ETV Bharat / city

Government Schools In Gujarat: રાજ્યમાં કેટલી સરકારી સ્કૂલો ભાડાના મકાન અને ખુલ્લામાં ચાલે છે? હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

author img

By

Published : Apr 7, 2022, 4:37 PM IST

રાજ્યમાં કેટલી સરકારી સ્કૂલો ભાડાના મકાન અને ખુલ્લામાં ચાલે છે? હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો રિપોર્ટ
રાજ્યમાં કેટલી સરકારી સ્કૂલો ભાડાના મકાન અને ખુલ્લામાં ચાલે છે? હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

રાજ્યમાં કેટલી સરકારી શાળા ભાડાના મકાન અને ખુલ્લામાં (Government Schools In Gujarat) ચાલે છે તેનો રિપોર્ટ હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો છે. સાથે જ હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે વિદ્યાર્થીઓએ શાળાના અભાવે ખુલ્લામાં ભણવા બેસવુ પડે તે ગંભીર બાબત છે.

અમદાવાદ: સરકારી શાળાના વિદ્યાર્થીઓને ખુલ્લામાં અભ્યાસ કરવો પડે છે તે મુદ્દે હાઈકોર્ટે સુઓમોટો (gujarat high court suo moto) PIL કરેલી છે જે બાબતે આજે સુનાવણી હાથ ધરાઈ હતી. રાજ્યના શિક્ષણ પ્રધાન છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે હતા, ત્યારે શિક્ષણપ્રધાનને સવાલ કરવામાં આવ્યો હતો કે આ વિસ્તારમાં કેટલીક શાળાના વિદ્યાર્થીઓને ખુલ્લામાં (Government Schools In Gujarat) ભણવા બેસવું પડે છે, તો શાળાના રૂમ ક્યારે બનશે?

આ પણ વાંચો: Government schools closed in Junagadh: સરકારનું શિક્ષણ પાછળ કરોડોનું બજેટ છતા જૂનાગઢની 25 શાળો બંધ

રાજ્યમાં એકપણ શાળા ખુલ્લામાં નથી ચાલતી- તે વખતે શિક્ષણ પ્રધાને નિવેદન આપેલું કે, બાળકો ખુલ્લામાં અભ્યાસ કરે તેમાં કંઈ નવુ નથી, તેઓ નાના હતા ત્યારે ખુલ્લા મેદાનમાં ભણ્યા છે. તેમના આ નિવેદન મુદ્દે હાઈકોર્ટે સુઓમોટો PIL દાખલ કરીને સરકારને નોટિસ પાઠવી હતી. આ મામલે સરકારે પોતાના તરફથી રજૂઆત કરી છે કે, આ વિસ્તારમાં શાળાના રૂમ બનાવવા માટેની કામગીરી (government school infrastructure in gujarat) શરૂ થઈ છે. આ ઉપરાંત, સરકારના વકીલની રજૂઆત હતી કે, રાજ્યમાં એકપણ શાળા (Schools In Gujarat) ખુલ્લામાં ચાલતી નથી.

આ પણ વાંચો: government school: જામનગરમાં ખાનગી શાળાનો મોહ ઉતર્યો, સરકારી શાળા તરફ વાલીઓની દોટ

વિદ્યાર્થીઓએ ખુલ્લામાં ભણવા બેસવું પડે છે એ ગંભીર બાબત- આ બાબતે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, રાજ્યના તમામ જિલ્લા, તાલુકાઓમાં કેટલી સરકારી શાળાઓ છે? તેની વિગત આપો. આ સરકારી શાળાઓમાંથી કેટલી સરકારી શાળાઓ ભાડાના મકાન (Government schools in rented houses Gujarat), ખુલ્લા મકાન અને ખુલ્લામાં ચાલે છે તે અંગેનો જવાબ હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો છે. હાઈકોર્ટની રાજ્ય સરકારને ટકોર હતી કે, વિદ્યાર્થીઓને શાળાના અભાવે ખુલ્લામાં ભણવા (Education In Gujarat) બેસવુ પડે તે ગંભીર બાબત છે અને હાઈકોર્ટ આ બાબતને ગંભીરતાથી જોઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.