ETV Bharat / city

Gujarat Corona Update: હાશ.....રાજ્યમાં કોરોનાના કેસોમાં ધટાડો પણ એક જ દિવસમાં 19 લોકોના મૃત્યુ

author img

By

Published : Jan 23, 2022, 9:22 PM IST

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 16,617 નવા કેસ (Gujarat Corona Update) નોંધાયા છે. તો બીજી તરફ આજે 19 લોકોના મૃત્યુ થયા છે.

Gujarat Corona Update: હાશ.....રાજ્યમાં કોરોનાના કેસોમાં ધટાડો પણ એક જ દિવસમાં 19 લોકોના મૃત્યુ
Gujarat Corona Update: હાશ.....રાજ્યમાં કોરોનાના કેસોમાં ધટાડો પણ એક જ દિવસમાં 19 લોકોના મૃત્યુ

અમદાવાદ: ગુજરાતમાં રાજ્યમાં કોરોનાના કેસો (Gujarat Corona Update)માં ધટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં નવા 16,617 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 11,636 દર્દીઓ સાજા થયા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં 9,17,469 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાથી સાજા થવાનો દર પણ ઘટીને 86.35 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર હાલમાં કોરોનાના રસીકરણ મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 1,16,936 રસીના ડોઝ અપાયા હતા.

કોરોનાના લીધે 19 લોકોના મૃત્યુ

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 1,34,837 એક્ટિવ (Gujarat active case) કેસ છે. જે પૈકી 258 નાગરિકો વેન્ટિલેટર પર છે. 1,34,579 નાગરિકો સ્ટેબલ છે. 10,249 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 19 નાગરિકોનાં મોત થયા હતા.

રાજ્યમાં કેટલું રસીકરણ

રસીકરણ (Gujarat vaccination)ના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને 570ને બીજો ડોઝ અપાયો હતો.. 45 વર્ષથી વધારેની ઉંમરના 3,668ને રસીનો પ્રથમ 16,900 નાગરિકોને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 14,210ને પ્રથમ 52,561ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 11,598 રસીના ડોઝ અપાયા હતા. આ ઉપરાંત 17,424 રસીના પ્રિકોશન ડોઝ અપાયા હતા. 1,16,936 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 9,63,45,327 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે...

આ પણ વાંચો:

Subhash Chandra Bose Award: વડાપ્રધાન ગુજરાતની આપદા પ્રબંધન સંસ્થાને સુભાષચંદ્ર બોઝ એવોર્ડ આપશે

India Gate Subhash Chandra Bose: ઇન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમા PM મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.