ETV Bharat / city

Group Ragging in Ahmedabad : કેન્દ્રીય વિદ્યાલયમાં બની ગ્રુપ રેગિંગની શર્મનાક ઘટના, શું થયું જાણો

author img

By

Published : Apr 26, 2022, 7:14 PM IST

Group Ragging in Ahmedabad : કેન્દ્રીય વિદ્યાલયમાં બની ગ્રુપ રેગિંગની શર્મનાક ઘટના, શું થયું જાણો
Group Ragging in Ahmedabad : કેન્દ્રીય વિદ્યાલયમાં બની ગ્રુપ રેગિંગની શર્મનાક ઘટના, શું થયું જાણો

અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર ખાતેની કેન્દ્રીય વિદ્યાલયમાં (Vastrapur Kendriya Vidyalaya) ભણતાં વિદ્યાર્થીને તેના સિનિયર વિદ્યાર્થીઓની જબરદસ્તીનો ભોગ (Group ragging of junior student by seniors) બનવાનો વારો આવ્યો હતો. ગ્રુપ રેગિંગની ઘટના (Group Ragging in Ahmedabad) વિશે વધુ વાંચો અહેવાલમાં.

અમદાવાદઃ અમદાવાદમાં કોલેજોમાં રેગિંગની ઘટનાઓ વધી રહી છે. તેની સાથે હવે સ્કૂલમાં પણ રેગિંગની ઘટના (Group Ragging in Ahmedabad)સામે આવી છે. શહેરમાં વસ્ત્રાપુર ખાતેની કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીને તેના સિનિયર વિદ્યાર્થીઓએ (Group ragging of junior student by seniors)જબરદસ્તીથી યુરિન પીવડાવવાનો પ્રયત્ન (Vastrapur Kendriya Vidyalaya Group Ragging Cas)કર્યો હતો. આ મામલે સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવતાં વાલીએ પોલીસને જાણ કરી છે.

વાલીએ જણાવી ઘટના

વાલીએ કરી અરજી - વસ્ત્રાપુરમાં ઇસરો કોલોનીમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં બાળક પર રેગીગ થતા પોલીસમાં અરજી કરવામાં આવી છે. ધોરણ 9માં અભ્યાસ કરતા એક બાળકનું ઉપલા વર્ગના વિદ્યાર્થીઓએ (Group ragging of junior student by seniors) રેગિંગ કર્યું હોવાનું સામે આવતા આખો મામલો હવે વિવાદનું કેન્દ્ર બન્યો છે. આ ઘટનાની વાલીને જાણ થતાં વસ્ત્રાપુર પોલીસમાં (Ahmedabad Vastrapur Police )અરજી આપી છે. આ અરજીમાં વાલીએ વિદ્યાર્થીને બાથરૂમમાં લઈ જઈ યુરિન પીવડવાનો પ્રયાસ થયો હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ અંગે બાળકના પરિવારજનોએ જણાવ્યું કે આ ઘટના 20 તારીખે બપોરે (Group Ragging in Ahmedabad)બની હતી.

આ પણ વાંચોઃ જામનગરમાં M.P શાહ મેડિકલમાં રેગિંગ રાજ, ગરીબ વિદ્યાર્થી બન્યો ભોગ

શું બની રેગિંગની ઘટના - રેગિંગની આ ઘટના વિશે વાલીએ કહ્યું કે સ્કૂલના બધા શિક્ષકો કોઈ ગેસ્ટ આવ્યાં હતાં તેમાં વ્યસ્ત હતા. મારું બાળક 9માં ધોરણમાં ભણે છે અને ધોરણ 12ના વિધાર્થીઓ તેને ટીંગાટોળી કરી બાથરૂમમાં લઇ ગયા હતાં. એક ડબ્બીમાં કોઈ લિકવિડ પીવડાવ્યું હતું અને તને યુરિન પીવડાવીએ છીએ (Group ragging of junior student by seniors)તેવું જણાવ્યું હતું. મારો બાળક કેમ કરીને ત્યાંથી છટકી ગયો અને તે એક સર પાસે પહોંચી ગયો હતો. જયારે સર તેને લઈને એ જગ્યાએ ગયા ત્યારે પેલા બાળકો ભાગી ગયા હતાં. મારા બાળકે પ્રિન્સિપાલને પણ જણાવ્યું હતું. જેથી પ્રિન્સિપાલએ કોઈ સરને આ મામલે તપાસ સોંપી છે. પણ વાલીઓને કોઈ જાણ કરી નથી.

સ્કૂલ દ્વારા કોઈ એકશન લેવામાં આવ્યાં નથી - વાલીએ કહ્યું કે તેમણે મારા બાળક સાથે અન્ય બાળકો સાથે શું બન્યું હતું તે લખાણ લીધું હતું. છતાં સ્કૂલ દ્વારા કોઈ એકશન લેવામાં આવ્યાં નથી. અમે જ્યારે રજુઆત કરવા આવ્યાં ત્યારે પ્રિન્સીપાલ રજા પર હતાં. અમેે સીસીટીવી બતાવવા કહ્યું ત્યારે તેઓએ 4 દિવસ સુધી સીસીટીવી પણ જોયાં ન હતાં. અમારી પાસે દિવસો જઈ રહ્યા હતાં અને સ્કૂલ તપાસ કરતી ન હતી એટલે અમે વસ્ત્રાપુર પોલીસમાં અરજી કરી છે. આ મામલે (Group Ragging in Ahmedabad)તપાસ થવી જોઈએ.

આ પણ વાંચોઃ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ત્રણ વિદ્યાર્થીઓએ બે જુનિયરને અડધો કલાક દોડાવ્યા

બાથરૂમ બહાર CCTV કેમેરા છે -આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું કે જે જગ્યાએ બનાવ બન્યો તે બાથરૂમ બહાર CCTV કેમેરા છે. જે જોવાથી સ્પષ્ટ થશે. પરંતુ સ્કૂલ દ્વારા CCTV કેમેરાના ફૂટેજ બતાવવામાં કે આપવામાં આવ્યા નથી. અમે પોલીસમાં (Group Ragging in Ahmedabad)અરજી કરી છે અને ઘટના એક ફોજદારી ગુનો છે. જેથી અમે ફરિયાદ (Vastrapur Kendriya Vidyalaya ragging complaint )નોંધાવીશું. આ અંગે સ્કૂલના પ્રિન્સિપાલ જિમી જેમ્સે (Vastrapur Kendriya Vidyalaya Principal Jimmy James)સમગ્ર મામલો દબાવતાં જણાવ્યું હતું કે આ પ્રકારની કોઈ રેગિંગની ઘટના (Group ragging of junior student by seniors)બની જ નથી. અમારી પાસે આવી કોઈ ફરિયાદ આવી જ નથી. કોઈ ખોટી માહિતી ફેલાવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.