ETV Bharat / city

ફ્લોરાની બીજી ઈચ્છા પણ પૂર્ણ કરવામાં આવી

author img

By

Published : Sep 25, 2021, 10:13 AM IST

તાજેતરમાં જ બ્રેઈન ટ્યુમરથી પીડાતી 11 વર્ષની બાળકી ફ્લોરાને અમદાવાદની એક દિવસની કલેક્ટર બનાવવામાં આવી હતી. ફ્લોરાનો શુક્રવારે જન્મ દિવસ હતો. બોલિવુડની પ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કરે પણ એક વીડિયો શેર કરી ફ્લોરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ફ્લોરાની ઈચ્છા પૂર્ણ કરવા માટે વહીવટી તંત્રએ તેને એક દિવસની કલેક્ટર બનાવવાની પહેલ કરી હતી. તો હાલમાં જ ફ્લોરાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે નેહા કક્કરના ગીત ગાઈ રહી છે. જોકે, આ વીડિયો ફ્લોરાની નાજુક તબિયતની શરૂઆતના તબક્કાની છે.

ફ્લોરાની બીજી ઈચ્છા પણ પૂર્ણ કરવામાં આવી
ફ્લોરાની બીજી ઈચ્છા પણ પૂર્ણ કરવામાં આવી

  • બ્રેઈન ટ્યુમરથી પીડાતી ફ્લોરાની બીજી ઈચ્છા થઈ પૂર્ણ
  • બોલિવુડ ગાયિકા નેહા કક્કરે ફ્લોરાને આપી જન્મદિવસની શુભેચ્છા
  • ફ્લોરા અમદાવાદની એક દિવસની કલેક્ટર બની હતી

અમદાવાદઃ સરગાસણમાં રહેતી ફ્લોરા નામની 11 વર્ષની બાળકી બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડાઈ રહી છે. ફ્લોરા ધોરણ 7માં અભ્યાસ કરી રહી છે. ફ્લોરાની ઈચ્છા કલેક્ટર બનવાની છે. અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલેએ તેમની ઈચ્છાને માન આપીને ફ્લોરાને એક દિવસની કલેક્ટર બનાવી અનોખી પહેલ કરી હતી. ફ્લોરાની નાજુક તબિયતન હોવા છતા તે જીવનના દરેક પળને કેવી રીતે માણવો તે દરેકને શીખવી રહી છે. ફ્લોરા બોલિવુડ ગાયિકા નેહા કક્કરના ગીત ગાઈ રહી છે. ફ્લોરા માટે બીજી ખુશીની વાત એ છે કે, નેહા કક્કરે એક વીડિયો બનાવી ફ્લોરાને ખાસ જન્મદિવસની શુભેચ્છા આપી હતી. ફ્લોરાના માતાએ કહ્યું હતું કે, નેહા કક્કરના ગીત સાંભળીને જ ઝૂમી ઉઠે છે. ફ્લોરાએ જિલ્લા કલેક્ટર સામે ઈચ્છા વ્યક્ત કરી હતી કે, નેહા કક્કર જો તેને જન્મદિવસની શુભેચ્છા આપશે તો તેને ઘણું ગમશે. જોકે, નેહા કક્કરે એક વીડિયો બનાવી ફ્લોરાને શુભેચ્છા આપતા ફ્લોરા અને તેના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : બ્રેઇન ટ્યુમરથી પીડાતી બાળકી એક દિવસ માટે કલેકટર બની

અધિક નિવાસી કલેક્ટરે નેહા કક્કરના પિતા સાથે વાત કરી હતી

અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, "ફ્લોરાની આ ઈચ્છા બાબતે જિલ્લા કલેક્ટરે તેમને સૂચના આપી હતી અને તેમણે ગાયિકા નેહા કક્કરના પિતા જયનારાયણ કક્કર સાથે વાતચીત કરી હતી. તેમણે તેમને ફ્લોરાની બીમારી અંગે જણાવ્યું હતું. ત્યારે જયનારાયણ કક્કરે તેમને ખાતરી આપી હતી કે, અમદાવાદની દિકરીની ઈચ્છા તેમની દિકરી નેહા જરૂર પૂર્ણ કરશે, એટલે નેહાએ એક વીડિયો શેર કરીને ફ્લોરાના જન્મદિવસની શુભેચ્છા આપી હતી. આ સાથે જ ફ્લોરાના પરિવારે જિલ્લા કલેક્ટર સહિત સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : UNGAમાં પાકિસ્તાને કાશ્મીરનો રાગ આલાપ્યો, ભારતે કહ્યું - PoK પણ અમારૂ જ છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.