ETV Bharat / city

ગુજરાત પેટા ચૂંટણીઃ કોંગ્રેસે 5 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા

author img

By

Published : Oct 12, 2020, 8:08 PM IST

Updated : Oct 12, 2020, 9:17 PM IST

ગુજરાત વિધાનસભાની આગામી પેટા ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીએ 5 બેઠક માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બાકી રહેલી 3 બેઠક માટે ઉમેદવારોના નામ મંગળવાર સુધીમાં જાહેર થાય તેવી શક્યતા છે.

Congress candidate
કોંગ્રેસના ઉમેદવાર

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આગામી પેટા ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીએ 5 બેઠક માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ધારી બેઠક માટે સુરેશ કોટડિયા, અબડાસા બેઠક માટે શાંતિલાલ સંઘાણી, મોરબી માટે જયંતી પટેલ, ગઢડાથી મોહનભાઈ સોલંકી અને કરજણ બેઠક માટે કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે.

પેટા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે 5 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી: ભાજપે 7 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા, લીંબડી માટે સસ્પેન્સ યથાવત

આ પણ વાંચો: પેટાચૂંટણીના નામોને લઈ કોંગ્રેસમાં ધમાસાણ, પ્રમુખ સ્ક્રીનિંગ કમિટી સાથે બેઠક યોજશે

ઈટીવી ભારત દ્વારા એક અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો. જેમાં સંભવિત ઉમેદવારોના નામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. તેમાંથી જ પાંચ બેઠકોના નામ પર કોંગ્રેસ પક્ષે મહોર મારી છે.

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની યાદી
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની યાદી

Last Updated :Oct 12, 2020, 9:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.