ETV Bharat / city

ઉતરાયણ પર્વની માન્યતાઓ વિશે જાણકારી મેળવો ફક્ત એક ક્લિકમાં...

author img

By

Published : Jan 10, 2022, 8:13 PM IST

સનાતન ધર્મ અનુસાર જ્યારે સૂર્ય એક રાશિ છોડીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે તેને સંક્રાંતિ(Sankranti) કહેવામાં આવે છે. પોષ માસમાં સૂર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેના મકરસંક્રાંતિ(Makarsankranti) કહેવાય છે. તેમજ તેનું બીજુ નામ પણ છે, ઉતર+અયન એટલે કે ઉતરાયણ(Uttarayan), એટલે કે, સૂર્યનું ઉતર દિશા તરફ ઢળવુ.

ઉતરાયણ પર્વની માન્યતાઓ વિશે જાણકારી મેળવો ફક્ત એક ક્લિકમાં...
ઉતરાયણ પર્વની માન્યતાઓ વિશે જાણકારી મેળવો ફક્ત એક ક્લિકમાં...

અમદાવાદ : આપણા દેશમાં ઉતરાયણ(Uttarayan) પર્વની ઉજવણી અલગ અલગ રીતે કરવામા આવે છે, તેની સાથે ઘણી ધાર્મિક માન્યતા અને પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. જેમ કે, આ દિવસે ગંગાનું પૃથ્વી ઉપર અવતરણ થયેલુ હોવાથી આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે, ઉતરાયણના દિવસે જ ગંગાજી ભગીરથની પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમ જ‌ઈને ભગીરથના પૂર્વજોનો ઉદ્ધાર કર્યો હતો. ભગીરથે કપિલ મુનિના આશ્રમમાં પોતાના પિતૃઓની તર્પણ વિધિ કરી હતી, તે તર્પણનો સ્વીકાર કરીને ગંગા સાગરમાં ભળી ગઈ હતી, આથી પશ્ચિમ બંગાળના ગંગાસાગરમા આ દિવસે મોટો મેળો ભરાય છે.

ઉતરાયણ પર્વની માન્યતાઓ વિશે જાણકારી મેળવો ફક્ત એક ક્લિકમાં...

ભિષ્મ પિતામહે પરલોક ગમન માટે ઉત્તરાયણની રાહ જોઈ

માન્યતા પ્રમાણે મહાભારતમાં ભિષ્મ પિતામહે પણ પોતાના દેહત્યાગનો ત્યાગ કરવા માટે ઉતરાયણની રાહ જોઇ હતી, કારણ કે, દક્ષિણાયનમાં દેવલોકમા અંધારું હોય છે અને ઉતરાયણમા ઉજાસ હોય છે. જે જીવ મકરસંક્રાંતિના દિવસે આત્માનો ત્યાગ કરે છે, તે આત્મા સર્વ પાપોમાંથી મુક્તિ થઈને દેવલોકમા જાય છે, આથી ભિષ્મ પિતામહે ઉતરાયણના દિવસે જ તેમનો દેહત્યાગ કર્યો હતો.

નકારાત્મક ઉર્જા દૂર કરવાનું પર્વ

મકરસંક્રાંતિના દિવસે જ ભગવાન વિષ્ણુ એ ઘણા અસુરોને મારીને યુદ્ધ સમાપ્તની ઘોષણા કરી હતી અને બાકી અસુરોને મંદાર પર્વતની નીચે દબાવી દીધા, આથી આ પર્વે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જા મળે છે.

આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તરાયણનું મહત્વ

ઉતરાયણના દિવસે જ આખા દેશમાં ખૂબ જ ઠંડી પડે છે, આપણી પાચનતંત્રની શક્તિ પણ મંદ થઈ જાય છે, તેથી તલ અને ગોળ ખાવાથી શરીરમાં ગરમી અને પાચનક્રિયા સુધારે છે, સાથે આદુ વાળી ખીચડી ખાવવી જોઈએ જે શરીરમાં ઉર્જા આપે છે અને વાયુ તત્વને દુર કરે છે.

આ પણ વાંચો : ખોડલધામ મહિલા સમિતિ દ્વારા મકરસંક્રાંતિ પર્વે માતાજીને તલનો હાર અર્પણ કરાયો

આ પણ વાંચો : મોરબીમાં મકરસંક્રાતિ પર્વે અશોકચક્રવાળી પતંગોનું વેચાણ અટકાવવા માંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.