ETV Bharat / city

1 એપ્રિલથી 45 વર્ષથી વધુના તમામ લોકોને રસી આપવાની શરૂઆત

author img

By

Published : Mar 31, 2021, 6:44 PM IST

અમદાવાદમાં 1 એપ્રિલથી 45થી વધુ વર્ષની ઉંમરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ સારી છે તેમજ RT-PCR ટેસ્ટની સંખ્યા વધારી દેવામાં આવી છે.

RT-PCR ટેસ્ટની સંખ્યા વધારાઇ
RT-PCR ટેસ્ટની સંખ્યા વધારાઇ

  • 45થી વધુ વર્ષની ઉંમરના તમામ લોકોને કાલથી કોરોના વેક્સિન અપાશે
  • કોરોનાને લઈને અમદાવાદ ગ્રામ્યની સ્થિતિ સારી
  • RT-PCR ટેસ્ટની સંખ્યા વધારાઇ

અમદાવાદ: શહેરમાં કોરોના વાયરસના કેસનો આંકડો દૈનિક 600થી વધુ આવી રહ્યો છે. સુરત અને અમદાવાદ શહેર દૈનિક કોરોના કેસમાં પ્રથમ નંબરે રહેવા એકબીજાની સ્પર્ધા કરી રહ્યા છે. બીજી તરફ સરકારે અત્યારે કોરોના સામે લડવાના એકમાત્ર ઉપાય તરીકે કોરોનાની રસીને જ અગ્રતા આપી રહી છે.

45થી વધુ વર્ષની ઉંમરના તમામ લોકોને કાલથી કોરોના વેક્સિન અપાશે

આ પણ વાંચોઃ જામનગરમાં જી. જી. હોસ્પિટલ ખાતે વૃદ્ધોને કોવિડ વેક્સીન અપાઈ

કોરોનાની રસી માટે વધુ સેન્ટર ઉભા કરાશે

ETV ભારત સાથેની વાતચીતમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, અત્યારે જિલ્લામાં 45 વર્ષથી વધુના કો-મોરબીડ નાગરિકોને અને 60 વર્ષથી વધુના નાગરિકોને રસી આપવાની કામગીરી થઇ રહી છે. જિલ્લામાં આ વયજુથ અંતર્ગત 1.32 લાખ લોકોને રસી આપવાનો ટાર્ગેટ હતો. જેમાંથી 86 ટકા કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. બાકીનાને પણ જેમ બને તેમ જલ્દી રસી આપવામાં આવશે. 1 એપ્રિલથી 45 વર્ષથી વધુના દરેક નાગરિકને રસી આપવાનું શરૂ કરવામાં આવશે. આ માટે વધુ સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદના મેયર સહિતના AMCના અધિકારીઓએ કોરોનાની વેક્સિન લીધી

અમદાવાદ રૂરલમાં કેસ ઓછા

અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધવાનો મામલો છે. અમદાવાદ રૂરલમાં સામાન્યતઃ કોરોના કેસનો આંકડો સિંગલ ડિઝીટમાં છે. તેમ છતાં સાવચેતીના પગલાં રૂપે ધન્વંતરી રથ દ્વારા ગામડે-ગામડે લોકોનું સ્ક્રિનીંગ થઈ રહ્યું છે. RT-PCR અને એન્ટીજન ટેસ્ટિંગની સંખ્યા પણ વધારવામાં આવી છે.

હોટસ્પોટ વિસ્તાર પર વધુ નજર

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, કોરોનાને કાબુમાં લેવા હોટસ્પોટ વિસ્તાર ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે. જરૂર જણાશે તો ટેસ્ટિંગ તો વધારાશે જ, પરંતુ તેની સાથે લોકોને રસી પણ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.