ETV Bharat / city

Gyanvapi Masjid Case : જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વારાણસી કોર્ટ થોડીવારમાં આપશે નિર્ણય

author img

By

Published : May 12, 2022, 7:44 AM IST

Updated : May 12, 2022, 1:28 PM IST

આજે આવશે ધોરણ 12 સાયન્સનું પરિણામ
આજે આવશે ધોરણ 12 સાયન્સનું પરિણામ

13:25 May 12

Gyanvapi Masjid Case : જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વારાણસી કોર્ટ થોડીવારમાં આપશે નિર્ણય

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અંગે કોર્ટ ગમે ત્યારે ચુકાદો સંભળાવી શકે છે. જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે અને એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રાને હટાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર આ નિર્ણય આવવાનો છે. વારાણસી કોર્ટમાં ન્યાયાધીશો તેમના આદેશો ટાઈપ કરી રહ્યા છે. એટલું જ નહીં, આદેશને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું છે. કોર્ટમાં માત્ર પક્ષકારો જ હાજર છે. તેમની હાજરીમાં ચુકાદો સંભળાવવામાં આવશે.

10:58 May 12

સુરેન્દ્રનગરમાં નર્મદાનું પાણી મેળવવા ખેડૂતો ઉતર્યા મેદાને

સુરેન્દ્રનગરમાં ખોડુ ગામમાં પોલીસનો કાફલો તહેનાત કરી દેવાયો છે. નર્મદાનું પાણી આપવા મામલે 31 ગામના ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજી કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવાના હતા. જોકે, ખેડૂતો અને પોલીસ તંત્ર વચ્ચે વાટાઘાટો ચાલુ છે. ત્યારે ખેડૂતો તો રેલી યોજવા મક્કમ છે. બીજી તરફ ખેડૂતોની ધરપકડના પણ એંધાણ છે.

09:35 May 12

સુરેન્દ્રનગર કૉંગ્રેસમાં આવ્યો ભૂકંપ

સુરેન્દ્રનગર કૉંગ્રેસમાં આવ્યો ભૂકંપ
સુરેન્દ્રનગર કૉંગ્રેસમાં આવ્યો ભૂકંપ

સુરેન્દ્રનગર જિલ્લા NSUI કૉંગ્રેસના પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમાએ રાજીનામું (Surendranagar NSUI President Resigns) આપતાં કૉંગ્રેસમાં ફરી ભૂકંપ આવ્યો છે. તેમણે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું મોકલ્યું હતું. આ સાથે જ અન્ય 100 ટીમના સભ્યો પણ રાજીનામું આપશે. આ સાથે જ તેમણે કૉંગ્રેસના હોદ્દેદારોની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

07:59 May 12

હિંમતનગરના નવા બજારના એક કોમ્પ્લેક્સમાં આગ

હિંમતનગરના નવા બજારના એક કોમ્પ્લેક્સમાં આગ
હિંમતનગરના નવા બજારના એક કોમ્પ્લેક્સમાં આગ

હિંમતનગરના નવા બજારમાં આવેલા જે. સી. કોમ્પ્લેક્સની કોસ્મેટીકની દુકાનમાં મોડી સાંજે અચાનક આગ લાગી હતી. બંધ દુકાનમાં આગ લાગતા હિંમતનગર ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે, શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

07:38 May 12

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

રાજ્યમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થતા તેમની આતુરતાનો અંત આવ્યો (Std 12th Science Result) છે. રાજ્યમાં આ વખતે ધોરણ 12 સાયન્સનું 72.02 ટકા પરિણામ આવ્યું છે. આ અંગે રાજ્યના શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ મહત્વની (Jitu Vaghani tweet for Result ) જાહેરાત કરી હતી.

07:12 May 12

ભરૂચના કાર્યક્રમમાં PM મોદી કરશે વર્ચ્યૂઅલી સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભરૂચમાં વર્ચ્યૂઅલી સંબોધન (PM Modi Virtual Address at Bharuch) રશે. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ, રાજ્યપ્રધાન મનીષાબેન વકીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ભરૂચમાં કેન્દ્ર સરકારની યોજના અંગેના આ કાર્યક્રમમાં વડાપ્રધાન વર્ચ્યૂઅલ માધ્યમથી જોડાશે.

Last Updated :May 12, 2022, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.