ETV Bharat / city

અમદાવાદથી ગ્રાઉન્ડ રિપોર્ટઃ શહેરના કોટ વિસ્તારમાં AMC અને ફાયરની ટીમ સ્ટેન્ડ બાય

author img

By

Published : May 18, 2021, 3:53 PM IST

તૌકતે વાવાઝોડાના કારણે સોમવારની સવારથી જ અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સોમવારે રાત્રે અહીં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો અહીં શહેરના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે જ કોટ વિસ્તારમાં AMC સહિત ફાયરની ટીમ સતર્ક બની છે.

અમદાવાદથી ગ્રાઉન્ડ રિપોર્ટઃ શહેરના કોટ વિસ્તારમાં AMC અને ફાયરની ટીમ સ્ટેન્ડ બાય
અમદાવાદથી ગ્રાઉન્ડ રિપોર્ટઃ શહેરના કોટ વિસ્તારમાં AMC અને ફાયરની ટીમ સ્ટેન્ડ બાય

  • અમદાવાદ શહેરમાં તૌકતે વાવાઝોડાની અસર
  • ધરાશાયી વૃક્ષોનો નિકાલ કરી ગાર્ડન વિભાગે રસ્તા ચાલુ કરાવ્યા
  • શહેરીજનોને વગર કામે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી

અમદાવાદઃ તૌકતે વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં સોમવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ પડ્યાં હતા ત્યારે મંગળવારે વહેલી સવારથી જ તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.. જોકે, 2થી 3 કલાકમાં તૌકતે વાવાઝોડું અમદાવાદમાંથી પસાર થાય તેવી શક્યતા છે

ધરાશાયી વૃક્ષોનો નિકાલ કરી ગાર્ડન વિભાગે રસ્તા ચાલુ કરાવ્યા
ધરાશાયી વૃક્ષોનો નિકાલ કરી ગાર્ડન વિભાગે રસ્તા ચાલુ કરાવ્યા

આ પણ વાંચોઃ જૂઓ પોરબંદરથી ગ્રાઉન્ડ રિપોર્ટ: પોરબંદરમાં અનેક વૃક્ષો થયા ધરાશાયી, કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનું રેસ્ક્યુ

શહેરમાં 15થી 20 જગ્યાએ વૃક્ષો ધરાશાયી

અમદાવાદમાં તૌકતે વાવાઝોડું ધીમે ધીમે આગળ આવી રહ્યું છે ત્યારે શહેરમાં તૌકતે વાવાઝોડાને લઈને ભારે પવન સાથે જ વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં તૌકતે વાવાઝોડાના કારણે 15થી 20 જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સર્જાઈ છે, જેમાંથી ગાર્ડન વિભાગ દ્વારા વૃક્ષનો નિકાલ કરીને રસ્તો ચાલુ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં તૌકતે વાવાઝોડું પોતાની ગતિમાં આગળ વધી રહ્યું છે.

શહેરીજનોને વગર કામે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી

વાવાઝોડું અમદાવાદમાં આવશે ત્યારે તેની ગતિ 80થી 90 કિમી પ્રતિકલાક હશે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અત્યારે અમદાવાદમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક ચાલી રહી છે. તૌકતે વાવાઝોડાને પ્રવેશતાની સાથે જ અમદાવાદ શહેરમાં પવનની ગતિ બદલાશે. તૌકતે વાવાઝોડું અમદાવાદમાં પ્રવેશે ત્યારે પવનની ગતિ 80થી 90 કિમી પ્રતિ કલાક રહેશે. જોકે, તૌકતે વાવાઝોડાએ પોતાની ગતિ ધીમી કરતા અમદાવાદ શહેર પર સંકટ ટળ્યું છે, પરંતુ પવનની ગતિને ધ્યાને રાખી લોકોને ઘરમાં જ રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાના કારણે રાજકોટમાં 985થી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા

AMC અને ફાયર વિભાગ કોટ વિસ્તારમાં સજ્જ

તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ ફાયર વિભાગ સતર્ક અને સજ્જ બન્યું છે. ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાઈલ વિભાગની નજર કોટ વિસ્તાર પર છે. કારણકે કોટ વિસ્તારમાં મોટા ભાગના મકાનો જર્જરિત હાલતમાં છે, જેના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે થઈને સતત જર્જરિત ઈમારતથી લોકોને દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ લોકોને સાવચેત અને સલામત સ્થળે રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ફાયર વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાઉન્ડ ક્લોક કોટ વિસ્તારમાં ફરી પણ રહી છે અને એનાઉન્સમેન્ટ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.