ETV Bharat / city

AMCના પાર્કિંગ પ્લોટમાં આગ, 36 વાહનો બળીને થયા ખાખ

author img

By

Published : Feb 12, 2022, 7:37 AM IST

અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં (Fire in parking plot AMC) ભીષણ આગ લાગી હતી. જેમાં 36 વાહનો (36 Vehicles burnt ashes) આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાક થઈ ગયાં હતા.

AMCના પાર્કિંગ પ્લોટમાં આગ, 36 વાહનો બળીને થયા ખાખ
AMCના પાર્કિંગ પ્લોટમાં આગ, 36 વાહનો બળીને થયા ખાખ

અમદાવાદ: અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં (Fire in parking plot AMC) આગ લાગી હતી. પાર્કિંગ પ્લોટમાં પડેલાં વાહનોમાં કોઈ કારણસર આગ લાગતાં 36 વાહનો (36 Vehicles burnt ashes) આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાક થઈ ગયા હતા. ઘટનાની જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ત્રણ ગાડી સાથે અધિકારી-જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગની ટીમે (Fire department team) 600 વાહનને સળગતાં બચાવી લીધા હતાં.

આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી

ફાયરબ્રિગેડના ડિવિઝનલ ફાયર અધિકારી ઇનાયત શેખ અને બોડકદેવના ફાયર અધિકારી સહિતનો સ્ટાફ તાત્કાલિક 10 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી જતાં આશરે 600 જેટલાં વાહનો આગમાં ખાક થઈ જતાં બચી ગયા હતા. આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, સ્થાનિક વ્યક્તિનો ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમમાં ગોતામાં આગનો ફોન આવતાં બોડકદેવ, થલતેજની ફાયરબ્રિગેડની એક ગાડી અને ગજરાજ રવાના થયાં હતા.

આ પણ વાંચો: Fire in Rajkot : રાજકોટમાં રૂ ના ગોડાઉનમાં લાગી આગ, લાખોનો માલ ખાખ

આશરે 600 વાહન આગની ઝપેટમાં આવતાં બચી ગયાં

ફાયરની ગાડીઓ પહોંચી ત્યારે 30થી વધુ વાહનો સળગી ગયાં હતા. આગની ઝપેટમાં ન આવે એ માટે બાકીનાં વાહનોને ફાયરબ્રિગેડના અન્ય જવાનોએ ત્યાંથી દૂર કર્યાં હતાં. જેને કારણે આશરે 600 વાહનો આગની ઝપેટમાં આવતાં બચી ગયાં હતા. વધુ પવન હોવાને કારણે આગ વધુ ફેલાઈ હતી. આગનું ચોક્ક્સ કારણ જાણવા મળ્યું નથી. વાહનમાં પેટ્રોલ લીકેજ અથવા વાયરના ખુલ્લા રહેવાથી કોઈ શોર્ટસર્કિટથી આગ લાગી હોઈ શકે છે.

આ પણ વાંચો: વાપીમાં બેસ્ટકવેસ્ટ નામની પેપરમિલમાં કંપનીમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાની નહીં

36 વાહન આગની ઝપેટમાં આવ્યા

પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલાં 36 વાહન આગની ઝપેટમાં આવી ગયાં હતા. ફાયરબ્રિગેડ ટીમે પાણીનો મારો ચલાવીને પંદરથી વીસ મિનિટમાં સમગ્ર આગને કાબૂમાં લેવામાં આવી હતી. હાલમાં આગને બુજાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.