ETV Bharat / city

'ફંગસ' એ કોઈ નવો રોગ નથી, 100 વર્ષથી પણ જૂનો છે ઇતિહાસ

author img

By

Published : May 29, 2021, 11:10 PM IST

રાજ્યમાં કોરોના (coronavirus) મહામારીની સાથે સાથે ફંગસ (fungus) ના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જોકે, ડોક્ટર પાસેથી મળેલી માહિતી અનુસાર ફંગસ દર્દીઓમાં પહેલા પણ જોવા મળતો હતો. પરંતુ, કોરોનાની મહામારી બાદ આ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ફંગસ (mucormycosis) કોઈપણ કલરના આધારે નક્કી થતો નથી. તેની અસર ક્યા ભાગમાં થાય છે તેના આધારે નક્કી કરવામાં આવે છે.

ફંગસનો 100 વર્ષથી પણ જૂનો છે ઇતિહાસ
ફંગસનો 100 વર્ષથી પણ જૂનો છે ઇતિહાસ

  • ફંગસની જાણકારી અંગે ETV Bharatની ટીમ દ્વારા જાણીતા ડોક્ટર યોગેશ ગુપ્તા સાથે ખાસ વાતચીત
  • કોરોનાની સારવાર બાદ સાજા થયેલા દર્દીઓને ફંગસના ઇન્ફેકશન
  • કોરોનાની મહામારીમાં ફંગસના પ્રમાણમાં વધારો થયો
  • દરેક લોકોમાં ફંગસનું પ્રમાણ હોવાથી શરીરમાં ઇમ્યુનિટી ઘટતા ફંગસનો થાય છે ફેલાવો

અમદાવાદ: રાજ્યમાં કોરોનાની મહામારીને લઈને કોરોનાગ્રસ્ત દર્દીઓને લાંબા સમય સુધી વેન્ટીલેટર કે એન્ટીબાયોટીક અથવા તો સ્ટિરોઈડ આપવામાં આવે છે. તેવા દર્દીઓને કોરોનામાંથી રિકવર થયા બાદ ફંગસનું ઇન્ફેક્શન થયું હોય તેવા કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. જોકે, હાલમા બ્લેક, વ્હાઇટ અને યેલો ફંગલના કેસ સામે આવી રહ્યા છે. આ બાબતે, ETV Bharatની ટીમ દ્વારા અમદાવાદના જાણીતા ડોક્ટર યોગેશ ગુપ્તાની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. તેમણે આ જાણકારી આપતા કહ્યું હતું કે, ફંગસનો રોગ કોરોના પહેલા પણ લોકોને થતો હતો. ફંગસ રંગના આધારે નક્કી કરવામાં આવતો નથી. તે ક્યાં ભાગમાં અને ક્યાં પ્રકારનો છે તેના આધારે નક્કી કરવામાં આવે છે.

ફંગસનો 100 વર્ષથી પણ જૂનો છે ઇતિહાસ

આ પણ વાંચો: બ્લેક ફંગસ ફક્ત ભારતમાં જ કેમ ફેલાઈ રહી છે? નિષ્ણાતોનું શું કહેવું છે જાણો

કઈ રીતે રંગના આધારે નામ આપવામાં આવ્યા ?

  • બ્લેક ફંગસ: મોઢા, આંખ, નાક, ગળાના ભાગમાં ફંગસ થાય, તો તે ભાગ બ્લેક થઈ જાય છે. તેના આધારે બ્લેક ફંગસ કહેવામાં આવે છે.
  • વ્હાઇટ ફંગસ: શરીરનાં બહારના ભાગે કે, ગુપ્ત અંગમાં ફંગસ થાય તો તે ભાગમાં વ્હાઇટ થઈ જાય છે. તેના આધારે વ્હાઇટ ફંગસ કહેવામાં આવે છે.
  • યેલો ફંગસ: શરીરના કોઈ પણ અંદરના ભાગમાં ફંગલ ઇન્ફેક્શન લાગે તો તેની આજુબાજુના ભાગમાંથી પીળા રંગનું પ્રવાહી નીકળે છે. જેના આધારે યેલો ફંગસ કહેવામાં આવે છે.

જાણો મેડીકેલમાં કુલ કેટલા પ્રકારના હોય છે ફંગસ ?

સૌથી પહેલું બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઈકોસિસ (Mucormycosis) , એસ્પરજીલસ (Aspergillus), કેન્ડી ડિયાસીસ(Candidiasis ), આ ત્રણ પ્રકારના ફંગલ હાલના સમયમાં વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. આ ફંગસ મેડિકલના ઇતિહાસમાં 100 વર્ષ કરતાં પણ વધારે જૂના છે. આ ફંગસ હાલ કોરોનાના સમયમાં જ સામે આવ્યા હોય તેવું નથી. આ પહેલા પણ ફંગસના દર્દીઓ સામે આવતા હતા. પરંતુ, કોરોનાની મહામારીમાં ફંગસના પ્રમાણમાં વધારો થયો છે. ફંગસ વાતાવરણમાં સામાન્ય રીતે પણ જોવા મળે છે.

આ પણ વાંચો: બ્લેક અને વ્હાઈટ ફંગસની સારવાર શક્ય છે : નિષ્ણાતો

કોરોનામાં ફંગસના કેસ કેમ વધારે સામે આવ્યા ?

કોરોના વાયરલ ઇન્ફેક્શન છે. હવાથી લોકોમાં ફેલાઇ રહ્યો છે. ફંગસ પણ વાતાવરણમાં ફેલાયેલો રોગ છે. કોરોનાના દર્દીઓને સારવારમાં રેમડેસિવિર (Remdesivir), એન્ટીબાયોટીક (Antibiotics), ટોસેલિજમ, મેપ્સ અને સ્ટીરોઇડ (Steroids) વધારે આપવામાં આવે છે. દર્દીઓને લાંબા સમય સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જેના લીધે ઇમ્યુનિટી ઘટી જાય છે. ત્યારે, આવા સમયે ફંગસ થવાનું પ્રમાણ વધી જાય છે. દરેક લોકોમાં ફંગસનું પ્રમાણ હોય જ છે. પરંતુ, ઇમ્યુનિટી ઘટતા જ ફંગસનો ફેલાવો થાય છે. કોઈપણ ખાવાની ચીજમાં ફંગસ લાગે છે. ત્યારે, તેમને ઝડપથી દૂર ન કરવામાં આવે તો તેનો ફેલાવો વધતો જાય છે. આવી જ રીતે શરીરના કોઈપણ ભાગમાં અસર થાય તો તેમને દૂર ન કરવામાં આવે ત્યાં સુધી તેનો ફેલાવો વધતો જાય છે. આ પ્રકારના કેસમાં ઇન્ફેક્શન લાગે ત્યારે તરત જ તેમની સારવાર કરવી જરૂરી છે. ફંગસ થયેલા ભાગને ઝડપી દૂર કરવો જરૂરી છે. જેથી તેનો ફેલાવો અટકાવી શકાય.

ફંગસમાં સર્જરી બાદ ઇન્જેકશન ન મળે તો શું કરશો ?

જો કોઈ પણ દર્દીને ફંગસ ઇન્ફેકશન બાદ સર્જરી કરાવવામાં આવે અને ત્યારબાદ ઇન્જેક્શન ન મળે તો અન્ય દવાઓ પણ માર્કેટમાં છે. જેના આધારે ફંગસ પર કાબૂ પણ મેળવી શકાય છે. એમ્ફોટેરેસીન બી ઇન્જેકશન ન મળે તો, ઇન્ફેક્શન સોસાયટી દ્વારા અન્ય દવાઓ પણ વાપરવાની સલાહ આપી છે. તે ગોળી અને ઇન્જેકશનના રૂપમાં મળી રહી છે. પોસાકોનોજોલ, આએસોકોનોજોલ, ઇટરાકોનોજોલ દવા પણ વાપરી શકાય છે.

આ પણ વાંચો: બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસ બાદ હવે 'યેલો ફંગસ'નો કહેર, જાણો શું છે આ રોગ

કોરોના ઇન્ફેકશન બાદ સાજા થયેલા દર્દીઓને સલાહ

કોરોનાના ઇન્ફેકશન બાદ સાજા થયેલા દર્દીઓને ફરીથી ડૉક્ટરને એકવાર દેખાડવું ખૂબ જ જરૂરી છે. કારણ કે, કોરોનાની સારવાર દરમિયાન આપવામાં આવેલી દવાઓની જાણકારી ફક્ત ડોક્ટરને જ હોય છે. સારવાર બાદ શરીરના ક્યાં ભાગ પર દવાની અસર થઇ છે તેની જાણકારી ફક્ત ફિઝિશિયન ડોક્ટર દ્વારા જ મેળવી શકાય છે. જેને લઇને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ડોક્ટરોની સલાહ બાદ આગળ કામ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે કોરોનાની સારવાર બાદ સાજા થયેલા દર્દીઓને ફંગસના ઇન્ફેકશન લાગી રહ્યા છે. ત્યારે કોરોનાની સારવારમાં આપવામાં આવેલી દવાઓથી કોઈ પણ જાતની આડ અસર થઈ છે કે નહીં તે જાણવું ખૂબ જ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.