ETV Bharat / city

સાબરમતી નદી પ્રદુષિત થતા ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી

author img

By

Published : Sep 24, 2021, 2:10 PM IST

સાબરમતી નદી પ્રદુષિત થતા ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. જેમાં મનપાના સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કામ નહીં કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. કોર્ટ મિત્ર હેમાંગ શાહે કોર્ટ સમક્ષ કરેલી રજુઆતમાં સામે આવ્યું છે કે ઓદ્યોગિક એકમો દ્વારા ટ્રીટ કર્યા વિનાનું પાણી મનપાના સુવેજ લાઈનમાં ઠાલવવામાં આવી રહ્યું છે. જેના કારણે STP ના બેક્ટેરિયા જીવી શકતા નથી અને STP કામ નથી કરી રહ્યા. આ સામે ETV Bharat મનપાની કામગીરીનો તાગ મેળવવા વોટર કમિટીના ચેરમેન જતીન પટેલ સાથે વાતચિત કરવાનો પ્રયાસ કર્યો.

સાબરમતી નદી પ્રદુષિત થતા ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી
સાબરમતી નદી પ્રદુષિત થતા ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી

  • મનપાએ STP અપગ્રેડ કરવા વલ્ડ બેન્ક પાસેથી 3000 કરોડની ગ્રાન્ટ મેળવી
  • દૂષિત પાણીને ટ્રીટ કરી ઔદ્યોગિક એકમોને વેચવાનું મનપાનું આયોજન
  • NGT ના નવા નોર્મસ મુજબ પ્લાનિંગ મનપાએ હાથ ધર્યુ


અમદાવાદ: સાબરમતી નદીના પ્રદુષણને ઘટાડવા મનપા કેવા પ્રકારનું આયોજન કરી રહી છે તે મુદ્દે જણાવતા જતીન પટેલે કહ્યું કે," હાલ મનપા NGT ના નવા નોર્મસ મુજબ STP પ્લાન્ટસને અપગ્રેડ કરવા તરફ આગળ વધી રહી છે. STP માંથી જે પાણી ટ્રીટમેન્ટ થયા બાદ નદીમાં ઠલવાઇ રહ્યું છે તેના COD અને BOD NGTના નવા નોર્મસ મુજબ હોય તે માટે મનપા કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું. આ માટે મનપાએ વલ્ડ બેન્ક પાસેથી રૂપિયા 3 હજાર કરોડની લૉન માટે MOU કર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. પરંતુ આ સામે ઔદ્યોગિક એકમો નવા અપગ્રેડ STP પ્લાન્ટસમાં પ્રદુષિત પાણી ન ઠાલવે તે માટે મનપા શું કરશે તે માટે મનપા પાસે કોઈ નક્કર આયોજન હોવાનું સામે આવ્યું નથી.

વર્ષ 2019-20 માં પણ નદીની સફાઈ હાથ ધરાઈ પણ પરિસ્થિતિ જેસે થે વેસે

વર્ષ 2019-20 માં પણ મોટા ઉપાડે મનપાએ સાબરમતી નદીની સાફસફાઈની મોટા પાયે ઝુંબેશ ઉપાડી હતી. જેમાં પૂર્વ મનપા કમિશનર વિજય નહેરાએ જનભાગીદારીથી અને સ્વૈચ્છીક સંસ્થાઓની મદદ લઇ નદીનો કચરો દૂર કર્યો હતો. રાજ્યના કેબિનેટ મંત્રીથી લઇ સ્થાનિક કાઉન્સિલરોએ પણ નદીની સફાઈના ફોટો પડાવી જાહેરાત કરી હતી. આ સિવાય સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ દ્વારા પણ નદીના 20 થી વધુ ઈંલેટ્સ બંધ કર્યા હોવાની કામગીરી પણ કરી બતાવવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ ફરીથી પરિસ્થિતિ જેસે થે વેસે ની જ બની ગઈ છે.

સાબરમતી નદી પ્રદુષિત થતા ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી

આ પણ વાંચો : PM મોદીએ કમલા હેરિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું, કહ્યું લોકો તમારી રાહ જોઈ રહ્યા છે

નદી 1947માં સ્વચ્છ હતી- હાઇકોર્ટ

હાઇકોર્ટમાં ચાલતી સાબરમતી સુઓમોટો ઉપર કોર્ટે નોંધ્યું છે કે 1947 પહેલા નદીનું પાણી સ્વચ્છ હતું પરંતુ ત્યારબાદ નદીનું પાણી પ્રદુષિત થયું છે. કોર્ટ મિત્ર હેમાંગ શાહે પણ મીડિયાને જણાવ્યું હતું કે," માત્ર 2 થઇ 3 વર્ષ પહેલા નદીની સ્થિતિ અને આજની સ્થિતિ પણ ઘણો અંતર જોવા મળી રહ્યો છે. આજે નદી ઘણી પ્રદુષિત થઈ છે". આ સાથે કોર્ટે નોંધ્યું છે કે જે COD નું મહત્તમ લેવલ 250 અને BOD નું મહત્તમ લેવલ 30 હોવું જોઈએ તે આજે હજારની ઉપર છે. આ સાથે આવું દૂષિત પાણી ખેતરોમાં કઈ રીતે જઇ શકે તેના ઉપર પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : આગળ વધવાની તકો મળવાથી જ સમાજ પ્રગતિ કરે છે: રાષ્ટ્રપતિ કોવિંદ

પર્યાવરણ અને વન મંત્રાલયના આંકડા મુજબ સાબરમતી દેશની સૌથી પ્રદુષિત નદીઓમાની એક

પર્યાવરણ અને વન મંત્રાલય (MoEF) ના ડેટા મુજબ, સાબરમતી નદી દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાંની એક છે. અત્યંત પ્રદૂષિત નદીઓ ધરાવતાં ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાત ચોથા ક્રમે છે, ગંભીર રીતે પ્રદૂષિત 20 નદીઓ છે.ગુજરાતની મોટાભાગની નદીઓ કે જ્યાં ગંદા પાણી ઠાલવવામાં આવી રહ્યા છે જેના પરિણામસ્વરૂપે સીઓડીનું સ્તર 700 થી 1000 મિલિગ્રામ પ્રતિ લિટરની રેન્જમાં છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.