ETV Bharat / city

ગાંધીનગરમાં રમકડાંનું ઉત્પાદન કરતી કંપની પર BISના દરોડા

author img

By

Published : Jan 19, 2022, 8:59 PM IST

Updated : Jan 19, 2022, 9:47 PM IST

ગાંધીનગરમાં રમકડાંનું ઉત્પાદન કરતી કંપની પર BISના દરોડા
ગાંધીનગરમાં રમકડાંનું ઉત્પાદન કરતી કંપની પર BISના દરોડા

ગાંધીનગરમાં લાયસન્સ વિના રમકડાંનું ઉત્પાદન(Production of toys without a license) કરતી મેસર્સ ઓશિયા હાઇપર રીટેલ લિમિટેડ કંપની પર ભારતીય માનક બ્યુરોના અધિકારી(Bureau of Indian Standards) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં વેપારી પાસેથી આઈએસઆઈ (ISI) માર્કા વિનાના રમકડાંનો જંગી જથ્થો મળી આવ્યો હતો.

ગાંધીનગર : અમદાવાદ BIS(Bureau of Indian Standards) દ્વારા ગાંધીનગરમાં ગેરકાયદેસર રમકડાનું ઉત્પાદન(Production of toys without a license) કરતાં એકમ પર દરોડો પાડવામાં આવ્યા હતા. આ એકમે લાયસન્સ વગર રમકડાનું ઉત્પાદન અને વેચાણ કરતાં હતા, દરોડા દરમિયાન રમકડાનો જંગી જથ્થો ઝડપાયો હતો છે. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા 14 વર્ષની નાના બાળકોને ધ્યાનમાં રાખીને 11(4)/9/2017-C1 પ્રમાણે રમકડાં પર આઈએસઆઈનો (ISI) માર્કો 01 જાન્યુઆરી 2021થી ફરજિયાત કરવામાં આવ્યો હતો. આઈએસઆઈ (ISI) માર્કા વિના રમકડાં ઉત્પાદન કરવું અને વેચાણ કરનારને ભારતીય માનક બ્યુરો અધિનિયમ હેઠળ 2016ના અનુચ્છેદ 17 મુજબ કાયદાનું ઉલ્લંધન કરનાર પર બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂપિયા 2,00,000 દંડની સજા નક્કી કરવામાં આવી હતી.

રમકડા પર BIS માર્કો ફરજિયાત

ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતા એકમોને પકડવા માટે BSI અત્યારે સતત દરોડા પાડી રહી છે. ભારતીય માનક બ્યુરો દ્વારા છેતરપીંડી અને સંભવિત સુરક્ષાને ધ્યાને રાખીને બાળકોની સુરક્ષા માટે આઈએસઆઈ (ISI) ફરજિયાત કરવામાં આવ્યો હતો, જેથી ભારતીય માનક બ્યુરો દ્નારા આવા ગેર કાયદેસર ઉત્પાદન કરતા લોકો પર દરોડા પાડતી હોય છે. બાળકને નુકશાન કે ઇજા ન થાય તે માટે સરકાર દ્નારા આવી રમકડાં ઉત્પાદન કરતી કંપની પર કાર્યવાહી પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો : સોનાના દાગીનામાં હૉલમાર્ક ફરજિયાત, અમલ નહીં કરનારને દંડ, 1 વર્ષની સજા

આ પણ વાંચો : રાજકોટમાં સોનીની દુકાનો પર BISના દરોડા, 6 જવેલર્સનો માલ સીલ

Last Updated :Jan 19, 2022, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.