ETV Bharat / city

Fatal attack on two wheeler rider: ઓવરસ્પીડ વાહન ચલાવતા યુવકને ઠપકો આપતા ટુ વ્હીલર સવાર પર હુમલો

author img

By

Published : Apr 20, 2022, 8:31 PM IST

ઓવર સ્પીડમાં વાહન ચલાવવા જેવી બાબત(Driving at over speed) પર જીવલેણ હુમલાનો લાઈવ સીસીટીવી વિડિયો કેદ થયો હતો. આ ઘટનામાં રીક્ષા ચાલકે લોખંડની પાઈપ વડે હૂમલો(Crime of attempted murder) કર્યાનું સામે આવ્યું હતું. આ જીવલેણ હુમલાથી ટુ વ્હીલર સવારને ગંભીર ઇજાઓ થઈ હતી. આ બાદ ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરી વધું તપાસ હાથ ધરી છે.

Fatal attack on two wheeler rider: ઓવરસ્પીડ વાહન ચલાવતા યુવકને ઠપકો આપતા ટુ વ્હીલર સવાર પર હુમલો
Fatal attack on two wheeler rider: ઓવરસ્પીડ વાહન ચલાવતા યુવકને ઠપકો આપતા ટુ વ્હીલર સવાર પર હુમલો

અમદાવાદ: ઓવર સ્પીડમાં રીક્ષા ચલાવી(speeding by rikshaw driver ) રહેલા યુવકને ઠપકો આપનાર ટુ વ્હીલર સવાર પર જીવલેણ હુમલો કરાયો હતો. જેમાં રીક્ષા ચાલકે લોખંડની પાઇપ વડે હુમલો કર્યાના લાઈવ CCTV વિડિયો સામે આવ્યા હતો. જોકે ચાંદખેડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી. જે બાદ ચાંદખેડા પોલીસે હત્યાના પ્રયાસના(Crime of attempted murder) ગુનામાં રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી.

ઓવર સ્પીડમાં રીક્ષા ચલાવી રહેલા યુવકને ઠપકો આપનાર ટુ વ્હીલર સવાર પર જીવલેણ હુમલો કરાયો.

આ પણ વાંચો: Fatal attack on People in Surat: દેવધગામમાં સરપંચને શુભેચ્છા આપવા ગયેલા ત્રણ લોકો પર હુમલો

રીક્ષા ચાલક ગફલત પૂર્વક રીક્ષા ચલાવી રહ્યો હતો - આ ઘટનામાં શનિવારના રોજ રાત્રે ચાંદખેડા સ્મશાન રોડ પર રીક્ષા ચાલક રાકેશ દંતાણી ગફલત પૂર્વક રીક્ષા ચલાવી રહ્યો હતો. ત્યારે ટુ વ્હીલર સવાર જગદીશ દત્ત તેમની પત્ની સાથે જઈ રહ્યા હતા. તે દરમિયાન રીક્ષા ચાલક રાકેશે ઓવર સ્પીડ પર ચલાવતી વખતે ટુ વ્હીલર સવાર જગદીશને બૂમ પાડી તેને રોક્યો હતો. જે પછી રીક્ષા ચાલકને ઠપકો આપતા ઉશેકરાઈ જઈ જગદીશ દત્ત પર લોખંડની પાઇપ વડે આરોપીએ જીવલેણ હુમલો કર્યો હતો. જોકે સમગ્ર ઘટના CCTVમાં કેદ(whole incident recorded in CCTV) થઈ ગઈ હતી. જે બાદ ચાંદખેડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઇન્ટરસેપ્ટર વાન અને કેમ્પર વાહન કાર્યરત, ઓવર સ્પીડ પર લગાવશે અંકુશ

રીક્ષા ચાલક છૂટક મજૂરી કરે છે - આરોપી પકડાયેલ રીક્ષા ચાલક રાકેશ દંતાણી ચાંદખેડાનો રહેવાસી છે. આ આરોપી છૂટક મજૂરી કરે છે. જે શનિવાર રાત્રે નશામાં આરોપીએ હુમલો કર્યો હોવાની આશંકા લઈને આરોપીનું મેડિકલ ટેસ્ટ કરાવામાં આવ્યું હતું. પરતું રાત્રીના સમયે ગફલત પૂર્વક રીક્ષા ચાલક રાકેશે કબૂલાત કર્યું હતું. ત્યારે તેની પાસે રિક્ષામાં લોખંડની પાઇપ પડી હતી. આથી પાઇપ ક્યાંથી લાવ્યો એ બાબતે વધુ પોલીસે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.