ETV Bharat / city

ગુજરાત વીજ નિયમન પંચે વીજદરમાં વધારો મંજૂર કર્યો

author img

By

Published : Apr 3, 2021, 12:31 PM IST

ગુજરાત વીજ કંપની
ગુજરાત વીજ કંપની

ગુજરાત વીજ નિયમન પંચે ગુજરાત સરકારની ચાર વીજ કંપનીઓ માટે વીજ દરમાં 21 પૈસાનો વધારો મંજૂર કર્યો છે. આ વધારાને કારણે દર મહિને 200 યુનિટની આસપાસનો વીજ વપરાશ કરતા ગ્રાહકોના વીજ બિલમાં વેરા સાથે રૂપિયા 50થી 55નો વધારાનો બોજો આવશે.

  • ચાર વીજ કંપનીઓ દ્વારા તેના 1.30 કરોડ કરોડ વસુલવામાં આવ્યા
  • વીજદરમાં યુનિટદીઠ 21 પૈસાનો વધારો કરવાનો નિર્ણય
  • યુનિટ રૂપિયા 4.30થી વધારીને રૂપિયા 4.48 કરી આપ્યા

અમદાવાદ : ગુજરાત સરકારની ચાર વીજ કંપનીઓ દ્વારા તેના 1.30 કરોડ વીજ જોડાણ ધારકો માટે ફ્યૂલ પ્રાઇઝ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ વસૂલવામાં આવ્યો છે. આ વીજદરમાં યુનિટદીઠ 21 પૈસાનો વધારો કરવાનો નિર્ણય ગુજરાત વીજ નિયમન પંચે કર્યો છે. ગુજરાત વીજ નિયમન પંચે આ વધારો આપવા માટે પાવર પરચેઝ કોસ્ટના પાયાના ભાવ યુનિટ રૂપિયા 4.30થી વધારીને રૂપિયા 4.48 કરી આપ્યા છે. આમ બેઝિક દરમાં 18 પૈસાનો વધારો આપ્યો છે. તેવી જ રીતે ફ્યૂલના બેઝિક ભાવ રૂપિયા એક પોઈન્ટ 59થી વધારીને રૂપિયા 1.80 કરી આપ્યા છે.

આ પણ વાંચો : વીજ વિતરણ કંપનીઓનું દેવું વધીને સાડા ચાર લાખ કરોડનું

2021-22ના વીજબિલમાં આ વધારો જોવા મળશે


વર્ષ 2021-22ના વીજબિલમાં આ વધારો જોવા મળશે. તેને કારણે 1.20 કરોડ વીજળી વાપરતા ગ્રાહકોને માથે વર્ષે રૂપિયા 1,200 કરોડ નો વીજ દર વધારાનો બોજો આવશે. એક મહિનામાં આ બોજો 175 કરોડ રૂપિયા થશે.

આ પણ વાંચો : જામનગરમાં PGVCL દ્વારા સતત બીજા દિવસે રેડ કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.