ 24.8.2020ના રોજ હુકમ કરવામાં આવ્યો, જેમાં સરકારના બે પ્રતિનિધિ તરીકે રાકેશ સોલંકી અને યોગેશ રાજપૂતની નિમણૂક કરવામાં આવે. તેનાથી નારાજ થઈ ચૂંટાયેલા બે સભાસદો- ભરત પટેલ અને સુનીલ ગામીતે ગુજરાત હાઈકોર્ટમાં કેસ કર્યો હતો.

    બે પ્રતિનિધિના મત અલગ રાખવા ગુજરાત હાઈકોર્ટનો વચગાળાનો હૂકમ

    સૌપ્રથમ ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો હુકમ કર્યો, જેમાં જણાવ્યું હતું કે તારીખ 4-9-2020ના રોજ થનારી ચૂંટણીમાં સરકારના બે પ્રતિનિધિના મત અલગ સ્થિતિમાં રાખવા અને ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીનું પરિણામ જાહેર કરવું નહીં. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે આ કેસની આખરી સુનાવણી કરી અને જેનો ચૂકાદો આજે કેસમાં આપ્યો છે.

  • સુમૂલ ડેરી કેસના મુખ્ય અવલોકનો નીચે પ્રમાણેના છેઃ

    (1) આ કેસના વિશિષ્ટ તથ્યોને આધારે અરજદારો કેસ કરવા ક્ષમતા ધરાવે છે, એટલે કે તેઓને locus standi છે.
    (2) ગુજરાત હાઈકોર્ટે જિલ્લા રજિસ્ટર, સુરત અને રજીસ્ટ્રાર, સહકાર વિભાગની ઓરિજિનલ ફાઈલ એટલે સરકારની ફાઈલ મંગાવી તથા તેની ચકાસણી ઉપરથી એવું તારણ કાઢ્યું છે કે રજીસ્ટ્રાર, સહકાર વિભાગ દ્વારા સ્વતંત્ર રીતે નિર્ણય લેવામાં આવ્યો નથી અને જિલ્લા રજિસ્ટર, સુરતના પત્રને ધ્યાને લઇ પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવી છે. સહકારી કાયદાની કલમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કલમ-80(2) નીચે પ્રતિનિધિઓની નિમણુક કરતી વખતે રજીસ્ટ્રાર, સહકારી મંડળી દ્વારા સ્વતંત્ર તારણ ઉપર આવવું અનિવાર્ય છે.
    (3) ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારના 2014ના પરિપત્ર અને રદબાતલ ઠરાવ્યો છે, જે પરિપત્રમાં એવું હતું કે હારેલો ઉમેદવાર જે તે મંડળીમાં સરકારી પ્રતિનિધિ તરીકે નિયુક્ત થઈ શકશે, જેથી હવે રાજ્ય સરકાર કોઈપણ હારેલા ઉમેદવારની નિમણૂક સરકારના પ્રતિનિધિ તરીકે કરી શકશે નહીં.
    (4) ગુજરાત હાઈકોર્ટે વધુમાં એવું અવલોકન કરેલ છે કે રાજ્ય સરકારના પ્રતિનિધિઓની નિમણુંક કરતી વખતે ચૂંટાયેલા સભ્યોને અથવા બોર્ડની સાંભળવા અનિવાર્ય છે અને જો તે ન કરવામાં આવે તો principles of natural justice નો ભંગ થયેલ ગણાશે.
    (5) તદુપરાંત ગુજરાત હાઇકોર્ટએ એવું ઠરાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરેલ બે પ્રતિનિધિએ મૂળભૂત રીતે બોર્ડના સભાસદ થવા માટે ગેરલાયક છે, કેમ કે તેવામાં આ એક એવા રાકેશ સોલંકી ચૂંટણીમાં હારી ગયેલ છે અને બીજા યોગેશ રાજપૂતનું ચૂંટણી ફોર્મ રદ થયું હતું. જેથી સરકાર દ્વારા કરેલ પ્રતિનિધિની નિમણુક મૂળભૂત રીતે અથવા તો મેરીટમાં પણ ગેરકાયદે છે.

  • હાઈકોર્ટે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી પરિણામ જાહેર કરવા આદેશ કર્યો

    અંતમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે તારીખ 4 ઓગસ્ટ, 2020ના રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની થયેલ ચૂંટણીનું પરિણામ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના જજ દ્વારા એક મહત્વના ચૂકાદા દ્વારા રાજ્ય સરકારના બે પ્રતિનિધિની નિમણૂક સુમૂલ ડેરીમાં રદ કરી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.