ETV Bharat / city

કોરોનાની ત્રીજી લહેરને લઈને અમદાવાદમાં સૌપ્રથમવાર બાળકોનો કરાયો સર્વે, 1600 બાળકોમાં જોવા મળ્યું રિસ્ક ફેક્ટર

author img

By

Published : Jul 9, 2021, 11:25 AM IST

રાજ્યમાં કોરોના(corona) મહામારીએ પહેલી અને બીજી લહેરમાં ઘણી તબાહી મચાવી દીધી હતી, જ્યારે બીજી લહેરમાં ઓક્સિજન(oxygen)માં અછત અને બેડ ખૂટી જતા લોકો દર્દીને સારવાર આપી શક્યા ન હતા. તેઓ લાચાર બનીને હોસ્પિટલની બહાર કલાકો એમ્બ્યુલન્સમાં પોતાના સ્વજનને લઈને તડપી રહ્યા હતા. આ તમામ બાબતની નોંધ લઇને હવે સરકાર જાગી છે અને ત્રીજી લહેર ન આવે તે માટે અગાઉથી જ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે ત્રીજી લહેરને લઈને નિષ્ણાત ડોક્ટરોનું માનવું છે કે, આ લહેરમાં બાળકોને વધુ અસર થઈ શકે છે. જેથી સરકાર તમામ હોસ્પિટલ(hospital)માં ખાસ બાળકોને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરી રહી છે.

કોરોનાની ત્રીજી લહેરને લઈને અમદાવાદમાં સૌપ્રથમવાર બાળકોનો કરાયો સર્વે
કોરોનાની ત્રીજી લહેરને લઈને અમદાવાદમાં સૌપ્રથમવાર બાળકોનો કરાયો સર્વે

  • અમદાવાદમાં સૌ પ્રથમવાર બાળકોનો સર્વે હાથ ધરાયો
  • 1 લાખ 60 હજાર લોકોનો સર્વે કરાયો
  • 1600 બાળકોમાં રિસ્ક ફેક્ટર જોવા મળ્યું

અમદાવાદઃ સૌપ્રથમવાર કોરોના(corona)ની ત્રીજી લહેરને લઈને બાળકોનો સર્વે હાથ ધરાયો છે અને આ સર્વેના આધારે બાળકોમાં રીસ્ક ફેક્ટર જણાય છે. એટલે કે તેઓને કોઈ બીમારી, નબળાઈ કે કુપોષણ એવા તમામ પાસા જણાય તેવા બાળકોનું મેડિકલ ટીમ દ્વારા નિદાન પણ કરવામાં આવશે. ત્યારે અમદાવાદ જિલ્લાના અલગ-અલગ ગામોના 1,60,000 લોકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 1600 બાળકોમાં રિસ્ક ફેક્ટર જોવા મળ્યું હતું.

કોરોનાની ત્રીજી લહેરને લઈને અમદાવાદમાં સૌપ્રથમવાર બાળકોનો કરાયો સર્વે

આ પણ વાંચોઃ Survey OF Saurashtra University : આ લોકોને થાય છે કોરોનાની વધુ અસર

ત્રીજી લહેરને લઇને બાળકોનો સૌપ્રથમવાર સર્વે હાથ ધરાયો છે

આ મામલે અમદાવાદ(Ahmedabad) જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના(Corona)ની સંભવીત ત્રીજી લહેરને લઈને અમદાવાદ જિલ્લામાં બાળકોનો સૌપ્રથમવાર સર્વે હાથ ધરાયો છે. જેમાં જિલ્લાના અલગ-અલગ ગામોમાં એકથી પાંચ વર્ષના 1,60,000 બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે.

કોરોનાની ત્રીજી લહેરને લઈને અમદાવાદમાં સૌપ્રથમવાર બાળકોનો સર્વે કરાયો
કોરોનાની ત્રીજી લહેરને લઈને અમદાવાદમાં સૌપ્રથમવાર બાળકોનો સર્વે કરાયો

બાળકોને સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી

આ સર્વેમાં જાણવા મળ્યું છે કે, 1600 જેટલા બાળકો એવા છે કે, જેઓ રીસ્ક ફેક્ટર ધરાવે છે,એટલે કે તે બાળકો કુપોષણથી પીડાય છે અથવા તો કોઈ બીમારી છે. ત્યારે આવા બાળકો આઇડેન્ટિફાય થયા છે. તેઓને સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

વેન્ટિલેટર સાથે 102ની વ્યવસ્થા કરવામાં આવી છે

આવા બાળકોમાં કોરોના(corona)નું સંક્રમણ વધવાની શક્યતા વધારે જોવા મળે છે, જ્યારે આવા બાળકોનું મોનીટરીંગ કરવા માટે કંટ્રોલ રૂમમાંથી નજર રાખી રહ્યા છે. જેને લઇને બાળકોને કોઈપણ તકલીફ થાય તો અમે તેમના સુધી પહોંચી શકીએ. આ સાથે સોલા સિવિલ હોસ્પિટલમાં પીડીયાટ્રીક વોર્ડ તૈયાર કર્યો છે. જેમાં વેન્ટિલેટર સાથે 102ની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાતંત્ર સંભવિત ત્રીજી લહેર સામે પહોંચી વળવા માટે પૂરતા પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચોઃ Corona: સુરતમાં કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ!

તમામ અધિકારીઓને ત્રીજી લહેરને લઈને કામગીરી સોંપવામાં આવી છે

કોરોના(corona)ની ત્રીજી લહેરને લઈને અમદાવાદ (Ahmedabad)જિલ્લાતંત્ર સતર્ક થઇ ગયું છે, ત્યારે કલેક્ટર દ્વારા આગમચેતીના પગલારૂપે તમામ અધિકારીઓને ત્રીજી લહેરને લઈને કામગીરી સોંપવામાં આવી છે. આ ઉપરાંત બાળકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અથવા બાળકો ત્રીજી લહેરનો શિકાર ન બને તેની માટે સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.