ETV Bharat / city

Firing in Ahmedabad: વસ્ત્રાલમાં ફ્લેટના મેઈન્ટેનન્સ જેવી નજીવી બાબતે ફાયરિંગ કરનારા આરોપીની ધરપકડ

author img

By

Published : Dec 8, 2021, 10:17 AM IST

અત્યારે નાની નાની વાતમાં ફાયરિંગ અને હત્યા કરવાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાલમાં વૃંદાવન સ્કાયલાઈન ફ્લેટમાં (Firing in Ahmedabad) મેઈન્ટેનન્સ જેવી નજીવી બાબતમાં એક વ્યક્તિ પર ફાયરિંગ થયું હતું, જેની તપાસ પોલીસ કરી રહી છે. જોકે, પોલીસે આરોપીની ધરપકડ (Arrest of accused in firing in Vastral ) કરી છે.

Firing in Ahmedabad: વસ્ત્રાલમાં ફ્લેટના મેઈન્ટેનન્સ જેવી નજીવી બાબતે ફાયરિંગ કરનારા આરોપીની ધરપકડ
Firing in Ahmedabad: વસ્ત્રાલમાં ફ્લેટના મેઈન્ટેનન્સ જેવી નજીવી બાબતે ફાયરિંગ કરનારા આરોપીની ધરપકડ

  • અમદાવાદના વસ્ત્રાલમાં એક વ્યક્તિ પર ફાયરિંગ
  • ફ્લેટના મેઈન્ટેનન્સના કારણે થયો હતો ઝઘડો
  • અવારનવાર આરોપી ત્રાસ આપતો હોવાનું સ્થાનિકોનો આક્ષેપ
  • આરોપી સામે પોલીસે પણ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ

અમદાવાદઃ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સ્કાઈલાઈન ફ્લેટમાં રહેતા ઈશ્વરભાઈ ઠાકોર ઉપર ફાયરિંગ કરી જીવલેણ હુમલો (Firing in Ahmedabad) થયો હતો. તેની પર હુમલો કરનારો વ્યક્તિ બીજો કોઈ નહીં, પરંતુ ફ્લેટમાં જ રહેતો પ્રદિપ રાજપૂત હતો. આ અગાઉ પણ પ્રદિપ રાજપૂત ફ્લેટમાં મેઈન્ટેનન્સ અંગે સ્થાનિકો સાથે માથાકૂટ કરતો રહેતો હતો. આ અંગે વારંવાર રામોલ પોલીસ સ્ટેશનમાં (Complaint against the accused at Ramol police station) ફરિયાદ કરી હોવા છતા પણ પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી ન કરતા જીવલેણ ઘટના બની હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

અમદાવાદના વસ્ત્રાલમાં એક વ્યક્તિ પર ફાયરિંગ

આ પણ વાંચો- Ahmedabad: મૂર્તિ બનાવનારા કારીગર પર ફાયરિંગ

ફાયરિંગ કરનારો આરોપી ઝડપાયો

વસ્ત્રાલ વિસ્તારમાં બનેલી ફાયરિંગની (Firing in Ahmedabad) ઘટનાના કારણે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી, જેમાં ફાયરિંગ કરનારા આરોપી પ્રદિપ રાજપૂતની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ (Arrest of accused in firing in Vastral) કરી હતી.

આ પણ વાંચો- ભચાઉના એક લગ્નપ્રસંગમાં જાહેરમાં થયા ભડાકા, વીડિયો વાઇરલ થતા પોલીસે શરૂ કરી તપાસ

પોલીસ આરોપી સામે પગલા ન લેતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

પૂર્વ વિસ્તારમાં બનેલી ફાયરિંગની (Firing in Ahmedabad) ઘટનાના કારણે લોકોના ટોળા વળી ગયા હતા અને સ્થાનિકોએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. સ્થાનિકોએ અગાઉ પણ આરોપી પ્રદિપ રાજપૂત સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોવા છતાં પણ પોલીસે કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપો કર્યા હતા, જેના કારણે આરોપીએ જીવલેણ હુમલો કર્યો હોવાના આક્ષેપો (Complaint against the accused at Ramol police station) કર્યા હતા. ત્યારે પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી (Arrest of accused in firing in Vastral) વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.